________________
૪૮૩
જૈનમત ઘડો વ્યાવૃત્ત થાય છે એટલે તે અનન્ત પદાર્થો ઘડાના પરધર્મો છે.
336. परिमाणतश्च तत्तद्रव्यापेक्षया तस्याणुत्वं महत्त्वं इस्वत्वं दीर्घत्वं चानन्तभेदं स्यादित्यनन्ताः स्वधर्माः । ये सर्वद्रव्येभ्यो व्यावृत्त्या तस्य परपर्यायाः संभवन्ति ते सर्वे पृथक्त्वतो ज्ञातव्याः । दिग्देशतः परत्वापरत्वाभ्यां तस्य घटस्यान्यान्यानन्तद्रव्यापेक्षयासनतासनतरतासनतमता दूरता दूरतरता दूरतमता एकद्वयाद्यसंख्यपर्यन्तयोजनैरासन्नता दूरता च भवतीति स्वपर्याया अनन्ताः । अथवा परवस्त्वपेक्षया स पूर्वस्यां तदन्यापेक्षया पश्चिमायां स इत्येवं दिशो विदिशश्चाश्रित्य दूरासन्नादितयाऽसंख्याः स्वपर्यायाः ।
336. પરિમાણ અર્થાત્ માપની અપેક્ષાએ પણ ઘડામાં સ્વધર્મો અને પરધર્મો હોય છે. ઘડો કેટલાંક મોટા મકાન આદિ દ્રવ્યોની અપેક્ષાએ નાનો, નાના લોટાની અપેક્ષાએ મોટો, તથા લાંબો, ટૂંકો આદિ અનન્ત પ્રકારના માપવાળો કહી શકાય, તે બધા તેના સ્વધર્મો છે, તે સિવાયના અન્ય બધાં દ્રવ્યોની વ્યાવૃત્તિથી થતા અન્ય બધા તેના પરધર્મો છે. ઘડો જે સમસ્ત પર પદાર્થોથી પૃથક્ છે તે બધા ઘડાના પરપર્યાયો છે. આ છે પૃથકત્વની અપેક્ષાએ સ્વપર્યાયો (સ્વધર્મો) અને પરપર્યાયોનું (પરધર્મોનું) નિરૂપણ. તે ઘડામાં અન્ય અનન્ત દ્રવ્યોની અપેક્ષાએ નજીક, બહુ નજીક, અત્યન્ત નજીક, દૂર, બહુ દૂર, અત્યન્ત દૂર, એક યોજન, બે યોજન આદિ અસંખ્ય યોજન દૂર, તથા એક, બે, ત્રણ, ચાર આદિ અસંખ્ય યોજન નજીક ઇત્યાદિ દિશા અને દેશની અપેક્ષાએ અનન્ત વ્યવહારો થાય છે, તે બધા ઘટના સ્વધર્મ છે. અથવા, ઘડો કોઈ વસ્તુની અપેક્ષાએ પૂર્વમાં, કોઈની અપેક્ષાએ પશ્ચિમમાં, કોઈની અપેક્ષાએ ઉત્તરમાં, તો કોઈની અપેક્ષાએ દક્ષિણમાં હોય છે, આમ દિશાઓ અને વિદિશાઓને અનુલક્ષીને સમીપતા-પૂરતાની દષ્ટિએ ઘડાના અસંખ્ય સ્વપર્યાયો થાય છે.
_337. વનતિશ પરત્વાપરત્વાગ્યાં સર્વવ્યંગઃ ક્ષત્નિવયટી ત્રિસિંवर्षयुगादिभिर्घटस्य पूर्वत्वेन परत्वेन चानन्तभेदेनानन्ताः स्वधर्माः ।
337. કાલની દષ્ટિએ તે જ ઘડો કોઈ પદાર્થથી એક ક્ષણ પુરાણો છે, કોઈથી બે ક્ષણ, કોઈથી એક ઘડી, બે ઘડી, એક દિન, માસ,વર્ષ, યુગ આદિ પુરાણો છે, તો વળી તે જ ઘડો કોઈ પદાર્થથી એક, બે, ત્રણ આદિ ક્ષણ નવો કોઈથી એક દિન, માસ, વર્ષ, યુગ આદિ નવો છે. તાત્પર્ય એ કે ઘડો અન્ય પદાર્થોની અપેક્ષાએ એક ક્ષણથી લઈ અનન્ત વર્ષો નવો યા પુરાણો હોય છે, તેથી તે બધા ઘડાના અનન્ત સ્વધર્મો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org