SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ४०३ कर्मणा सह लोलीभावात्कथंचिन्मूर्तत्वमपि संसारावस्थायामभ्युपगम्यत एव स्याद्वादवादिभिरिति । 238. જૈન ઉત્તર- આ શંકાનું સમાધાન કરીએ છીએ. આવી અયોગ્ય શંકા તો તમારી મૂર્ખતાનું પ્રદર્શન કરે છે. આત્માને સર્વથા અમૂર્ત માને છે જ કોણ ? કર્મ અને જીવનો અનાદિકાલીન સંબંધ હોવાથી દૂધમાં ભળેલું પાણી જેવી રીતે દૂધ જેવું જ બની જાય છે તેવી રીતે આ આત્મા પણ મૂર્ત બની જાય છે, અને આ જ કર્મશરીરવાળો મૂર્ત આત્મા નવાં કર્મોને પોતાની તરફ આકર્ષે છે જે આકૃષ્ટ કર્મો તે કર્મશરીર સાથે ચોટી જાય છે. કર્મ હાથથી ગ્રહણ કરવાની સ્થૂળ વસ્તુ નથી. તે તો પુદ્ગલનો અત્યન્ત સૂક્ષ્મ ભાવ છે. જ્યારે આત્મામાં રાગ, દ્વેષ, મોહ યા અન્ય વિકારી ભાવોની ચીકાશ આવે છે ત્યારે આ પૌદ્ગલિક કર્મોની બારીક રજ તેના ઉપર આવીને જામી જાય છે. જેવી રીતે તેલ લગાડેલા શરીર પર ધૂળની રજો સ્વાભાવિકપણે જ આવીને જામી જાય છે અને મેલનું રૂપ ધારણ કરી હવાથી ઊડી જવાને લાયક રહેતી નથી તેવી જ રીતે રાગદ્વેષ વગેરે વિકારોની ચીકાશને કારણે લાગેલી અને જામેલી કર્મરજો પ્રાયઃ પોતાનું ફળ દીધા વિના ખરી પડતી નથી. કર્મયોગ્ય પુદ્ગલની રોને ચોટવામાં કારણભૂત ચીકાશનું હોવું અને તે ચીકાશના કારણે કર્મોનું ચોટી જવું જ કર્મોનું આત્મા વડે ગ્રહણ છે. આ રીતે સંસારી અવસ્થામાં આત્માના પ્રત્યેક પ્રદેશ સાથે કર્મોના અનન્ત પરમાણુઓ ચોટી જવાથી આત્માનો કર્મો સાથે લોલીભાવ અર્થાત્ એકીભાવ (પરસ્પરાનુપ્રવેશ) સંબંધ હોય છે, તેથી સ્યાદ્વાદી જૈન આત્માને સંસારી અવસ્થામાં કથંચિત્ મૂર્ત પણ માને છે. 239. स च प्रशस्ताप्रशस्तभेदाद् द्वेधा । प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदाच्च चतुर्धा । प्रकृतिः - स्वभावो यथा ज्ञानावरणं ज्ञानाच्छादनस्वभावમિત્યાદ્િ। સ્થિતિ:- અધ્યવસાયીત: જાનવિમાન:। અનુમાનો—સઃ । प्रदेश : - कर्मदलसंचय इति । पुनरपि मूलप्रकृतिभेदादष्टधा ज्ञानावरणादिकः । उत्तरप्रकृतिभेदादष्टपञ्चाशदधिकशतभेदः । सोऽपि तीव्रतीव्रतरमन्दमन्दतरादिभेदादनेकविध इत्यादि कर्मग्रन्थादवसेयम् । उक्तं बन्धतत्त्वम् । 239. બન્ધ શુભ અને અશુભ ભેદથી બે પ્રકારનો છે. બન્ધના ચાર ભેદો પણ છે – પ્રકૃતિબન્ધ, સ્થિતિબન્ધ, અનુભાગબન્ધ અને પ્રદેશબન્ધ. પ્રકૃતિ એટલે સ્વભાવ, જેમ કે જ્ઞાનાવરણનો સ્વભાવ છે જ્ઞાનને ઢાંકી દેવાનો અર્થાત્ પ્રકટ ન થવા દેવોનો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy