SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ તર્કરહસ્યદીપિકા જલીય જાતિના પરમાણુઓમાં ગન્ધ સિવાયના બાકીના ત્રણ ગુણો હોય છે, આગ્નેય જાતિના પરમાણુઓમાં રૂપ અને સ્પર્શ એ બે જ ગુણો હોય છે, વાયવીય જાતિના 'પરમાણુઓમાં કેવળ એક સ્પર્શ ગુણ જ હોય છે. વૈશેષિકની આ પરમાણુઓમાં જાતિભેદની કલ્પના સાવ અસંગત તથા પ્રમાણશૂન્ય છે કેમ કે પૃથ્વી આદિમાં પરસ્પર ઉપાદાન-ઉપાદેયભાવ દેખાય છે–પૃથ્વીનું જલ બની જાય છે, જલનું મોતી બની જાય છે અને વાંસ આદિ આગ બની જાય છે. તમે વૈશેષિકો જાતિભેદની કલ્પના એલા માટે કરો છો કેમ કે બધાં પૃથ્વી આદિ દ્રવ્ય બધી ઇન્દ્રિયોથી ગૃહીત થતાં નથી. પરંતુ તેનું કારણ જાતિભેદ નથી પરંતુ પુદ્ગલ દ્રવ્યના પરિણમનની વિચિત્રતા છે. જે લવણ અને હીંગ પોતાની સ્થૂળ પાર્થિવ અવસ્થામાં કાન સિવાય બધી જ ઇન્દ્રિયો દ્વારા ગૃહીત થાય છે તેઓ જ જ્યારે પાણીમાં ભળી જઈને પાણી બની જાય છે ત્યારે ચક્ષુ અને સ્પર્શન ઇન્દ્રિયો વડે ગૃહીત થઈ શકતા નથી. તેવી જ રીતે પૃથ્વી, જલ આદિ દ્રવ્યોના બધા જ પરમાણુઓ સમાનપણે એક જ પુદ્ગલજાતિના હોવા છતાં પણ તેઓ પોતાનાં વિચિત્ર પરિણમનના કારણે બધી જ ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય બનતા નથી. જેનામાં જે ગુણ ઉભૂત હશે તે તે ગુણને ગ્રહણ કરનારી ઇન્દ્રિય વડે ગૃહીત થશે. તેના માટે પરમાણુઓમાં જાતિભેદ માનવાની જરૂરત નથી. પુદ્ગલમાં પરિણમનની વિચિત્રતાથી જ અમુક અમુક પરમાણુઓ અમુક અમુક ઇન્દ્રિયો દ્વારા ગૃહીત થાય છે પરંતુ બધી ઇન્દ્રિયો દ્વારા ગૃહીત થતા નથી, એ હકીકતનો ખુલાસો થઈ જાય છે. 208. શાતીનાં તુ પૌત્રૌવં ચા- : પુરાવ્યपरिणामः, तत्परिणामता चास्य मूर्तत्वात्, मूर्तता चोरःकण्ठशिरोजिह्वामूलदन्तादिद्रव्यान्तरविक्रियापादनसामर्थ्यात् पिप्पल्यादिवत् । तथा ताड्यमानपटहभेरीझल्लरितलस्थकिलिञ्चादिप्रकम्पनात् । तथा शङ्खादिशब्दानामतिमात्रप्रवृद्धानां श्रवणबधिरीकरणसामर्थ्यम् तच्चाकाशादावमूर्ते नास्ति । अतो न तद्गुणः शब्दः । तथा प्रतीपयायित्वात् पर्वतप्रतिहतप्रस्तरवत् । तथा शब्दो नाम्बरगुणः, द्वारानुविधायित्वात्, आतपवत् । तस्मिन्नेव पक्षे सनिदर्शनं साधनपञ्चकं प्रपञ्च्यते । यथा शब्दोऽम्बरगुणो न भवति संहारसामर्थ्यात् अगुरुधूपवत्, तथा वायुना प्रेर्यमाणत्वात् तृणपर्णादिवत्, सर्वदिग्ग्राह्यत्वात् प्रदीपवत्, अभिभवनीयत्वात् तारासमूहादिवत् अभिभावकत्वात् सवितृमण्डलप्रकाशवत् । महता हि शब्देनाल्पीयानभिभूयते शब्द इति प्रतीतमेव तस्मात्पुद्गलपरिणामः शब्दः। 208. શબ્દ આદિ પૌદ્ગલિક જ છે એ વસ્તુ નીચે પ્રમાણે નિશ્ચિતપણે જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy