________________
જૈનમત
૩૫૧ त्वाङ्गलिनासिकानिम्नीभवनविगलनादि तथा वनस्पतिशरीरस्यापि तथाविधरोगोद्भवात्पुष्पफलपत्रत्वगाद्यन्यथाभवनपतनादि । तथा यथा मनुष्यशरीरस्यौषधप्रयोगाइद्धिहानिक्षतशुग्नसंरोहणानि; तथा वनस्पतिशरीरस्यापि । तथा यथा मनुष्यशरीरस्य रसायनस्नेहाधुपयोगाद्विशिष्टकान्तिरसबलोपचयादि तथा वनस्पतिशरीरस्यापि विशिष्टेष्टनभोजलादिसेकाद्विशिष्टरसवीर्यस्निग्धत्वादि । तथा यथा स्त्रीशरीरस्य तथाविधदौहृदपूरणात्पुत्रादिप्रसवनं तथा वनस्पतिशरीरस्यापि तत्पूरणात्पुष्पफलादिप्रसवनमित्यादि ।
157. જેમ મનુષ્ય શરીરની આયુમર્યાદા નિશ્ચિત છે તેમ વનસ્પતિશરીરની પણ આયુમર્યાદા નિશ્ચિત છે. વનસ્પતિનું યા વૃક્ષનું વધુમાં વધુ આયુષ્ય દસ હજાર વર્ષનું છે. જેમ અનુકૂળ સારું ભોજન મળવાથી મનુષ્ય શરીર પુષ્ટ બને છે અને પ્રતિકૂળ રસકસ વિનાનું ભોજન મળવાથી તે ક્ષીણ થાય છે તેમ વનસ્પતિશરીર પણ અનુકૂળ ખાતર, પાણી મળવાથી પુષ્ટ-પ્રફુલ્લિત બને છે અને પ્રતિકૂળ ખાતર, પાણી મળવાથી ક્ષીણ-પ્લાન બની જાય છે. જેમ મનુષ્ય શરીરમાં અનેક પાંડુ, જલોદર, આદિ રોગો થવાથી પીળાશ (ફિક્કાશ), પેટ ફૂલી જવું, સોજા ચડી જવા, દુર્બળતા, આંગળા, નાક વગેરે વાંકા થઈ જવા કે ગળી જવા વગેરે વિકારો જોવા મળે છે તેમ વનસ્પતિશરીરમાં પણ રોગ થવાથી પાંદડાં, ફૂલ, ફળ, છાલ આદિ પીળાં પડી જાય છે કે ખરવા લાગે છે તેમ જ અન્ય વિકારો પણ થાય છે. જેમ મનુષ્ય શરીર ઔષધિસેવનથી નીરોગી બની પુષ્ટ થાય છે, મલમપટ્ટી કરવાથી ઘા ભરાઈ જાય છે, તૂટી ગયેલાં હાડકાં અંકુરિત થઈ સંધાઈ જાય છે, વાંકાં વળી ગયેલાં અંગો સીધાં થઈ જાય છે તેમ વનસ્પતિશરીરને ઔષધિનું સિંચન યા લેપ કરવાથી તે નીરોગી બને છે, તેના ઘા પુરાઈ જાય છે, તેની પ્લાનતા દૂર થાય છે, ઈત્યાદિ. જેમ મનુષ્ય શરીર રસાયનસેવનથી યા ઘી આદિ પૌષ્ટિક સ્નિગ્ધ પદાર્થો ખાવાથી કાન્તિયુક્ત, બળવાન અને પુષ્ટ બને છે તેમ વનસ્પતિશરીર પણ વખતસરના સારા વરસાદથી અને અનુકૂળ ખાતર-પાણી મળવાથી લીલુંછમ, લસલસતું, રસીલું, સ્વાદુ બને છે. જેમ ગર્ભવતી સ્ત્રીનો દોહદ પૂરો કરવામાં આવતાં તે સુન્દર, શક્તિશાળી પુત્રને જન્મ દે છે તેમ બકુલ આદિ વનસ્પતિઓ સુન્દરીનાં ચરણો વડે હળવેકથી તાડિત થવું આદિ દોહદો પૂરા કરાતાં આનંદિત બની પુષ્પ, ફળ આદિને પ્રગટ કરે છે. [આ રીતે મનુષ્યશરીર તથા વનસ્પતિશરીર વચ્ચેની ઘનિષ્ઠ સમાનતા પુરવાર કરે છે કે વનસ્પતિશરીર પણ મનુષ્યશરીરની જેમ જ સચેતન છે.]
158. તથા ૨ પ્રયો:વનસ્પતિયઃ સવેતના વનિમારંવૃદ્ધાવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org