________________
જૈનમત
૪૯૭ સર્વતઃ અર્થાત્ સંપૂર્ણપણે જાણી શકે છે.” આ વિવેચનથી સિદ્ધ થાય છે કે બધી વસ્તુઓ અનન્તધર્માત્મક છે કેમ કે બધી વસ્તુઓ પ્રમેય છે. (૫૫) 361. ૩૫થ સૂત્ર પર્વ પ્રત્યક્ષપક્ષયોનૈક્ષ નક્ષત્તિअपरोक्षतयार्थस्य ग्राहकं ज्ञानमीदृशम् । प्रत्यक्षमितरज्ज्ञेयं परोक्षं ग्रहणेक्षया ॥५६॥ 361. હવે સૂત્રકાર હરિભદ્રસૂરિ પ્રત્યક્ષ અને પરોક્ષનું લક્ષણ કહે છે–
પદાર્થોને અપરોક્ષરૂપે અર્થાત્ સ્પષ્ટરૂપે જાણનારું જ્ઞાન પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષથી ભિન્ન અસ્પષ્ટ જ્ઞાન પરોક્ષ છે. જ્ઞાનમાં પરોક્ષતા બાહ્ય પદાર્થના ગ્રહણની અપેક્ષાએ જ છે કેમ કે સ્વરૂપથી તો બધાં જ્ઞાનો પ્રત્યક્ષ છે. અર્થાત્ જ્ઞાન પોતે પોતાને પ્રત્યક્ષ જ જાણે છે. સ્વસંવેદન પ્રત્યક્ષ જ છે.] (પદ)
362. વ્યારા-તત્ર પ્રત્યક્ષમિતિ નસ્યનિર્દેશઃ | અપરોક્ષતિયાએ ग्राहकं ज्ञानमिति लक्षणनिर्देशः । परोक्षोऽक्षगोचरातीतः, ततोऽन्योऽपरोक्षस्तद्भावस्तत्ता तयाऽपरोक्षतया-साक्षात्कारितया, न पुनरस्पष्टसंदिग्धादितया, अर्थस्य-आन्तरस्यात्मस्वरूपस्य, बाह्यस्य च घटकटपटशकटलकुटादेर्वस्तुनो ग्राहकं व्यवसायात्मकतया साक्षात्परिच्छेकं ज्ञानम् । ईदृशम् विशेषणस्य व्यवच्छेदकत्वादीदृशमेव प्रत्यक्षं न त्वन्यादृशम् । अपरोक्षतयेत्यनेन परोक्षलक्षणसंकीर्णतामध्यक्षस्य परिहरति । एतेन परपरिकल्पितानां कल्पनापोढत्वादीनां प्रत्यक्षलक्षणानां निरासः कृतो द्रष्टव्यः ।
| 362. શ્લોકવ્યાખ્યા–પ્રત્યક્ષ લક્ષ્ય છે અને “અપરોક્ષરૂપે પદાર્થનું ગ્રહણ કરનારું જ્ઞાન' એ લક્ષણ છે. પરોક્ષ એટલે ઇન્દ્રિયોનો અવિષય. તેનાથી ભિન્ન અપરોક્ષ અર્થાત્ ઈન્દ્રિયો દ્વારા જ્ઞાત પદાર્થ, તે પદાર્થની જેમ સાક્ષાત્ રૂપે, નહિ કે અસ્પષ્ટ યા સંદિગ્ધરૂપે, અર્થનું અર્થાત્ પોતાના આન્તરિક સ્વરૂપનું તેમ જ ઘટ, કટ(ચટાઈ), પટ, ગાડું, લાકડી આદિ બાહ્ય વસ્તુઓનું સાક્ષાત્ રૂપે નિશ્ચય કરનારું જ્ઞાન જ પ્રત્યક્ષ છે. ઈદશમ્' વિશેષણથી વિશિષ્ટ હોવાથી “આવું જ જ્ઞાન પ્રત્યક્ષ છે, જે જ્ઞાન આવું નથી તે પ્રત્યક્ષ નથી' એમ કહેવાયું છે. “અપરોક્ષતયા' પદથી આ પ્રત્યક્ષના લક્ષણનો પરોક્ષના લક્ષણથી ભેદ સિદ્ધ થઈ જાય છે. પ્રત્યક્ષનું આ પ્રમાણે લક્ષણ કરવાથી બૌદ્ધ આદિ દ્વારા સ્વીકૃત કલ્પનાપોઢ અર્થાત નિર્વિકલ્પક આદિ પ્રત્યક્ષ લક્ષણોનો નિરાસ થઈ જાય છે, એમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org