SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૬ ૧ વિશાલ કોઈ દ્રવ્ય નથી. તે અન્ય સમસ્ત દ્રવ્યોના અવગાહમાં – રહેવામાં અપેક્ષાકારણ છે. [બધાં દ્રવ્યોને તે અવકાશ આપે છે, બધાં દ્રવ્યો આકાશદ્રવ્યમાં રહે છે.]. 176. સેવનારા વત્નિ વ્યં નાગ્રુપત્તિ લિપ્ત થMવિવ્યાપ पर्यायमेव, तन्मते धर्माधर्माकाशपुद्गलजीवाख्यपञ्चास्तिकायात्मको लोकः। ये तु कालं द्रव्यमिच्छन्ति, तन्मते षड्दव्यात्मको लोकः, पञ्चानां धर्मादिद्रव्याणां कालद्रव्यस्य च तत्र सद्भावात् । आकाशद्रव्यमेकमेवास्ति यत्र सोऽलोकः लोकालोकयोापकमवगाहोपकारकमिति स्वत एवावगाहमानानां द्रव्याणामवगाहदायि भवति न पुनरनवगाहमानं पुद्गलादि बलादवगाहयति । अतो निमित्तकारणमाकाशमम्बुवन्मकरादीनामिति । अलोकाकाशं कथमवगाहोपकारकं, अनवगाह्यत्वादिति चेत् । उच्यते । तद्धि व्याप्रियेतैवावकाशदानेन यदि गतिस्थितिहेतू धर्माधर्मास्तिकायौ तत्र स्यातां, न च तौ तत्र स्तः, तदभावाच्च विद्यमानोऽप्यवगाहनगुणो नाभिव्यज्यते किलालोकाकाशस्येति । 176. કેટલાક આચાર્યો કાલને સ્વતંત્ર દ્રવ્ય નથી માનતા. તેમનો અભિપ્રાય છે કે ધર્મ વગેરે દ્રવ્યોના પર્યાયો જ કાલ છે. તેમના મતે લોક ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ એ પાંચ અસ્તિકાયરૂપ છે. લોક પંચાસ્તિકાયાત્મક છે. જે આચાર્યો કાલને સ્વતન્ત્ર છઠ્ઠ દ્રવ્ય માને છે તેમના મતે લોકમાં છ દ્રવ્યો છે. તેથી લોક પદ્રવ્યાત્મક છે. તેમાં ધર્મ વગેરે પાંચ તથા કાલ એમ છ જ દ્રવ્યો છે. જ્યાં કેવળ આકાશ જ આકાશ છે, આકાશ સિવાય બીજું કોઈ દ્રવ્ય નથી, તે અલોક કહેવાય છે અને જ્યાં આકાશ સાથે જ અન્ય પાંચ દ્રવ્યો પણ છે તે લોક કહેવાય છે. આકાશ લોક અને અલોક બન્નેમાં વ્યાપ્ત છે. આકાશદ્રવ્ય સમસ્ત સ્વત: રહેવાવાળા દ્રવ્યોને અવકાશ આપે છે. જે નથી રહેતા તેમને બળજબરીથી અવકાશ લેવાની પ્રેરણા તે કરતું નથી. રહેવું હોય તો તે અવકાશ આપશે, ન રહેવું હોય તો તે પ્રેરણા નહિ કરે. તેથી આકાશદ્રવ્ય અવકાશ આપતું હોવાના કારણે નિમિત્તકારણ છે. જેવી રીતે સ્વતઃ જળમાં રહેનારાં માછલી આદિ જીવોને પાણી અવકાશ આપે છે પરંતુ તેમને બળપૂર્વક પાણીમાં રહેવા બાધ્ય નથી કરતું તેવી રીતે આકાશ પણ રહેનારાં દ્રવ્યોને સ્થાન – અવકાશ આપે છે પરંતુ પ્રેરણા કરતું નથી. આમ આકાશદ્રવ્ય સ્વત: રહેનારાં દ્રવ્યોને રહેવા માટે તટસ્થભાવે અવકાશ આપી તેમનું ઉપકારક બને છે.] Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy