SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર તર્કરહસ્યદીપિકા प्रतिनियतवृद्धिस्वापप्रबोधस्पर्शादिहेतुकोल्लाससंकोचाश्रयोपसर्पणादिविशिष्टानेकक्रिया-छिन्नावयवम्लानि-प्रतिनियतप्रदेशाहारग्रहण-वृक्षायुर्वेदाभिहितायुष्केष्टानिष्टाहारादिनिमित्तकवृद्धिहानि-आयुर्वेदोदिततत्तदोग-विशिष्टौषधप्रयोगसंपादितवृद्धिहानिक्षतभुग्नसंरोहण-प्रतिनियतविशिष्टशरीररसवीर्यस्निग्धत्वरूक्षत्व-विशिष्टदौहृदादिमत्त्वान्यथानुपपत्तेः विशिष्टस्त्रीशरीरवत् । अथवैते हेतवः प्रत्येकं पक्षेण सह प्रयोक्तव्या अयं वा संगृहीतोक्तार्थः प्रयोगः-सचेतना वनस्पतयो, जन्मजरामरणरोगादीनां समुदितानां સાવા, વત્ | 158. આ વિવેચનના આધારે આપણે અનુમાન કરી શકીએ છીએ કે – વનસ્પતિ સચેતન છે કેમ કે તે અંકુર, છોડ અને વૃક્ષના રૂપમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે, ખાતર-પાણી મળવાથી તેને કુંપળો ફૂટેછે, પલ્લવિત થાય છે, તેને નાની નાની ડાળીઓ ફૂટે છે, ફૂલ આવે છે, ફળ લાગે છે, આમ ક્રમશઃ તે વિકસે છે, તે સૂવે છે, જાગે છે, સ્પર્શ થતાં લજ્જા પામે છે, સુન્દરીના પાદપ્રહાર આદિથી ફૂલે છે, ફળે છે, લતાઓ આશ્રય પ્રાપ્ત કરી તેને વીંટળાઈ વળે છે, તેમનાં ફૂલપત્તાં આદિ તોડતાં કરમાવા લાગે છે, વનસ્પતિ મૂળ દ્વારા ખાતર-પાણી રૂપ આહાર લે છે, વૃક્ષાયુર્વેદ મુજબ તેને અનુકૂળ ખાતર-પાણી આપવાથી તેનું આયુષ્ય વધે છે તથા પ્રતિકૂળ ખાતર-પાણીથી તેનું આયુષ્ય હૃાસ પામે છે, વૃક્ષાયુર્વેદમાં વનસ્પતિના અનેક રોગોનું વર્ણન કરવામાં આવ્યું છે, અને વિશેષ ઔષધિઓનાં સિંચન અને લેપથી તેના કપાયેલા કે ઘવાયેલા અવયવોની પૂર્તિ દર્શાવવામાં આવી છે, ઔષધિ પ્રયોગથી તેના રોગો નાશ પામે છે, પોષક ખાતર તેને આપવામાં આવતાં તેનાં ફળો રસાળ, સ્વાદુ અને મોટાં બને છે, તથા બકુલ આદિ વૃક્ષોને વિચિત્ર વિચિત્ર દોહદ થાય છે. આ બધા હેતુઓથી વનસ્પતિ સચેતન સિદ્ધ થાય છે. જેમ કોઈ સ્ત્રીના શરીરમાં ઉપર કહેલી બધી વાતો જોઈને તેની સંજીવતાનો નિશ્ચય થાય છે તેમ વનસ્પતિમાં પણ આ બધા હેતુઓ જોઈને તેની સજીવતાનો નિશ્ચય નિર્વિવાદપણે થાય છે. આ હેતુઓનો પ્રયોગ તે તે અંશોને પક્ષ બનાવી કરવો જોઈએ. હવે અમે આ બધા હેતુઓને સંક્ષિપ્તરૂપમાં એક જ હેતુમાં સમાવેશ કરી અનુમાનપ્રયોગ આ પ્રમાણે આપીએ છીએ – વનસ્પતિ સચેતન છે કેમ કે તેનામાં જન્મ, જરા, મરણ તથા રોગ આદિ બધાં જ હોય છે. કોઈ સ્ત્રીના શરીરમાં જન્મ આદિ જોઈને તેની સચેતનતા નિર્વિવાદપણે સિદ્ધ થઈ જાય છે તેમ વનસ્પતિ પણ જન્મ, જરા, મરણ, રોગ આદિ અવસ્થાઓ ધારણ કરતી હોવાના કારણે સચેતન સિદ્ધ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy