________________
૪૪૨
તકરહસ્યદીપિકા जीवसंसक्तिहेतुत्वेन; तर्हि शरीरस्यापि जीवसंसक्तिहेतुत्वात्परिग्रहहेतुत्वमस्तु, कृमिकण्डूकाद्युत्पादस्य तत्र प्रतिप्राणिप्रतीतत्वाद् । अथास्ति, परं यतना तत्र विधीयते, तेनायमदोष इति चेत् तर्हि वस्त्रेऽप्ययं न्यायः किं काकैर्भक्षितः। वस्त्रस्यापि यतनयैव सीवनक्षालनादिकरणेन जीवसंसक्तिनिवारणात् । तन्न वस्त्रसद्भावेन चारित्रासंभवः ।
280. શ્વેતામ્બર–તમારા ઉપરના કથનથી એ તાત્પર્ય સહજ નીકળે છે કે કપડાં પહેરવા માત્રથી સ્ત્રીઓમાં ચારિત્રનો અભાવ નથી થઈ જતો, કપડાં પહેરવાં એ તો તેમના સંયમપાલનમાં આહારપાણીની જેમ ઉપકારી છે.
વસ્ત્રની ગણતરી પરિગ્રહમાં કરવામાં આવે છે, તેથી તે ચારિત્રમાં બાધક બનશે, તેને પહેરવાથી ચારિત્રપાલન ન થાય' – આ કથન પણ વિચારણીય છે. તમે દિગમ્બરો જ બતાવો કે વસ્ત્ર પરિગ્રહ શા કારણે છે? શું તે મમત્વભાવ ઉત્પન્ન કરે છે તેથી પરિગ્રહ છે, કે ધારણ કરવા માત્રથી પરિગ્રહ છે, કે સ્પર્શ કરવા માત્રથી પરિગ્રહ છે, કે જીવોની ઉત્પત્તિનું સ્થાન હોવાથી પરિગ્રહ છે? જો વસ્ત્ર મમત્વભાવનું કારણ હોવાથી પરિગ્રહ છે એમ તમે કહેતા હો તો કહો કે શરીર પણ મમત્વભાવનું કારણ છે કે નહિ? “શરીર મમત્વભાવનું કારણ નથી' એમ કહેવું તો નિતાત્ત અસત્ય છે, કેમ કે શરીર તો વસ્ત્રથી પણ અધિકાધિક દુર્લભ છે. વસ્ત્રને ફેંકી દીધા પછી પણ બીજું ઈચ્છાનુકૂલ વસ્ત્ર મળી શકે છે, વસ્ત્ર અત્યન્ત બાહ્ય છે. પરંતુ શરીરને છોડી દીધા પછી બીજું ઇચ્છાનુકૂલ શરીર મળી શકવું અસંભવ છે, શરીર અન્તરંગ છે. તેથી અત્યન્ત ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે શરીર તો વસ્ત્રથી પણ અનેક ગણી અધિક મમતા ઉત્પન્ન કરી શકે છે અને કરે પણ છે. જો શરીર વસ્ત્રની જેમ જ મમત્વભાવનું ઉત્પાદક કારણ છે તે પહેલાં શરીરને જ કેમ છોડી દેતા નથી? શું તેને છોડવું વસ્ત્રને છોડવા જેવું અત્યન્ત કઠિન છે માટે કે પછી તે સંયમસાધક હોઈને મોક્ષનું કારણ બને છે માટે? જો શરીરને છોડવું અત્યન્ત કઠિન હોય તો “બધા પુરુષોને શરીર છોડવું અત્યન્ત કઠિન છે' એમ તો ન કહી શકાય, કેમ કે ઘણા બધા સાહસી પુરુષો ધર્મ ખાતર અગ્નિમાં પ્રવેશીને, પર્વત ઉપરથી પડીને આદિ રીતે ખુશીથી શરીર છોડી દે છે. જો કેટલાક હનશક્તિ પુરુષોને માટે શરીર છોડવું અત્યન્ત કઠિન હોય તો વસ્ત્રનો ત્યાગ કરવો કેટલાકને માટે જ અત્યન્ત કઠિન હોય છે. તેથી શરીરની જેમ જવસ્ત્રને છોડવાનો પણ આગ્રહ ન રાખવો જોઈએ. જો શરીર મુક્તિ સાધી આપનાર હોવાથી અપરિહાર્ય છે. તો વસ્ત્ર પણ કેટલાક વૃદ્ધ, દુર્બળ આદિ શક્તિહીન પુરુષ સાધકોને સ્વાધ્યાય, સંયમ આદિની પ્રવૃત્તિમાં સ્થિર કરે છે, ટકાવી રાખે છે, અને આ રીતે તેમને માટે શરીરની
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org