________________
જૈનમત
૩૯૧
स्वतन्त्रे एवोभे अङ्गीकर्तव्ये, न पुनरेकतरं तद्द्वयं वा तन्मिश्रमिति ।
217. જો કે આગળ ઉપર કહેવામાં આવનાર બન્ધતત્ત્વમાં પુણ્ય અને પાપ બન્નેનો સમાવેશ થઈ જ જાય છે તેમ છતાં પણ પ્રતિવાદીઓએ પુણ્ય અને પાપના અંગે કરેલી કલ્પનાઓનું નિરાકરણ કરવા માટે પુણ્ય અને પાપનો સ્વતન્ત્ર પૃથક્ નિર્દેશ કરવામાં આવ્યો છે. પુણ્ય અને પાપ અંગે પ્રતિવાદીઓ આ જાતની કલ્પનાઓ કરે છે – કેટલાક પોતાને તીર્થંકર માનનારા કહે છે કે ‘જગતમાં પુણ્ય જ પુણ્ય છે, પાપનું તો નામનિશાન પણ નથી. ‘પાપ’ શબ્દને કોશમાંથી દૂર કરવો જોઈએ.' બીજા મતવાદીઓ કહે છે કે ‘આ જગત પાપમય જ છે, તેમાં પુણ્યનો લેશ પણ નથી.’ ત્રીજા વિચારકો કહે છે કે ‘જગતમાં પુણ્ય અને પાપ એકબીજા સાથે સદા જોડાયેલા જ છે. જેમ મેચક મણિમાં અનેક રંગોનું મિશ્રણ હોય છે તેમ પુણ્ય અને પાપનું સદા મિશ્રણ જ હોય છે. તેઓ દુ:ખમિશ્રિત સુખ તથા સુખમિશ્રિત દુઃખરૂપ ફળ આપે છે. તેથી પુણ્યપાપ ઉભય રૂપ એક જ મિશ્રિત વસ્તુ માનવી જોઈએ.’ ચોથા મતવાદીઓ પુણ્ય અને પાપ બન્નેનો સમૂલ ઉચ્છેદ કરી દે છે. તેઓ કહે છે કે ‘જગતમાં મૂળે કર્મ જ અસ્તિત્વ ધરાવતું નથી, તો પછી પુણ્યકર્મ અને પાપકર્મની તો વાત જ ક્યાં રહી ? આખું જગત, સઘળો પ્રપંચ સ્વતઃ છે, સ્વભાવસિદ્ધ છે.’ આ બધા મતો ખોટા છે, પ્રમાણવિરુદ્ધ છે એમ માનવું જોઈએ કેમ કે જો જગતમાં બધા જીવોને સુખ અને દુઃખનો અલગ પૃથક્ પૃથક્ અનુભવ થાય છે તો પછી તેમને ઉત્પન્ન કરનારાં કારણો પુણ્ય અને પાપ બન્નેને પણ અલગ-અલગ સ્વતન્ત્ર સ્વીકારવાં જોઈએ, ન તો પુણ્ય અને પાપ બેમાંથી કોઈ એકને માનવાથી કામ ચાલશે કે ન તો પુણ્ય અને પાપના મિશ્રણરૂપ એકને જ માનવાથી કામ ચાલશે.
218. अथ कर्माभाववादिनो नास्तिका वेदान्तिनश्च वदन्ति, ननु पुण्यपापे नभोऽम्भोजनिभे एव मन्तव्ये, न पुनः सद्भूते, कुतः पुनस्तयोः फलभोगस्थाने स्वर्गनरकाविति चेत् ।
218. નાસ્તિકો (ચાર્વાકો) તથા વેદાન્તીઓ પુણ્ય અને પાપરૂપ કર્મનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી. તેમનો અભિપ્રાય એ છે કે જયારે પુણ્ય અને પાપ આકાશકુસુમની જેમ અસત્ છે, તેઓ કોઈ પણ રીતે સત્ છે જ નહિ ત્યારે તેમનાં ફળોને ભોગવવા માટેનાં સ્થાનો સ્વર્ગ અને નરક ક્યાંથી હોય ? ન જ હોય. [સ્વર્ગ અને નરક એ તો કોરી નિરર્થક કલ્પના છે, લોકોને લોભાવવા તથા ડરાવવા માટે કુશળ વ્યક્તિઓના ફળદ્રુપ ભેજાની નીપજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org