________________
જૈનમત
૪૯૩
358. तदेतदसमीचीनं, सम्यग्वस्तुतत्त्वापरिज्ञानात्, तथाहि - नास्तित्वं नाम तेन तेन रूपेणाभवनमिष्यते, तेन तेन रूपेणाभवनं च वस्तुनो धर्मः, ततो नैकान्तेन तत्तुच्छरूपमिति न तेन सह संबन्धाभावः । तेन तेन रूपेणाभवनं च तं तं पर्यायमपेक्ष्यैव भवति नान्यथा, तथाहि - यो यः पटादिगतः पर्याय: तेन तेन रूपेण मया न भवितव्यमिति सामर्थ्याद् घटस्तं तं पर्यायमपेक्ष्यते इति सुप्रतीतमेतत्, ततस्तेन तेन पर्यायेणाभवनस्य तं तं पर्यायमपेक्ष्य संभवात्तेऽपि परपर्यायास्तस्योपयोगिन इति तस्येति व्यपदिश्यन्ते । एवंरूपायां च विवक्षायां पटोऽपि घटस्य सम्बन्धी भवत्येव, पटमपेक्ष्य घटे पटरूपेणाभवनस्य भावात्, तथा च लौकिका अपि घटपटादीन् परस्परमितरेतराभावमधिकृत्य संबद्धान् व्यवहरन्तीत्यविगीतमेतत् । इतश्च ते पर्यायास्तस्येति व्यपदिश्यन्ते, स्वपर्यायविशेषणत्वेन तेषामुपयोगात् । इह ये यस्य स्वपर्यायविशेषकत्वेनोपयुज्यन्ते ते तस्य पर्यायाः, यथा घटस्य रूपादयः पर्यायाः परस्परविशेषकाः । उपयुज्यन्ते च घटस्य पर्यायाणां विशेषतया पटादिपर्यायाः, तानन्तरेण तेषां स्वपर्यायव्यपदेशाभावात्, तथाहि - यदि ते परपर्याया न भवेयुः तर्हि घटस्य स्वपर्यायाः स्वपर्याया इत्येवं न व्यपदिश्येरन्, परापेक्षया स्वव्यपदेशस्य सद्भावात्, ततः स्वपर्यायव्यपदेशकारणतया तेऽपि परपर्यायास्तस्योपयोगिन इति तस्येति व्यपदिश्यन्ते ।
358. જૈન ઉત્તર- તમારી શંકા તદ્દન અયોગ્ય અને મિથ્યા છે, તમે વસ્તુના તત્ત્વને સાચી રીતે સમજ્યા નથી. નાસ્તિત્વ એટલે વસ્તુનું તે તે રૂપે અભવન છે. અને આ તે તે રૂપે અભવન એ તો વસ્તુનો ધર્મ છે. એટલે નાસ્તિત્વ તુચ્છ નથી કે જેથી તેની સાથે સંબંધ ન સંભવે. તે તે રૂપે અભવન તે તે રૂપની (પર્યાયની) અપેક્ષા રાખે છે, અન્યથા તે તે રૂપે અભવન શક્ય ન બને. આ જ વાતને સમજાવીએ છીએ.‘જે જે પટ આદિના પર્યાયો છે તે રૂપે મારે ઘટે પરિણમવું ન જોઈએ' આ રૂપમાં જ ઘડો તે તે પટાદિના પર્યાયોની અપેક્ષા રાખે છે અને નહિ કે તે પટાદિના પર્યાયો રૂપે પોતાનું પરિણમન કરવા માટે. આ વાત તો સર્વપ્રસિદ્ધ છે. તે પટાદિના પર્યાયોરૂપે પોતાનું પરિણમન ન થવા દેવું એ તો તે પટાદિના પર્યાયોની અપેક્ષા રાખીને જ બની શકે. તેથી પટાદિના પર્યાયોરૂપે પરિણમનનો નિષેધ કરવા માટે જ તે પરપર્યાયો ઘડાને ઉપયોગી છે. અને આ ઉપયોગિતાના કારણે જ તે પરપર્યાયો ઘડાના પપર્યાયો કહેવાય છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org