________________
૪૫૦
તર્કરહસ્યદીપિકા વ્યભિચારી છે.
290. तन्न हीनत्वं कथमपि स्त्रीणां जाघटीतीति हीनत्वादित्यसिद्धो हेतुः । ततश्चाविगानेन पुरुषाणामिव योषितामपि निर्वाणं प्रतिपत्तव्यम् । प्रयोगश्चात्र- अस्ति स्त्रीणां मुक्तिः, अविकलकारणवत्त्वात्, पुंवत्, तत्कारणानि सम्यग्दर्शनादीनि स्त्रीषु संपूर्णान्युपलभ्यन्ते । ततो भवत्येव स्त्रीणां मोक्ष इति सुस्थितं मोक्षतत्त्वम् । एतेन ।
290. આ રીતે કોઈ પણ રીતે સ્ત્રીઓ પુરુષથી હીન (કમજોર) સિદ્ધ થતી નથી. એટલે સ્ત્રીઓને મોક્ષ માટે અયોગ્ય સિદ્ધ કરવા આપેલો હીનત્વ હેતુ અસિદ્ધ છે. સ્ત્રીઓને હીન માનવી એ જ અસિદ્ધ છે. તેથી નિર્વિવાદપણે માનવું જોઈએ કે સ્ત્રીઓ પણ પુરુષોની જેમ મોક્ષને પામે છે. અનુમાનપ્રયોગ-સ્ત્રીઓનો મોક્ષ થાય છે, કેમ કે સ્ત્રીઓમાં પુરુષોની જેમ જ મોક્ષનાં કારણોની સમગ્રતા તથા પૂર્ણતા હોય છે. મોક્ષનાં કારણો છે સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર. આ ત્રણે કારણો પુરુષોની જેમ જ સ્ત્રીઓમાં પણ સંપૂર્ણ (અવિક્લ) પ્રાપ્ત થાય છે. તેથી સ્ત્રીઓનો મોક્ષ થાય છે જ, એમાં કોઈ શંકા નથી. આ રીતે મોક્ષતત્ત્વનું નિરૂપણ પુરું થયું. 291. “જ્ઞાનિનો ધર્મતીર્થ સ્તર પર પમ્ |
गत्वागच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ॥१॥" इति परपरिकल्पितं पराकृतम् ॥५२॥
291. (જે આ મોક્ષાવસ્થા પ્રાપ્ત કરે છે તે તે અવસ્થામાં જ અનન્ત કાળ રહે છે. તે કદી પણ તે અવસ્થામાંથી પાછો સંસારી અવસ્થામાં આવતો નથી.] તેથી અન્ય મતવાદીઓનો આ મત નિરસ્ત થઈ જાય છે કે – “ધર્મતીર્થના પ્રવર્તક જ્ઞાની જીવ પોતાના ધર્મની હાનિ યા તિરસ્કાર જોઈને મોક્ષમાંથી પાછા અવતાર લઈને સંસારમાં આવે છે.”(પ૨). 292. પ્રતાનિ નવ તત્ત્વનિ : શ્રત્તેિ સ્થિરાયઃ |
सम्यक्त्वज्ञानयोगेन तस्य चारित्रयोग्यता ॥५३॥ 292. આ નવ તત્ત્વો પર જે સ્થિરચિત્તથી અને અડગ શ્રદ્ધાથી વિશ્વાસ કરે છે તેનામાં સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થઈ જવાથી સમ્યફચારિત્રની યોગ્યતાનો વિકાસ થવા લાગે છે. (૫૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org