________________
તર્કરહસ્યદીપિકા
શંકા— અલોકમાં તો કોઈ દ્રવ્ય રહેતું જ નથી. તેથી અલોકાકાશ અવગાહમાં— રહેવામાં ઉપકારક કોનું બનશે અને કેવી રીતે બનશે ?
૩૬૨
જૈન ઉત્તર– જો અલોકમાં ગતિ અને સ્થિતિનાં ક્રમશઃ નિમિત્તકા૨ણો ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય હોત અને પરિણામે જીવાદિ દ્રવ્યો ત્યાં પહોંચી શકત તો અલોકાકાશ તેમને રહેવા અવશ્ય અવકાશ આપત પરંતુ ન તો ત્યાં ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય છે કે ન તો જીવાદિ દ્રવ્ય છે.તેથી અલોકાકાશમાં અવકાશ દેવાનો ગુણ હોવા છતાં તે ગુણ પ્રગટ કાર્યરૂપમાં દેખાતો નથી. [આકાશ એક અખંડ દ્રવ્ય છે, તેથી લોકાકાશમાં અવકાશ આપવાનો જે ગુણ છે તે અલોકાકાશમાં પણ છે. આકાશ જ્યારે એક અખંડ દ્રવ્ય છે ત્યારે તેનાં બે પરિણમનો ન હોઈ શકે કે તે લોકમાં તો અવકાશ આપે અને અલોકમાં ન આપે. તેનામાં તો એક જ અવકાશ દેવારૂપ પરિણમન હોય. હા, એટલું અવશ્ય છે કે અલોકાકાશમાં તેનું કાર્ય વ્યક્ત થતું નથી પરંતુ તે ગુણનું પરિણમન તો અવશ્ય થયા કરે છે.]
177. कालोऽर्धतृतीयद्वीपान्तर्वर्ती परमसूक्ष्मो निर्विभाग एकः समयः । स चास्तिकायो न भण्यते, एकसमयरूपस्य तस्य निः प्रदेशत्वात् । आह
-
" तस्मान्मानुषलोकव्यापी कालोऽस्ति समय एक इह । एकत्वाच्च स कायो न भवति कायो हि समुदायः ॥१॥"
स च सूर्यादिग्रहनक्षत्रोदयास्तादिक्रियाभिव्यङ्ग्य एकीयमतेन द्रव्यमभिधीयते । स चैकसमयो द्रव्यपर्यायोभयात्मैव, द्रव्यार्थरूपेण प्रतिपर्यायमुत्पादव्ययधर्मापि स्वरूपानन्यभूतक्रमाक्रमभाव्यनाद्यपर्यवसानानन्तसंख्यपरिमाण:, अत एव च स स्वपर्यायप्रवाहव्यापी द्रव्यात्मना नित्योऽभिधीयते । अतीतानागतवर्तमानावस्थास्वपि कालः काल इत्यविशेषश्रुतेः । यथा ह्येकः 6: परमाणुः पर्यायैरनित्योऽपि द्रव्यत्वेन सदा सन्नेव न कदाचिदसत्त्वं મનતે, તથા સમયોપ્રીતિ ।
177. કાલદ્રવ્ય મનુષ્યલોકમાં વિદ્યમાન છે. જમ્બુદ્વીપ, ધાતકીખંડ અને અડધો પુષ્કરદ્વીપ આ અઢી દ્વીપોમાં જ મનુષ્યો છે. તેથી આ અઢી દ્વીપને જ મનુષ્યલોક કહેવામાં આવે છે. કાલદ્રવ્યનું પરિણમન યા કાર્ય આ અઢી દ્વીપોમાં જ જોવામાં આવે છે. તેથી કાલદ્રવ્ય આ અઢી દ્વીપોમાં જ છે. તે અત્યન્ત સૂક્ષ્મ છે તથા નિર્વિભાગ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org