________________
૪૪૮
તર્કરહસ્યદીપિકા
પણ શબ્દનો ઉચ્ચાર કર્યા વિના ચૂપચાપ મોક્ષે જતા રહે છે તે, મોક્ષે નહિ જઈ શકે. આમ સ્ત્રી મોક્ષે જઈ શકતી નથી એ સિદ્ધ કરવા આપેલા આ હેતુનો મૂક કેવલી સાથે વ્યભિચાર છે.
285. तथाल्पश्रुतत्वेनेति पक्षस्त्वनुद्घोष्य एव; मुक्त्यवाप्यानुमितविशिष्टसामथ्र्यैर्माषतुषादिभिरनैकान्तिकत्वात्, तन्न विशिष्टसामर्थ्यासत्त्वं
स्त्रीणां घटते ।
285. વળી, સ્ત્રીઓમાં પૂર્ણ શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ન હોઈ તેમનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે અને એ કારણે સ્ત્રીઓને પુરુષથી હીન માની સ્ત્રીને મોક્ષ માટે અયોગ્ય ન માની શકાય. કેમ ? સૌપ્રથમ તો સ્ત્રીઓમાં પૂર્ણશ્રુતજ્ઞાનના અભાવની અર્થાત્ સ્ત્રીઓમાં અલ્પશ્રુત હોવાની વાત જ છેડવી ન જોઈએ કેમ કે મોક્ષની સાથે પૂર્ણ શ્રુતજ્ઞાનની કોઈ વ્યાપ્તિ નથી. જેમને કેવળ ‘અડદનો દાણો અને તેના ઉ૫૨નું ફોતરું બન્ને જુદાં છે, અલગ છે' એટલું જ ભેદજ્ઞાન હતું એવા માઋતુષ આદિ મુનિઓએ પણ મોક્ષ પ્રાપ્ત કર્યો છે, તેથી શ્રુતજ્ઞાનની પૂર્ણતા કે અપૂર્ણતાનો મોક્ષની સાથે કોઈ અવિનાભાવસંબંધ નથી. આમ સ્ત્રીઓની મોક્ષપ્રાપ્તિની અયોગ્યતા માટે આપેલો અલ્પશ્રુતજ્ઞાન હેતુ અનૈકાન્તિક છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે તો આંતરિક ભાવશ્રુતરૂપ વિશિષ્ટ શક્તિ જોઈએ જે સ્ત્રીઓમાં સંભવે જ છે. તેથી અલ્પશ્રુતજ્ઞાન હોવાના કારણે મોક્ષપ્રાપ્તિના અભાવનો નિયમ માઋતુષાદિ સાથે વ્યભિચારી છે. આમ પૂર્ણશ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય સ્ત્રીઓમાં ન હોઈ તેમનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે અને એ કારણે સ્ત્રીઓને પુરુષથી હીન ગણી તેમને મોક્ષપ્રાપ્તિ માટે અપોગ્ય ગણવી એ ઉચિત નથી.
286. नापि पुरुषानभिवन्द्यत्वेन स्त्रीणां हीनत्वम्, यतस्तदपि किं सामान्येन गुणाधिकपुरुषापेक्षया वा । आद्योऽसिद्धः, तीर्थंकरजनन्यादयो हि शक्ररपि पूज्यन्ते किमन्यैः शेषपुरुषैः । द्वितीयश्चेत्; तदा गणधरा अपि तीर्थंकरैर्नाभिवन्द्यन्त इति तेषामपि हीनत्वान्मोक्षो न स्यात् । तथा चतुवर्णस्य सङ्घस्य तीर्थंकरैर्वन्द्यत्वात्सङ्घान्तर्गतत्वेन संयतीनामपि तीर्थंकरवन्द्यत्वाभ्युपगमात्कथं स्त्रीणां हीनत्वम् ।
286. ‘પુરુષો વડે વંદન કરાવા યોગ્ય નથી અર્થાત્ પુરુષોને માટે વંઘ નથી, તેથી સ્ત્રીઓ પુરુષોથી હીન છે’ એમ કહેવું પણ યોગ્ય નથી, કેમ કે સ્ત્રીઓ સામાન્યતઃ જ બધા પુરુષો દ્વારા અવન્ધ છે કે કોઈ તેમનાથી વિશિષ્ટ ગુણી પુરુષ દ્વારા અવન્ધ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org