SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ 236. ननु जीवकर्मणोः संबन्धः किं गोष्ठामाहिलपरिकिल्पितकञ्चुकिकञ्चुकसंयोगकल्प उतान्यः कश्चिदित्याशङ्कयाह 'द्वयोरपि' कर्मवर्गणायोग्यस्कन्धानां जीवस्य चान्योन्यानुगमात्मा - अन्योन्यानुगतिस्वरूपः परस्परानुप्रवेशरूप इत्यर्थः । अयमत्र भावः - वह्न्ययस्पिण्डसंबन्धवत् क्षीरोदकसंपर्कवद्वा जीवकर्मणोर्मिथोऽनुप्रवेशात्मक एव संबन्धो बन्धो बोद्धव्यो न पुनः कञ्चुकिकञ्चकसंयोगकल्पोऽन्यो वेति । તર્કરહસ્યદીપિકા 236. શંકા— ગોષ્ઠામાહિલે જીવ અને કર્મના સંબંધને શરીર પર પહેરેલા ડગલા યા સાપના શરીર ઉપર લપેટાયેલી કાંચળી જેવો માન્યો છે, શું જીવ અને કર્મનો સંબંધ તેવો જ છે કે કોઈ બીજી જાતનો છે? જૈન ઉત્તર– જીવ અને કર્મ બનવા યોગ્ય પુદ્ગલસ્કન્ધોનો પરસ્પર અનુપ્રવેશ, એકબીજામાં ઓતપ્રોત થઈ જવું એ જ બન્ધ છે. જેમ અગ્નિ અને લોઢાના ગોળાનો એકક્ષેત્રાવગાહરૂપ– એક જ દેશમાં રહેવા રૂપ— સંબંધ હોય છે યા દૂધ અને પાણીનો એકબીજામાં ભળી એકરૂપ એકરસ થઈ જવારૂપ સંબંધ હોય છે તેમ જીવ અને કર્મનો એકબીજામાં ભળી જવા રૂપ, પરસ્પર અનુપ્રવેશરૂપ સંબંધ હોય છે, તે જ બન્ધ છે. શરીર અને ડગલાના કે સાપ અને કાંચળીના જેવો તે સાધારણ સંયોગ સંબંધ નથી કે જેથી જોરદાર પવન તેને ફાડીને અલગ કરી નાખે, કે ન તો આવી જાતનો કોઈ બીજો સંબંધ માની શકાય છે. આત્મા અને કર્મપુદ્ગલ બન્ધ સમય દરમ્યાન એક જેવા બની જાય છે, એકબીજામાં ભળી એકરૂપ બની જાય છે. 237. अत्राह - कथममूर्तस्यात्मनो हस्ताद्यसंभवे सत्यादानशक्तिविरहात् कर्मग्रहणमुच्यत इति चेत् । 237. શંકા— આત્મા તો અમૂર્ત છે. તેથી જો તેને હાથ જ નથી તો તે કર્મોને ગ્રહણ કેવી રીતે કરી શકે ? ગ્રહણ કરવાની શક્તિ તો હાથવાળામાં હોય છે. 238. उच्यते, इयमेव तावदस्थानारेकाप्रक्रिया भवतो ऽनभिज्ञतां ज्ञापयति, यतः केनामूर्तताभ्युपेतात्मनः । कर्मजीवसंबन्धस्यानादित्वादेकत्वपरिणामे सति क्षीरोदकवन्मूर्त एव कर्मग्रहणे व्याप्रियते, न च हस्तादिव्यापारादेयं कर्म, किंतु पौद्गलमपि सदध्यवसायविशेषाद्रागद्वेषमोहपरिणामाभ्यञ्जनलक्षणादात्मनः कर्मयोग्यपुद्गलजालश्लेषणमादानं स्नेहाभ्यक्तवपुषो रजोलगनवदिति । प्रतिप्रदेशानन्तपरमाणुसंश्लेषाज्जीवस्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy