________________
જૈનમત
૪૧૭ 254. અમે જૈનો આ વૈશેષિક મતનું ખંડન કરીએ છીએ. વૈશેષિકોએ નવ આત્મવિશેષગુણોના ઉછેદને સિદ્ધ કરવા “સત્તાનત્વ' હેતુ આપી જે કહ્યું તે બધું અસમીચીન છે, અયોગ્ય છે. તમે વૈશેષિકો જે બુદ્ધિ(જ્ઞાન) આદિ ગુણોના સન્તાનનો અત્યન્ત ઉચ્છેદ સિદ્ધ કરવા ઇચ્છો છો તે ગુણો આત્માથી સર્વથા ભિન્ન છે કે સર્વથા અભિન્ન છે કે કથંચિત ભિન્ન છે? જ કહેશો કે ભિન્ન છે, તો તમારો “સત્તાનત્વ' હેતુ આશ્રયાસિદ્ધ બનશે કેમ કે સન્તાનીથી અત્યન્ત ભિન્ન સત્તાન ઉપલબ્ધ જ નથી, તેથી અસત્ છે, તેનું અસ્તિત્વ જ નથી. આત્માથી સર્વથા ભિન્ન સત્તા (અસ્તિત્વ) ધરાવતા જ્ઞાન આદિ ગુણરૂપ આશ્રયનું હોવું જસિદ્ધ નથી કે જેમાં તમારો હેતુ રહે, તેથી તમારો હેતુ આશ્રયાસિદ્ધ હોવાથી સાધ્યની સિદ્ધિ કરી શક્તો નથી. જો જ્ઞાનાદિ ગુણો આત્માથી સર્વથા અભિન્ન છે એ બીજો પક્ષ તમે સ્વીકારશો તો જ્ઞાનાદિ ગુણોનો ઉચ્છેદ થવાથી તેમનાથી અભિન્ન આત્માનો પણ અભાવ થઈ જશે, તો પછી મોક્ષ કોનો થશે. મુક્તિ કોને મળશે? કોણ જ્ઞાનાદિગુણશૂન્ય સ્વસ્વરૂપમાં અવસ્થિત રહેશે ? જો જ્ઞાનાદિ ગુણ આત્માથી કથંચિત્ ભિન્નભિન્ન છે એ ત્રીજો પક્ષ તમે સ્વીકારશો તો જૈનમતની સિદ્ધિ થતાં તમારા દર્શનમાં સ્વીકૃત સર્વથા ભેદવાદના સિદ્ધાન્તના વિરોધી સિદ્ધાન્તને સ્વીકારવાની આપત્તિ તમારા ઉપર આવશે. સ્વદર્શને સ્વીકારેલા સિદ્ધાન્ત વિરુદ્ધનો સિદ્ધાન્ત સ્વીકારવો એ અપસિદ્ધાન્ત ગણાય. વળી, તમારો “સત્તાન્ત” હેતુ વિરુદ્ધ પણ છે. કેવી રીતે? સમજાવીએ છીએ. સન્તાનનો અર્થ છે – કાર્યકારણભૂત ક્ષણોનો પ્રવાહ. આ કાર્યકારણભાવ ન તો સર્વથા નિત્યવાદમાં શક્ય છે કે ન તો સર્વથા અનિત્યવાદમાં શક્ય છે. અર્થક્રિયા કરવાની શક્તિ (કાર્યકારિતારૂપ શક્તિ) અને તમૂલક કાર્યકારણભાવ તો અનેકાન્તવાદમાં જ શક્ય છે. આનું વિશેષ સમર્થન હવે પછી કરવામાં આવશે. તેથી “સત્તાનત્વ હેતુ દ્વારા તમારા એકાન્તવાદથી વિરુદ્ધ અનેકાન્તવાદની સિદ્ધિ થાય છે એટલે હેતુ વિરુદ્ધ છે. બીજા શબ્દોમાં, “સત્તાનત્વ' હેતુ દ્વારા સર્વથા ભેદ (ક્ષણ, પર્યાય, અનિત્ય)ની સિદ્ધિ થતી નથી કે સર્વથા અભેદ (દ્રવ્ય, નિત્ય)ની સિદ્ધિ થતી નથી પણ કથંચિત ભેદભેદની (નિત્યાનિત્યની) જ સિદ્ધિ થાય છે. તેથી તમારો “સત્તાનત્વ' હેતુ સર્વથા ભેદથી (જ તમારું સાધ્ય છે તેનાથી) વિરુદ્ધને અર્થાત્ કથંચિત ભેદાભેદને સિદ્ધ કરે છે, તેથી તે વિરુદ્ધ છે. વળી, તમે આપેલા દષ્ટાન્ન પ્રદીપનો અત્યન્ત ઉચ્છેદ થતો નથી, તેથી દષ્ટાન્ન સાધ્યવિકલ હોવાથી દષ્ટાન્તાભાસ છે. જ્યારે દીપક ઓલવાય છે ત્યારે દીપકના ભાસુર રૂપવાળા તૈજસપરમાણુ પોતાનું ભાસુર રૂપ છોડીને અન્ધકારરૂપમાં પરિણત થઈ જાય છે, તેમનું કેવળ રૂપપરિવર્તન થાય છે, તેમનો અત્યન્ત ઉચ્છેદ થતો નથી. અનુમાનપ્રયોગ – દીપકના પૂર્વ સ્વભાવનો નાશ, ઉત્તર સ્વભાવનો ઉત્પાદ તથા પુદ્ગલસ્વભાવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org