SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૮૧ અને અધર્મદ્રવ્યની સિદ્ધિ થાય છે. _202. ૩મવાદિના થલીનામવાયત્વેનોપારે વિનુનીयते । अवकाशदायित्वं चोपकारोऽवगाहः स चात्मभूतोऽस्य लक्षणमुच्यते। मकरादिगत्युपकारकारिजलादिदृष्टान्ता अत्राप्यनुवर्तनीयाः । 202. ધર્મ, અધર્મ આદિ બધાં રહેવા માટે અવકાશ ઇચ્છનારાં દ્રવ્યોને અવકાશ (સ્થાન) દેવારૂપ ઉપકારકાર્ય દ્વારા આકાશનું અનુમાન થાય છે. અવકાશ દેવો એ જ આકાશનો અવગાહરૂપ ઉપકાર છે. આ જ આકાશનું સ્વાભાવિક અસાધારણ લક્ષણ છે. જેમ મગર આદિની ગતિમાં જલ ઉદાસીન ઉપેક્ષાકારણ તરીકે ઉપકારક છે તેમ બધાં દ્રવ્યોના રહેવામાં આકાશ અવકાશદાનરૂપ ઉપકાર ઉદાસીનભાવે કરીને અપેક્ષાકારણ તરીકે ઉપકારક છે. આ રીતે ઉપર જે જલ આદિ દષ્ટાન્તો આપ્યાં છે તે બધાં આકાશની સિદ્ધિ કરવામાં પણ લગાવવાં જોઈએ. 203. નયમવાહ પુનવિસંવન્થ વ્યોમસંવત્થી ૨ તતા જ उभयोधर्मः कथमाकाशस्यैव लक्षणम् । उभयजन्यत्वात्, व्यङ्गलसंयोगवत्। न खलु द्रव्यद्वयजनितः संयोगो द्रव्येणैकेन व्यपदेष्टुं पार्यते लक्षणं चैकस्य भवितुमर्हतीति, सत्यमेतत् सत्यपि संयोगजन्यत्वे लक्ष्यमाकाशं प्रधानम् ततोऽवगाहनमनुप्रवेशो यत्र तदाकाशमवगाह्यमवगाहलक्षणं विवक्षितम् इतरत्तु पुद्गलादिकमवगाहकम्, यस्माद्वयोमैवासाधारणकारणतयावगाह्यत्वेनोपकरोति, अतो द्रव्यान्तरासंभविना स्वेनोपकारेणातीन्द्रियमपि व्योमानुमेयम् आत्मवत्, धर्मादिवद्वा । यथा पुरुषहस्तदण्डकसंयोगभेर्यादिकारणः शब्दो भेरीशब्दो व्यपदिश्यते, भूजलानिलयवादिकारणश्चाङ्करो यवाङ्कुरोऽभिधीयते, असाधारणकारणत्वात्, एवमवगाहोऽप्यम्बरस्य प्रतिपत्तव्यः। 203. શંકા-અવકાશયા અવગાહ તો દેવાની દૃષ્ટિએ જેમ આકાશનો ધર્મ છે તો લેવાની દષ્ટિએ પુદ્ગલ આદિનો ધર્મ છે. અવકાશ યા અવગાહ એક સંબંધ જ ગણાય અને સંબંધ તો બંને સંબંધીમાં રહે. તે કિંઇ હોય. “આકાશમાં પુદ્ગલાદિ રહે છે. અહીં આ “રહેવું” આકાશ અને પુગલાદિ બન્નેનો ધર્મ હોય કેમ કે તેમાં સમાનપણે બન્નેય કારણ છે. જેમ બે આગંળીઓનો સંયોગ બે આંગળીઓથી જન્ય હોઈ બેય આંગળીઓનો ધર્મ છે, કોઈ એક આંગળીનો ધર્મ નથી તેમ. બે દ્રવ્યોથી ઉત્પન્ન થનારો સંયોગ કોઈ એક દ્રવ્યનો ન કહી શકાય, તે તો બન્ને દ્રવ્યોનો જ સંયોગ કહેવાય, એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy