SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ તર્કરહસ્યદીપિકા માનીએ તો અન્યાખ્યશ્રય દોષ આવે. પરંતુ અમે તો આસ્રવ અને બન્ધનો પ્રવાહ અનાદિ માનીએ છીએ. અનાદિકાળથી પૂર્વ બન્ધથી આગ્નવ અને તે આમ્રવથી ઉત્તર બન્ધ થતો ચાલ્યો આવે છે. જેવી રીતે આજનું બીજ પૂર્વ વૃક્ષથી, તે વૃક્ષ પૂર્વ બીજથી એમ અનાદિ પરંપરા ચાલે છે તેવી જ રીતે આજનો આસ્રવ પૂર્વ બન્ધથી, તે બન્ધ પૂર્વ આસ્રવથી, તે આસ્રવ તપૂર્વ બન્ધથી એમ આસ્રવ અને બન્ધની અનાદિકાળથી અવિચ્છિન્ન ધારા ચાલી આવે છે. 230. अयं चास्रवः पुण्यापुण्यबन्धहेतुतया द्विविधः । द्विविधोऽप्ययं मिथ्यात्वाद्युत्तरभेदापेक्षयोत्कर्षापकर्षभेदापेक्षया वानेकप्रकारः । (230. આ આસ્રવ પુણ્યબધુમાં કારણ હોય તો પુણ્યાગ્નવ કહેવાય છે અને પાપબન્ધમાં કારણ હોય તો પાપામ્રવ કહેવાય છે. આમ આમ્રવના બે ભેદ થાય છે – પુણ્યાગ્નવ અને પાપગ્નવ. આ બે ભેદોના અવાન્તર ભેદો મિથ્યાત્વ આદિના ઉત્તરભેદોના આધારે તેમજ મિથ્યાત્વ આદિના તીવ્રતામન્દતા આદિ ભેદોના આધારે અનેક થાય છે. (231. શ્રી ૨ શમાામમનોવાંધanયવ્યાપારરૂપથારવી સિદ્ધિ स्वात्मनि स्वसंवेदनाद्यध्यक्षतः, परस्मिश्च वाक्कायव्यापारस्य कस्यचित्प्रत्यक्षतः, शेषस्य च तत्कार्यप्रभवानुमानतश्चावसेया आगमाच्च ॥५०॥ 231. આમ આ આસ્રવ એ મન, વચન, કાયાની શુભ અને અશુભ પ્રવૃત્તિરૂપ જ છે. આમ્રવની સિદ્ધિ પ્રત્યક્ષ, અનુમાન અને આગમથી થાય છે. પોતાના આત્મામાં તો આસ્રવ સ્વસંવેદન પ્રત્યક્ષથી અનુભવાય છે. બીજાના આત્માની કેટલીક કાયિક, વાચિક પ્રવૃત્તિઓ તો પ્રત્યક્ષથી જ જાણી શકાય છે. તથા કેટલીક માનસિક પ્રવૃત્તિઓ તદનુકૂલ કાર્યો ઉપરથી અનુમિત થાય છે. મનના ભાવ પણ મુખની પ્રસન્નતા આદિથી અનુમાન દ્વારા જાણી શકાય છે. આગમથી પણ બીજાના આત્માની તથા પોતાના આત્માની પ્રવૃત્તિઓનું યથાવત્ જ્ઞાન થાય છે. આમ આમ્રવની સિદ્ધિ પ્રત્યક્ષ, અનુમાન અને આગમથી થાય છે. (૫૦) 232. ૩ સંવરબ્રન્ય વિદ્યુતિ संवरस्तनिरोधस्तु बन्धो जीवस्य कर्मणः । अन्योऽन्यानुगमात्मा तु यः संबन्धो द्वयोरपि ॥५१॥ 232. હવે આચાર્ય સંવર અને અન્યનું વિવરણ કરે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy