SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૨૭ 262. ત્રિ, મયમાત્મા પ્રતિમુપવિતાના પૂર્વાવસ્થા રહાત, નવા आद्ये अनित्यत्वापत्तिः । द्वितीये तदुपादानमेव दुर्घटम् । न हि बाल्यावस्थामत्यजन् देवदत्तस्तरुणत्वं प्रतिपद्यते । तत्र कथमपि सांख्यमते प्रकृतिसंयोगो घटते ततश्च संयोगाभावाद्वियोगोऽपि दुर्घट एव, संयोगपूर्वकत्वाद्विયોજાયા 262. વળી, આ આત્મા (પુરુષ) જે સમયે પ્રકૃતિને ગ્રહણ કરે છે તે સમયે તે પોતાની એકલાપણાની પૂર્વાવસ્થાને છોડી દે છે કે નહિ? જો તે પોતાની એકલાપણાની પૂર્વાવસ્થાને છોડી દે છે એ પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તો આત્મામાં પરિવર્તન થવાથી તે અનિત્ય બની જશે. જો તે પોતાની એકલાપણાની પૂર્વાવસ્થાને નથી છોડતો એ બીજો પક્ષ સ્વીકારવામાં આવે તો તેનું પ્રકૃતિને ગ્રહણ કરવું અર્થાત એકલામાંથી બેકલા થવું ઘટશે નહિ. જે દેવદત્તે બાળપણછોડ્યું નથી તે યુવાન કેવી રીતે બની શકે? યુવાનીનું આગમન બાળપણના ગયા વિના શક્ય જ નથી. જ્યાં સુધી પુરષ પોતાનું કુંવારાપણું એકલાપણું છોડશે નહિ ત્યાં સુધી તે પ્રકૃતિ સખીનો સંગી બની શકશે નહિ. આમ સાંખ્યમતમાં પ્રકૃતિપુરુષસંયોગ કોઈ પણ રીતે સિદ્ધ થતો નથી. જ્યારે પ્રકૃતિપુરુષસંયોગ જ નથી ત્યારે પ્રકૃતિપુરષવિયોગરૂપ મોક્ષનો સંભવ જ ક્યાંથી હોય? પ્રકૃતિપુરુષવિયોગરૂપ મોક્ષ ઘટે જનહિ, કેમ કે વિયોગ હમેશા સંયોગપૂર્વક જ થાય છે. 263. વિત્ત, યદુ “વિવેવઃ ' ફત્યાતિ, તવિવાતિ મનીયમ तत्र केयं ख्याति म प्रकृतिपुरुषयोः स्वेन स्वेन रूपेणावस्थितयोर्भेदेन प्रतिभासनमिति चेत्; सा कस्य-प्रकृतेः पुरुषस्य वा । न प्रकृतेः तस्या असंवेद्यपर्वणि स्थितत्वादचेतनत्वादनभ्युपगमाच्च । नाप्यात्मनः, तस्याप्यसंवेद्यपर्वणि स्थितत्वात् । 263. ઉપરાંત, પ્રિકૃતિપુરુષવિયોગના અર્થાત્ મોક્ષના કારણ તરીકે તમે સાંખ્યોએ વિવેકજ્ઞાનની (ભેદજ્ઞાનની) જે વાત કરી છે તે અવિચારિતરમણીય છે. તમે જ કહો કે આ વિવેકખ્યાતિ યા વિવેકજ્ઞાનનો અર્થ શો છે? પોતપોતાના સ્વરૂપમાં સ્થિત પ્રકૃતિ અને પુરુષને ભિન્ન જાણવાં એ જ જો વિવેકજ્ઞાન હોય તો એવું વિવેકજ્ઞાન કોને થાય છે? પ્રકૃતિને કે પુરુષને? પ્રકૃતિને તો આવું વિવેકજ્ઞાન થઈ શકે નહિ કેમ કે તે અસંવેદ્યપર્વમાં – જયાં કોઈ પણ પદાર્થનું જ્ઞાન થતું નથી ત્યાં – સ્થિત છે અર્થાત જ્ઞાનશૂન્ય છે, અચેતન છે, જડ છે અને તમે પણ પ્રકૃતિને વિવેકજ્ઞાન થાય છે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy