________________
૪૯૪
ત/રહસ્યદીપિકા નિષેધની વિવક્ષાથી તો ઘટ અને પટનો પણ સંબંધ છે એમ કહી શકાય છે. ઘટ પટ નથી” આ પ્રયોગમાં ઘટ અને પટ નાસ્તિત્વરૂપથી એક બીજાના સંબંધી છે. ઘડાનું પટરૂપે ન હોવું' પટની અપેક્ષા વિના કેવી રીતે બની શકે ? જે પટ હોય જ નહિ યા તો અજ્ઞાત હોય તો ઘડાનું પટ રૂપે અપરિણમન છે એમ કેવી રીતે કહી શકાય? “ઘટ પટરૂપ નથી તથા પટ ઘટરૂપ નથી' આ રીતે ઘટ અને પટનો એકબીજામાં અભાવ છે, આ ઇતરેતરાભાવના નિમિત્તથી તો લોકમાં પણ ઘટ અને પટમાં નાસ્તિત્વરૂપ સંબંધનો વ્યવહાર થાય છે એ તો બિલકુલ નિર્વિવાદ છે. અને અનુભવથી પણ નિર્વિવાદ સિદ્ધ છે કે જેમનો પરસ્પર અભાવ હોય છે તેઓ નાસ્તિત્વરૂપે એકબીજાના સંબંધી હોય છે જ. પરપર્યાયો અને સ્વપર્યાયોનો ભેદ થાય છે ત્યારે જ સ્વપર્યાયો સ્વપર્યાયો કહેવાય છે, તેથી ભેદક હોવાના કારણે પણ પરપર્યાયો ઘડાના કહેવાય છે. ભેદ કરવામાં પરપર્યાયોનો અસધારણ ઉપયોગ છે. જેના સ્વપર્યાયોમાં ભેદ કરવામાં ઉપયોગી બને છે તે તેના જ પર્યાયો છે, જેમ કે ઘડામાં રહેનાર પરસ્પર ભેદક રૂપાદિ પર્યાયો ઘડાના જ પર્યાયો છે. ઘટના પર્યાયોનો પટાદિના પર્યાયોથી ભેદ કરવામાં પટાદિના પર્યાયોનો પૂરેપૂરો ઉપયોગ થાય છે, તેથી વિશેષક અર્થાતુ ભેદક હોવાના કારણે પરપર્યાયો પણ ઘડાના જ કહેવાવા જોઈએ. પરપર્યાયો વિના તો ઘડાના સ્વપર્યાયોનો “સ્વ' વ્યપદેશ જ શક્ય નથી. જો પટાદિના પર્યાયો ન હોય તો ઘડાના સ્વપર્યાયોનો “સ્વ” વ્યપદેશ જ ન થઈ શકે. કોઈ પરની અપેક્ષાએ જ બીજાને “સ્વ” કહી શકાય છે. આ રીતે સ્વપર્યાયોનો “સ્વ' વ્યપદેશ કરાવવામાં કારણ બનતા હોવાથી પરપર્યાયો પણ ઘડાને ઉપયોગી છે. તથા આ દષ્ટિએ પરપર્યાયો ઘડાના છે એમ કહી શકાય.
359. પિ ૨, સર્વ વસ્તુ પ્રતિનિતિત્વમાd, સા રા પ્રતિનિયતિત્વभावता प्रतियोग्यभावात्मकतोपनिबन्धना । ततो यावन्न प्रतियोगिविज्ञानं भवति तावन्नाधिकृतं वस्तु तदभावात्मकं तत्त्वतो ज्ञातुं शक्यते, तथा च सति पटादिपर्यायाणामपि घटप्रतियोगित्वात्तदपरिज्ञाने घटो न याथात्म्येनावगन्तुं शक्यत इति पटादिपर्याया अपि घटस्य पर्यायाः । तथा चात्र प्रयोग:- यदनुपलब्धौ यस्यानुपलब्धिः स तस्य संबन्धी, यथा घटस्य रूपादयः, पटादिपर्यायानुपलब्धौ च घटस्य न याथात्म्येनोपलब्धिरिति ते तस्य संबन्धिनः । न चायमसिद्धो हेतुः, पटादिपर्यायरूपप्रतियोग्यपरिज्ञाने तदभावात्मकस्य घटस्य तत्त्वतो ज्ञातत्वायोगादिति ।
359. વળી, જગતની સમસ્ત વસ્તુઓ પોતપોતાના પ્રતિનિયત અર્થાત નિશ્ચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org