SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ પ્રસ્તાવના ૧ થઈ જાય છે. મિંદરાનાં ઘટક દ્રવ્યો કિણ્વ આદિમાં માદકશક્તિ નથી હોતી પરંતુ તે ઘટકોના સંયોજનરૂપ મદિરામાં માદકશક્તિ આવિર્ભાવ પામે છે. તેવી જ રીતે ચાર ભૂતોનું અમુક માત્રામાં અમુક રીતે વિશિષ્ટ સંયોજન શરીરના રૂપમાં થતાં તે સંયોજનમાં ચૈતન્ય આવિર્ભાવ પામે છે. ચાર ભૂતોમાં જે ગુણ ન હતો તે ગુણ ચૈતન્યનો આવિર્ભાવ ભૂતોના વિશિષ્ટ સંયોજનમાં થાય છે. આમ ચૈતન્ય એ આવિર્ભાવ પામનારો ગુણ (emergent quality) છે. સંયોજનનું વિઘટન થતાં તે ચૈતન્ય ગુણનો નાશ થાય છે. આ જ મરણ છે. અને મરણ એ જ મોક્ષ યા અપવર્ગ છે. પરલોક જેવી કોઈ વસ્તુ નથી. ઇહલોક જ છે. ઐહિક સુખની કામના કરવી જોઈએ. સુખ દુઃખર્મિત હોવાથી દુઃખ સાથે સુખનો પણ ત્યાગ ન કરવો જોઈએ. દુઃખના ભયથી સુખના ત્યાગ કરવો એ નરી મૂર્ખતા છે. ઐહિક સુખની સાધનભૂત વાર્તા (કૃષિ, વાણિજ્ય આદિનું જ્ઞાન આપનાર અર્થશાસ્ત્ર) અને દંડનીતિ (રાજનીતિ) આ બે જ વિદ્યાઓ છે (વાર્તા ૧૩નીતિશેતિ વાર્તHત્યાઃ । કૌટિલ્યનું અર્થશાસ્ત્ર). પુરુષાર્થો બે જ છે – કામ અને અર્થ, કામ મુખ્ય છે અને અર્થ ગૌણ છે, અર્થ કામના માટે છે. પ્રત્યક્ષ જ એક માત્ર પ્રમાણ છે. અનુમાનથી નિશ્ચયાત્મક જ્ઞાન થતું નથી પણ સંભાવનાત્મક જ્ઞાન થાય છે. લોકવ્યવહાર સંભાવનાથી ચાલી શકે છે. એટલે વ્યવહાર ચલાવવા માટે લોકો અનુમાનનો ઉપયોગ કરે છે. ચાર્વાક ચિન્તકો સ્વભાવવાદમાં માને છે. જગતમાં જણાતી વિચિત્રતાનું કારણ વસ્તુસ્વભાવ જ છે. મનુષ્ય સ્વભાવથી જ દુઃખી યા સુખી થાય છે, તેના માટે બીજું કોઈ કારણ નથી. કર્મ જેવી કોઈ વસ્તુ નથી. ઐહિક સુખમય જીવન માટે પણ સમાજવ્યવસ્થા, ન્યાય, સંયમપાલન જરૂરી છે એ વાતનો સ્વીકાર ચાર્વાક ચિન્તકો કરતા હતા. ઐહિક સુખમય જીવન માટે પણ ઉશૃંખલતા ત્યાગી નિયમપૂર્વક જીવન જીવવાની પદ્ધતિ પર તેમનો ભાર હતો. વ્યક્તિનું સુખ સમાજના સુખ ઉપર નિર્ભર છે. વ્યક્તિએ સમાજજીવનના નિયમોનું પાલન કરવું જોઈએ. આ કારણે ચાર્વાક ચિન્તકો વ્યક્તિઓનો નિગ્રહ (દંડ) તથા અનુગ્રહ (દયા, કૃપા) કરનાર રાજાને જ ઈશ્વર માનતા હતા. નિદ્રાનુપ્રહર્તા રાખા ફેશ્વરઃ । તેઓ સ્વીકારતા હતા કે દંડના ભય વિના મનુષ્યને પશુમાં પરિવર્તિત થતાં વાર કે લાગતી નથી. આમ તેઓ ઉશૃંખલ જીવનના સમર્થક ન હતા પરંતુ સામાજિક જીવનને જ આદર્શ માનતા હતા. તેથી આધિભૌતિક સુખવાદના પૂજારી હોવા છતાં પણ તેમણે માનવજીવનને વિશૃંખલ થતાં બચાવ્યું અને પારલૌકિક સુખના મૃગજળ પાછળ પડી ૧. રસાયણશાસ્ત્રના અભ્યાસીઓ સારી રીતે જાણે છે કે મૂળ તત્ત્વો ઓકસીજન અને હાઈડ્રોજનમાં જે ગુણો છે જ નહિ તે ગુણો તેમના સંયોજન(HO)માં નવા જ આવિર્ભાવ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy