________________
૪૨૬
તર્કરહસ્યદીપિકા त्मसंयोगो निरस्तः । अथ निर्हेतुकः तर्हि मुक्तात्मनोऽपि प्रकृतिसंयोगप्रसङ्गः।
26. વળી, તમે જ બતાવો કે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ કોણે કર્યો? શું પ્રકૃતિએ ર્યો કે પુરુષે? શું પ્રકૃતિ પુરુષ પર ખુશ થઈ ગઈ કે પુરુષ પ્રકૃતિ ઉપર મોહિત થઈ ગયો? જો પ્રકૃતિએ પોતે જ સંયોગ કર્યો હોય તો પ્રકૃતિ સર્વવ્યાપી હોઈ મુક્ત પુરુષો સાથે પણ તે સંયોગ કરે અર્થાત્ મુક્ત પુરુષો સાથે પ્રકૃતિના સંયોગની આપત્તિ આવે. જો આત્માએ જ પ્રકૃતિ ઉપર મોહિત થઈને પ્રકૃતિ સાથે સંબંધ કર્યો હોય તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા પ્રકૃતિ ઉપર શા કારણે મોહિત થયો અને કયા પ્રયોજનથી તેણે પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ બાંધ્યો? આત્માના પ્રકૃતિ સાથેના આ સંયોગનું કોઈ કારણ છે કે નહિ? જો કોઈ કારણ હોય તો તે કારણ કાં તો પ્રકૃતિ હોય કાં તો પુરુષ, તે બેથી ભિન્ન કોઈ ત્રીજી વસ્તુ તો છે જનહિ જે તેમના સંયોગનું કારણ બની શકે. જો પ્રકૃતિ જ કારણ હોય તો જેવી રીતે પ્રકૃતિ સંસારી આત્માના પ્રકૃતિ સાથેના સંયોગનું કારણ બને છે તેવી રીતે પ્રકૃતિ મુક્ત આત્માના પ્રકૃતિ સાથેના સંયોગનું કારણ કેમ નથી બનતી? અર્થાત્ જેવી રીતે પ્રકૃતિ સંસારી આત્માને પોતાની સાથે સંયુક્ત કરે છે તેવી રીતે મુક્ત આત્માને પોતાની સાથે સંયુક્ત કેમ નથી કરતી? પ્રકૃતિસંયોગ પહેલાં તો સંસારી અને મુક્ત બન્ને આત્માઓ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ છે, તેમનામાં કોઈ એવી વિશેષતા નથી કે જેથી તે નિયામક તરીકે કાર્ય કરે અને પ્રકૃતિને સંસારી આત્મા સાથે સંયુક્ત થવા પ્રેરે અને મુક્ત આત્મા સાથે સંયુક્ત થતા રોકે. જો આત્મા (પુરુષ) પ્રકૃતિ-પુરુષના સંયોગમાં કારણ હોય તો તે આત્મા જ્યારે પ્રકૃતિપુરુષસંયોગમાં કારણ બને છે ત્યારે શું તે એકલો જ, પ્રકૃતિ વિના, કારણ બને છે કે પ્રકૃતિ સહિત કારણ બને છે? જો આત્મા પ્રકૃતિ સહિત પ્રકૃતિપુરુષસંયોગમાં કારણ બનતો હોય તો “આ પ્રકૃતિ સહિતપણું અર્થાત્ પ્રકૃતિસંયોગનું કારણ શું છે –પ્રકૃતિ છે કે આત્મા છે?' આ જ પ્રશ્ન વારંવાર ઊભો થતો જ રહેવાનો, તેનો અત્ત જ નહિ આવવાનો, પરિણામે અનવસ્થાદૂષણ થશે. જો પુરુષ એકલો જ પ્રકૃતિપુરુષસંયોગમાં કારણ બનતો હોય તો તેનો તે જ પ્રશ્ન વારંવાર ઊભો થતો જ રહેશે કે – “પ્રકૃતિ રહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પુરુષ શાથી પ્રકૃતિપુરુષસંયોગમાં કારણ બને છે? તેમાં કોઈ હેતુ છે કે નહિ?' આ પ્રમાણે આ પ્રશ્ન ચાલુ જ રહેશે, અટકશે નહિ, પરિણામે અનવસ્થાદોષ આવી પડશે. આમ પ્રકૃતિપુરુષસંયોગ સહેતુક તો સિદ્ધ થતો નથી કેમ કે ઉપર દર્શાવ્યું તેમ પ્રકૃતિપુરુષસંયોગનું કારણ ન તો પ્રકૃતિ ઘટે છે કે ન તો પુરુષ ઘટે છે અને પ્રકૃતિ અને પુરુષ સિવાય કોઈ ત્રીજી વસ્તુ તો છે નહિ.] જો પ્રકૃતિપુરુષસંયોગને નિર્દેતુક માનવામાં આવે તો મુક્ત આત્માને પણ પ્રકૃતિસંયોગ હોવાની આપત્તિ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org