SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૬૩ સમય શુદ્ધ કાલદ્રવ્ય છે. તે એકપ્રદેશી હોવાના કારણે અસ્તિકાય નથી કેમ કે પ્રદેશોના સમુદાયને અસ્તિકાય કહેવામાં આવે છે. તે એક સમયમાત્ર હોવાના કારણે નિઃપ્રદેશી છે. કહ્યું પણ છે કે “કાલદ્રવ્ય એક સમયરૂપ છે તથા મનુષ્યલોકમાં વ્યાપ્ત છે. તે એકપ્રદેશી હોવાથી અસ્તિકાય નથી કારણ કે કાય તો પ્રદેશોના સમુદાયને કહે છે.” સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર આદિની ઉદય અને અસ્ત વગેરે ક્રિયાઓ દ્વારા કાલદ્રવ્ય વ્યક્ત થાય છે અર્થાત્ કાલદ્રવ્યનું જ્ઞાન થાય છે. અર્થાત્ કાલદ્રવ્યનું કાર્ય આ સૂર્ય વગેરેની ઉદય, અસ્ત આદિ ક્રિયાઓ વડે પ્રગટ થાય છે. કેટલાક આચાર્યોના મતે કાલ દ્રવ્યરૂપ છે. તેથી તે એક સમયરૂપ હોવા છતાં દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ છે. જો કે કાલમાં પ્રતિક્ષણ પરિણમન થતું હોવાથી તેમાં પ્રતિપર્યાય ઉત્પાદ અને વ્યય થતા રહે છે તેમ છતાં દ્રવ્યદૃષ્ટિએ તે તેવો ને તેવો જ રહે છે, તેના સ્વરૂપમાં કંઈ જ પરિવર્તન થતું નથી – તે કાલેતર યા અકાલ બની જતો નથી. તે ક્રમથી અને અક્રમથી ઉત્પન્ન થનારા, પ્રવાહરૂપે આદિ-અન્તરહિત અને અનન્તસંખ્યક પર્યાયોમાં પોતાની અખંડ સત્તા ધરાવે છે. તેથી દ્રવ્યરૂપે પોતાના સઘળા પર્યાયોના અનાદિઅનન્ત પ્રવાહમાં પૂરેપૂરો વ્યાપ્ત હોવાના કારણે તે નિત્ય કહેવાય છે. અતીત, વર્તમાન કે ભવિષ્યત્ કોઈ પણ અવસ્થા કેમ ન હોય બધીમાં ‘કાલ, કાલ’ એવો સમાન વ્યવહાર થતો હોવાના કારણે પણ તે નિત્ય કહેવાય છે. જેમ એક પરમાણુ તેના પર્યાયો બદલાતા રહેતા હોવાથી અનિત્ય હોવા છતાં દ્રવ્યરૂપે તો કદી પણ પરમાણુત્વને છોડતો ન હોવાથી નિત્ય છે, સદા સત્ છે, કદી અસત્ બનતો નથી તેમ એક કાલ તેના પર્યાયો બદલાતા રહેતા હોવાથી અનિત્ય હોવા છતાં દ્રવ્યરૂપે તો ક્યારેય પણ કાલત્વને છોડતા ન હોવાથી નિત્ય છે, સદા સત્ છે, ક્યારેય પણ અસત્ બન્યો નથી. 178. अयं च कालो न निर्वर्तकं कारणं नापि परिणामि कारणं, किंतु स्वयं संभवतां भावानामस्मिन् काले भवितव्यं नान्यदेत्यपेक्षाकारणम् । कालकृता वर्तनाद्या वस्तूनामुपकाराः । अथवा वर्तनाद्या उपकाराः कालस्य लिङ्गानि ततस्तानाह "वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च" [ त० सू० ५।२२ ] तत्र वर्तन्ते स्वयं पदार्थाः, तेषां वर्त्तमानानां प्रयोजिका कालाश्रया वृत्तिर्वर्त्तना, प्रथमसमयाश्रया स्थितिरित्यर्थः १ । परिणामो द्रव्यस्य स्वजात्यपरित्यागेन परिस्पन्देतरप्रयोगजस्वभावः परिणामः । तद्यथावृक्षस्याङ्करमूलाद्यवस्थाः परिणामः, आसीदङ्करः, संप्रति स्कन्धवान्, ऐषमः पुष्पिष्यतीति । पुरुषदव्यस्य बालकुमारयुवाद्यवस्थाः परिणामः । एवमन्यत्रापि । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy