SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૩૧ સિવાય બાકીના બધા પદાર્થ પરાયા મનાય. અને આ સ્વ અને પરનો ભેદ યા વિભાગ ઊભો થતાં જ સ્વનો અર્થાત્ પોતાનાનો પરિગ્રહ(રાગ) અને પરનો ષ જન્મે છે. આ રાગ અને દ્વેષના હોતાં જ ક્રોધ, માન, કામ, લોભ આદિ અનેક દોષો પણ તે બેની પાછળ પાછળ આવે જ છે કેમ કે તે બધા દોષો તે બેનો જ વિસ્તાર છે અને વિસ્તાર છે."[પ્રમાણવાર્તિક, ૧. ૨૧૯-૨૨૧]. તેથી મુક્તિ ઈચ્છતી વ્યક્તિએ પુત્ર, પત્ની આદિને અને પોતાના ખુદના સ્વરૂપને અનાત્મક (આત્મશૂન્ય), અનિત્ય, અશુચિ તથા દુઃખરૂપ ચિંતવવા જોઈએ, અને શ્રુતમથી (શાસ્ત્રાભ્યાસપૂર્વિકા) ભાવના અને ચિન્તામયી (ચિત્તન-મનનપૂર્વિકા) ભાવના વડે તે વિચારોને દઢ કરવા જોઈએ. આવી ભાવના ભાવવાથી સ્ત્રી પુત્રાદિમાંથી તથા પોતાના આત્મામાંથી મમત્વ દૂર થઈ જતાં, તેમજ વિશેષ અભ્યાસ દૃઢ થતાં તેમના પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થશે. આ વૈરાગ્યથી અવિદ્યા અને તૃષ્ણારૂપ આગ્નવયુક્ત ચિત્તસંતતિ જ જેનું સ્વરૂપ છે તે સંસારનો નાશ થઈ જશે. સામ્રવ અર્થાત્ અવિદ્યા-તૃષ્ણાયુક્ત ચિત્તસત્તતિનો નાશ જ મુક્તિ છે, નિર્વાણ છે. (266. ૩થ તદ્ધવિનામાવેf યેવલ્સેશનક્ષત્તા સ ર્મप्रक्षयान्मोक्षो भविष्यतीति चेत्, न; कायक्लेशस्य कर्मफलतया नारकादिकायसंतापवत् तपस्त्वायोगात् । विचित्रशक्तिकं च कर्म, विचित्रफलदानान्यथानुपपत्तेः । तच्च कथं कायसंतापमात्रात् क्षीयते, अतिप्रसङ्गात् । (266. શંકા- આ પ્રકારની અનિત્યભાવના, દુઃખભાવના આદિ ભાવનાઓ ભાવ્યા વિના પણ જ્યારે કાયક્લેશરૂપ તપ દ્વારા સમસ્ત કર્મોનો નાશ કરીને પણ જીવ મુક્તિ પામી શકે છે ત્યારે તમે ભાવનાઓ ઉપર જ ભાર કેમ આપો છો? બૌદ્ધ ઉત્તર–જેવી રીતે નરકનાં દુ:ખો પૂર્વકૃત કર્મોનાં ફળો છે તેવી રીતે કાયક્લેશ પણ પૂર્વકૃત કર્મોનું જ ફળ છે, તેને તપ ન કહી શકાય. તપ તો ઇચ્છાઓનો નિરોધ કરીને સ્વયં કરવામાં આવે છે પણ આ કાયક્લેશ તો પૂર્વકૃત કર્મના ફળરૂપે થાય છે, કરવામાં નથી આવતો. કર્મની વિચિત્ર શક્તિઓ છે જેમનાથી કાયક્લેશ આદિ અનેક જાતનાં ચિત્રવિચિત્ર ફળો મળે છે. આવાં વિચિત્ર ફળો દેનારાં વિચિત્ર શક્તિવાળાં કર્મો – બધાં જ– મામૂલી કાયક્લેશરૂપ તપથી કેવી રીતે નાશ પામી શકે? પામી શકે એમ માનવામાં અતિપ્રસંગદોષ યા અવ્યવસ્થાનો દોષ રહેલો છે. 267. अथ तपः कर्मशक्तीनां संकरेण क्षयकरणशीलमिति कृत्वा एकरूपादपि तपसश्चित्रशक्तिकस्य कर्मणः क्षयः । नन्वेवं स्वल्पक्लेशेनो Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy