________________
૩૨
તર્કરહસ્યદીપિકા સમજવાની પ્રથા પડી ગઈ છે. ખરેખર તો આચાર્ય સિદ્ધસેન દિવાકરજી કહે છે તેમ જેટલા વચનમાર્ગો છે તેટલા નયવાદો છે અને જેટલા નયવાદો છે તેટલાં દર્શનો છે. પરંતુ નીચે જણાવેલાં ઓગણીસ દર્શનો મુખ્ય છે.
૧. ચાર્વાક (લોકાયત)
૨. જૈન * ૩-૮. છ બૌદ્ધ દાર્શનિક સંપ્રદાયો
(૧) થેરવાદ (૨) સર્વાસ્તિવાદ (વભાષિકદર્શન) (૩) સૌત્રાન્તિકવાદ (૪) વિજ્ઞાનવાદ(યોગાચાર) (૫) શૂન્યવાદ
(૬) બૌદ્ધ ન્યાયવાદ ૯-૧૦. સાંખ્ય, યોગ ૧૧-૧૨, ન્યાય, વૈશેષિક
૧૩. પૂર્વમીમાંસા ૧૪-૧૮, વેદાન્તના પાંચ સંપ્રદાય
(૧) શંકરનો કેવલાદ્વૈતવાદ (૨) રામાનુજનો વિશિષ્ટાદ્વૈતવાદ (૩) નિમ્બાર્કનો વૈતાદ્વૈતવાદ (૪) મધ્વનો વૈતવાદ
(૫) વલ્લભનો શુદ્ધાદ્વૈતવાદ ૧૯. કાશ્મીરીય શૈવદર્શન.
આ ઓગણીસ દાર્શનિક સંપ્રદાયોનો સંક્ષિપ્ત પરિચય કરી લઈએ. (૧) ચાર્વાકદર્શન (લોકાયતદર્શન)
ભારતીય દર્શનોમાં ચાર્વાકદર્શન ભૂતવાદી (materialist) તરીકે જાણીતું છે. તે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચાર ભૂતોને જ તત્ત્વો તરીકે સ્વીકારે છે. તે આત્માનો સ્વતંત્ર તત્ત્વ તરીકે સ્વીકાર કરતું નથી. બીજાં દર્શનો ચૈતન્ય યા જ્ઞાન ભૂતોનો યા જડ દ્રવ્યોનો ગુણ ન હોવાના કારણે તે ગુણના આધારભૂત સ્વતન્ત દ્રવ્ય આત્માની સ્થાપના કરે છે. આ અંગે ચાર્વાક ચિન્તકો નીચે મુજબ કહે છે – અમુક પદાર્થોનું અમુક માત્રામાં સંયોજન થતાં તે સંયોજનમાં નવા જ ધર્મનો ઉદય આપોઆપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org