SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા ततो मुक्तिमिच्छता पुत्रकलत्रादिकं स्वरूपं चानात्मकमनित्यमशुचि दुःखमिति श्रुतमय्या चिन्तामय्या च भावनया भावयितव्यम् एवं भावयतस्तत्राभिष्वङ्गाभावादभ्यासविशेषाद्वैराग्यमुपजायते, ततः सास्त्रवचित्तसंतानलक्षणसंसारविनिवृत्तिरूपा मुक्तिरुपपद्यते । 265. બૌદ્ધો કહે છે— જ્યારે ક્ષણિક જ્ઞાનક્ષણોની ધારા સિવાય કોઈ સ્થાયી આત્મા જેવી વસ્તુનું અસ્તિત્વ જ નથી ત્યારે તમે જૈનો મુક્તિમાં કોને જ્ઞાનાદિ સ્વભાવવાળો સિદ્ધ કરવા માગો છો ? જો કોઈ જ્ઞાન આદિ સ્વભાવમાં રહેનાર અન્વયી સ્થિર આત્મા હોત તો તે જ મોક્ષમાં અનન્તજ્ઞાન આદિ સ્વભાવને ધારણ કરી લેત. પરંતુ જ્ઞાનધારાને છોડી આત્મા નામનો કોઈ સ્થિર પદાર્થ જ નથી. સાચી વાત તો એ છે કે આત્મદર્શીની અર્થાત્ આત્માનું અસ્તિત્વ માનનારની મુક્તિ થવી સંભવતી જ નથી. જે આત્માને નિત્ય અર્થાત્ સદા રહેનાર સ્થિર દેખે છે તેને આત્મામાં નિત્યત્વ (સ્વૈર્ય) આદિ ગુણો જોવાના કારણે રાગ અવશ્ય થવાનો જ. જ્યારે આત્મામાં રાગ થશે ત્યારે તે આત્માનાં સુખોની તીવ્ર ઇચ્છા કરતો આત્માના સુખો માટે પ્રયત્નો કરશે અને સુખનાં સાધનો ભેગાં કરશે. તે સુખોમાં અને સુખનાં સાધનો ભેગાં કરવામાં થતાં હિંસા આદિ દોષોની તરફ આંખો બંધ કરી તેમનામાં ગુણોનો આરોપ કરી ગુણો જ ગુણો દેખશે અને તેમનામાં ગુણો જ દેખતો તે તેમને જ ઇછ્યા કરશે, તેમને ઇચ્છતો તે મમત્વપૂર્વક ‘આ મારાં છે' એવી બુદ્ધિથી સુખનાં સાધનભૂત સ્ત્રી, ધનધાન્યનો સંગ્રહ કરશે અને કરોળિયાની જાળમાં માંખી ફસાય તેમ તે સંસારજાળમાં ફસાતો જ જશે. તાત્પર્ય એ કે સંસારનું મૂળ આત્મદર્શન જ છે. સૌ પદાર્થોને આત્મા ખાતર જ ભેગા કરે છે, જો આત્મા તરફથી દૃષ્ટિ હઠી જાય તો કોઈ કોના ખાતર આ સંસારચક્રમાં પડે ?, પછી તો ‘નહિ રહે વાંસ અને નહિ રહે વાંસળી’ વાળી વાત થશે. કહ્યું પણ છે કે— “જે નિત્ય આત્માને દેખે છે તેને આત્મામાં ‘હું’ એવો શાશ્વત રાગ થાય છે, આત્મામાં રાગ થવાથી તેને આત્માના સુખની તીવ્ર ઇચ્છા જાગે છે, જેના તરફ રાગ થાય તેને સુખી કરવાની ઇચ્છા જાગે જ, આત્માના સુખની તીવ્ર ઇચ્છા અર્થાત્ તૃષ્ણા તેને સુખોમાં અને સુખનાં સાધનો ભેગાં કરવામાં થતા હિંસા આદિ દોષોની ઉપેક્ષા કરી તેમનામાં ગુણોને જ જોતો કરે છે. સુખોમાં અને સુખસાધનોમાં ગુણોને દેખતો તે તેમની જ તૃષ્ણા કરે છે અને મમત્વપૂર્વક ‘આ મારાં છે’ એવી બુદ્ધિથી (સ્ત્રી, ધન આદિ) સુખનાં સાધનોનો સંગ્રહ કરે છે. તાત્પર્ય એ કે જ્યાં સુધી ‘આત્મા છે’ એવો દુરાગ્રહ ચિત્તમાં રહે છે ત્યાં સુધી સંસાર રહે છે, સંસારનું મૂળ જ આત્માભિનિવેશ છે. જ્યારે આપણે કોઈ એકને ‘પોતાનો આત્મા' માની લઈએ છીએ ત્યારે એ સ્વાભાવિક જ છે કે તેના ૪૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy