________________
જૈનમત
૪૪૯ પહેલો પક્ષ અસિદ્ધ છે કેમ કે તીર્થકરની માતા વગેરેને તો જયારે મોટા મોટા ઇન્દ્રો પણ આવીને વંદન કરે છે ત્યારે સામાન્ય પુરુષોની તો વાત જ ક્યાં રહી? જો તેમનાથી અધિક ગુણી પુરુષો દ્વારા અવન્ત હોવાથી સ્ત્રીઓ પુરુષોથી હીન હોય અને તેથી તેઓ મોક્ષ માટે અયોગ્ય હોય તો તીર્થકર ગણધરોને વન્દન કરતા નથી એટલે ગણધરો પણ હીનના વર્ગમાં આવી જાય અને પરિણામે તેઓ પણ મોક્ષ માટે અયોગ્ય બની જાય. વળી, જયારે તીર્થંકર પોતે શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘને વન્દન કરે છે જ અને સંઘ અંતર્ગત હોવાથી શ્રમણીઓ અને શ્રાવિકાઓ પણ તીર્થકરવન્ધ બની જ જાય છે, તો પછી સ્ત્રીઓ પુરુષોથી હીન કેવી રીતે ગણાય?
287. अथ स्मारणाद्यकर्तृत्वेनेति पक्षः; तदाचार्याणामेव मुक्तिः स्यान्न शिष्याणां तेषां स्मारणाद्यकर्तृत्वात् ।।
287. જો સ્ત્રીઓ પઠન પાઠન યા પાઠનું સ્મરણ કરાવી શકતી ન હોવાના કારણે પુરષોથી હીન હોય અને તેથી મોક્ષ માટે અયોગ્ય હોય તો પછી પઠનપાઠન કરાવનારા આચાર્યો જ મોક્ષ પામે અને ભણનારા શિષ્યોનો મોક્ષ ન થાય કારણ કે શિષ્યો પઠનપાઠન કે પાઠસ્મરણ કરાવી શકતા નથી.
[288. મથાદ્ધિત્વેનેતિ પક્ષ, સોfજ નરક્ષક, તો રિક્ષામપિ केषांचिन्मुक्तिः श्रूयते केषांचिन्महद्धिकाणामपि चक्रवर्त्यादीनां तदभावः ।
288. સ્ત્રીઓ કોઈ મહા ઋદ્ધિ ધરાવતી ન હોવાના કારણે પુરુષથી હીન છે અને પરિણામે મોક્ષ માટે અયોગ્ય છે એમ કહેવામાં તો જૈન શાસનનું અજ્ઞાન જ પ્રગટ થાય છે. વીતરાગી મોક્ષનો ઋદ્ધિ સાથે કોઈ જ સંબંધ નથી. ઘણી દરિદ્ર વ્યક્તિઓ મોક્ષ પામી છે જ્યારે ઘણી બધી ઋદ્ધિ (સમૃદ્ધિ) ધરાવનારા ચક્રવર્તી વગેરે મોક્ષે જઈ શક્યા નથી પણ સંસારચક્રમાં જ ફસાયેલા રહ્યા છે.
(289. મળ માર્ષિવત્તેતિ, તપ ર યુક્તમ્, નારહાभिर्व्यभिचारात् ।
_289. સ્ત્રીઓમાં પ્રકૃષ્ટ છળકપટ અર્થાત્ માયાચાર હોવાથી તેઓ પુરુષથી હીન છે અને એ કારણે તેઓ મોક્ષ માટે અયોગ્ય છે એમ કહેવું પણ ઉચિત નથી, કેમ કે અત્યન્ત કલહપ્રિય નારદ અને ઘોર હિંસક દઢપ્રહારી આદિમાં કષાયોનો પ્રકર્ષ હોવા છતાં પણ તેઓ પુરુષોમાં હીન ગણાતા ન હતા અને તેમનામાં મુક્તિની યોગ્યતાનો અભાવ પણ ન હતો. આમ સ્ત્રીઓને હીન અને મોક્ષ માટે અયોગ્ય ગણવા માટે માયાદિપ્રકર્ષરૂપ જે હેતુ આપવામાં આવ્યો છે તે નારદ, દઢપ્રહારી વગેરે સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org