SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત અનન્તજ્ઞાન જ્ઞાન ક્ષાયિક સમ્યગ્દર્શન, અનન્તવીર્ય, અનન્તદર્શન (કેવલદર્શન), (કેવલજ્ઞાન) તથા અબાધિત અનન્ત સુખથી યુક્ત હોય છે. આ ગુણો પોતાનો સ્વાભાવિક વિકાસ પામી ચૂકેલા છે. તેઓ પૂર્ણપણે અભિવ્યક્ત યા પ્રકટ છે. દર્શન આદિ ભાવપ્રાણો છે. મુક્ત જીવ આ ભાવપ્રાણોથી જ જીવે છે, તેથી તેમાં નિત્ય જીવન છે. આ રીતે મુક્ત જીવમાં નિત્ય જીવત્વનું અસ્તિત્વ સિદ્ધ થતાં સર્વ જીવોમાં નિત્ય જીવત્વનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે.” આ રીતે અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તવીર્ય અને અનન્તસુખ એ ભાવપ્રાણલક્ષણ જીવન સિદ્ધોમાં પણ છે. 251. सुखं च सिद्धानां सर्वसंसारसुखविलक्षणं परमानन्दमयं ज्ञातव्यम् । उक्तं च "नवि अत्थि माणुसाणं तं सुक्खं नेव सव्वदेवाणं । जं सिद्धाणं सुक्खं अव्वाबाहं उवगयाणं ॥ १ ॥ सुरगणसुहं समग्गं सव्वद्धा पिंडियं अनन्तगुणं । नवि पावइ मुत्तिसुहं णन्तार्हिवि वग्गवग्गूहिं ॥२॥ सिद्धस्स सुहो रासी सव्वद्धा पिंडिंडं जड़ हविज्जा । सोऽणतवग्गभइओ सव्वागासे न माइज्जा ॥३॥ " तथा योगशास्त्रेऽप्युक्तम्"सुरासुरनरेन्द्राणां यत्सुखं भुवनत्रये । तत्स्यादनन्तभागेऽपि न मोक्षसुखसंपदः ॥ १ ॥ स्वस्वभावजमत्यक्षं यस्मिन्वै शाश्वतं सुखम् । चतुर्वर्गाग्रणीत्वेन तेन मोक्षः प्रकीर्तितः ॥२॥" ૪૧૩ 251. સિદ્ધ જીવોનું સુખ તો સમસ્ત સંસારી જીવોના ઐન્દ્રિયક સુખથી વિલક્ષણ છે, તે તો પરમાનન્દરૂપ છે.[સંસારી જીવોનું સુખ ઇન્દ્રિયો અને વિષયોરૂપ ઉપાધિઓ ઉપર આધાર રાખતું હોઈ ઔપાધિક, વૈયિક અને અનિત્ય છે જ્યારે સિદ્ધ જીવોનું સુખ ઇન્દ્રિયો અને વિષયોરૂપ ઉપાધિ ઉપર આધાર રાખતું ન હોઈ નિરુપાધિક, નિર્વિષય અને નિત્ય છે.] કહ્યું પણ છે કે— “જે નિર્બાધ સુખ સિદ્ધોને હોય છે તે ન તો કોઇ મનુષ્યના નસીબમાં હોય છે કે ન તો કોઈદેવના તકદીરમાં લખ્યું હોય છે. સમસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy