________________
૩૯૮
તર્કરહસ્યદીપિકા
સામગ્રીથી યુક્ત કુંભાર છે તેમ દેહોની વિચિત્રતાનું પણ કોઈ કારણ હોવું જોઈએ. આ કારણ માતાપિતારૂપ દૃષ્ટ કારણ જ છે એમ તો કહી શકાતું જ નથી, કેમ કે સુંદ૨ માબાપનાં ક્યારેક સુન્દર અને ક્યારેક કુરૂપ સત્તાનો પેદા થાય છે. તેથી માબાપ આદિ દષ્ટ કારણ આ દેહોની વિચિત્રતાનું કારણ નથી. એટલે માબાપ આદિ દષ્ટ કારણોની સમાનતા હોવા છતાં પણ જે અદૃષ્ટ કારણોથી સારાં અને ખરાબ શરીરો જીવોનાં બને છે તે અદૃષ્ટ કારણો જ પુણ્ય અને પાપ છે. તેથી સારું અર્થાત્ શુભ સ્વસ્થ,સુડોળ, રૂપાળું, નીરોગી શરીર પુણ્યનું કાર્ય છે, જ્યારે ખરાબ અર્થાત્ અશુભ બેડોળ, કુરૂપ, કાણું, લૂલું, લંગડું, રોગી શરીર પાપનું કાર્ય છે. પુણ્યોદયથી જીવને શુભ શરીર મળે છે અને પાપોદયથી જીવને અશુભ શરીર મળે છે. આ રીતે જીવોનાં શરીરોની વિચિત્રતારૂપ કાર્ય દ્વારા પણ પુણ્ય અને પાપનું અનુમાન થાય છે. સર્વજ્ઞપ્રણીત આગમમાં પુણ્ય અને પાપનું પ્રતિપાદન હોવાથી આગમપ્રમાણ દ્વારા પણ તેમનું અસ્તિત્વ નિર્વિવાદ સિદ્ધ થાય છે. આ પુણ્ય અને પાપ વિશે વિશેષ જાણવાની ઇચ્છા ધરાવનારાઓએ વિશેષાવશ્યકભાષ્ય અને તેની ટીકા જોવાં જોઈએ.
226. અથાન્નવમાહ । ‘મિથ્યાત્વાદ્યાસ્તુ શ્વેતવ:' ત્યાદ્રિ । અસદેવगुरुधर्मेषु सद्देवादिबुद्धिर्मिथ्यात्वम् । हिंसाद्यनिवृत्तिरविरतिः । प्रमादो મદ્યવિષયાતિઃ । વષાયા: ોધાત્મઃ । યોના મનોવાયવ્યાપારા:। અનૈવमक्षरघटना । मिथ्यात्वाविरत्यादिकाः पुनर्बन्धस्य ज्ञानावरणीयादिकर्मबन्धस्य ये हेतवः, स आस्रवो जिनशासने विज्ञेयः । आस्रवति कर्म एभ्यः स आस्रवः । ततो मिथ्यात्वादिविषया मनोवाक्कायव्यापारा एव शुभाशुभकर्मबन्धहेतुत्वादास्त्रव इत्यर्थः ।
226. હવે આચાર્ય આસ્રવતત્ત્વનું નિરૂપણ કરતાં કહે છે કે મિથ્યાત્વ આદિ બન્ધનાં કારણોને આસ્રવ કહેવામાં આવે છે. કુદેવ, કુગુરુ અને કુધર્મને સાચા દેવ, સાચા ગુરુ અને સાચો ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. અસ સત્ જાણવું એ જ મિથ્યાત્વ છે. હિંસા આદિ પાપ ક્રિયાઓ કરવામાંથી અટકવું નહિ પણ તે ક્રિયાઓ કરવામાં લાગ્યા રહેવું તે અવિરતિ છે. શરાબ પીવો અને વિષય આદિનું સંધન કરવાથી સત્કર્મો પ્રતિ અનાદરનો જે ભાવ થાય છે તે પ્રમાદ છે. ક્રોધ, માન, માયા અને લોભ જે આત્માના શાન્ત શુદ્ધ સ્વરૂપને ક્ષુબ્ધ કલુષિત કરી દે છે ત કષાયો છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિને યોગ કહે છે. મિથ્યાત્વ, અવિરતિ આદિ જે જ્ઞાનવરણીય વગેરે કર્મોનો બન્ધ કરનારાં કારણો છે તેમને જિનશાસનમાં આસ્રવ કહેવામાં આવે છે. આ મિથ્યાત્વ, અવિરતિ વગેરે દ્વારા કર્મો ચારે તરફથી ()
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org