SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૯ જૈનમત (ગતિઓ), શરીરરૂપે પરિણત સમસ્ત યુગલો સાથે સંબંધ હોવો, અનાદિ અનન્ત હોવું, બધા જીવો સાથે બધા પ્રકારના સંબંધો હોવા, સંસારી હોવું, ક્રોધ વગેરે અસંખ્ય કષાયોથી વિકૃત થવું, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, ગ્લાનિ આ છ ભાવોનું હોવું, સ્ત્રીત્વ, પુરુષત્વ અને નપુંસકત્વ આ ત્રણ વેદોનું હોવું, મૂર્ખતા, અન્ધત્વ ઈત્યાદિ – આ બધા આત્માના ક્રમભાવી ધર્મો છે. 350. મુનિ તુ સિદ્ધર્વ સદીનૉર્વ જ્ઞાનવનીત્વપુલવીर्याण्यनन्तद्रव्यक्षेत्रकालसर्वपर्यायज्ञातृत्वदर्शित्वानि अशरीरत्वमजरामरत्वमरूपरसगन्धस्पर्शशब्दत्वानि निश्चलत्वं नीरुक्त्वमक्षयत्वमव्याबाधत्वं प्राक्संसारावस्थानुभूतस्वस्वजीवधर्माश्चेत्यादयः । [350. મુક્ત જીવોમાં સિદ્ધત્વ, સાદિ-અનન્તત્વ (સિદ્ધ અવસ્થાને આદિ તો છે પણ અન્ત નથી). જ્ઞાન, દર્શન, સમ્યક્ત્વ, સુખ, વીર્ય, અનન્ત દ્રવ્ય, ક્ષેત્ર અને કાળમાં રહેનાર સમસ્ત પર્યાયોનું જ્ઞાન અને દર્શન, અશરીરીપણું, અજરામરત્વ, રૂપ, રસ, ગબ્ધ. સ્પર્શ અને શબ્દથી રહિત હોવાપણું, નિશ્ચલતા, રોગરાહિત્ય, અવિનાશીપણું, નિબંધપણે સુખી હોવું, પહેલાં સંસારી અવસ્થામાં અનુભવેલ પોતપોતાના જીવત્વ આદિ સામાન્ય ધર્મો ઇત્યાદિ અનેક ધર્મો હોય છે. તેિથી જીવ દ્રવ્યમાં આ બધા ધર્મોની અપેક્ષાએ અસ્તિત્વનો તેમ જ આ બધા ધર્મોથી ભિન્ન પરધર્મોની અપેક્ષાએ નાસ્તિત્વનો વિચાર કરી લેવો જોઈએ.] 351. થર્માથવિનેિધ્વસંધ્યાસંસ્થાનત્તરપ્રવેશાર્વ સર્વનીवपुद्गलानां गतिस्थित्यवगाहवर्तनोपग्राहकत्वं तत्तदवच्छेदकावच्छेद्यत्वमवस्थितत्वमनाद्यनन्तत्वमरूपित्वमगुरुलघुतैकस्कन्धत्वं मत्यादिज्ञानविषयत्वं सत्त्वं दव्यत्वमित्यादयः । 351. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાલદ્રવ્યમાં ક્રમશઃ અસંખ્યાતપ્રદેશી, અસંખ્યાતપ્રદેશી, અનન્તપ્રદેશી અને એક પ્રદેશી હોવું, સર્વ જીવો અને સર્વ પુદ્ગલોની ગતિ, સ્થિતિ, અવગાહન (અવકાશપ્રાપ્તિ) અને વર્તનામાં (પરિણમનમાં) ઉપકારી (અપેક્ષા સહકારી કારણ) બનવું, ભિન્ન ભિન્ન પદાર્થોની (અવચ્છેદકોની) અપેક્ષાએ ઘટાકાશ, મઠાકાશ, ઘટકાલ, પ્રાતઃકાલ આદિ વ્યવહારોના વિષય (અવચ્છેદ્ય) બનવું, અવસ્થિત રહેવું, અનાદિ અનન્ત હોવું, અરૂપિ(અમૂર્તત્વ), અગુરુલઘુત્વ (ન ગુરુ કે ન લઘુ હોવું), અખંડ એક દ્રવ્ય હોવું, મતિજ્ઞાન આદિ જ્ઞાનના વિષય હોવું, સત્ત્વ, દ્રવ્યત્વ આદિ ધર્મો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy