SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ તર્કરહસ્યદીપિકા સૂચવે છે. સામાન્ય જીવનમાં દર્શન સત્યની વધારેમાં વધારે નજીક હોવાથી તે ‘દર્શન' શબ્દ અધ્યાત્મજ્ઞાનના અર્થમાં વપરાવા લાગ્યો. તેથી અતીન્દ્રિય વસ્તુઓનો સાક્ષાત્કાર એવો દર્શનનો અર્થ રૂઢ થયો. અર્થાત્ આત્મા, પરમાત્મા જેવી ઇન્દ્રિયાતીત વસ્તુઓનું વિશદ, અસંદિગ્ધ, દઢ જ્ઞાન તે જ દર્શન છે. દર્શન જ્ઞાનવિશુદ્ધિની, ચિત્તવિશુદ્ધિની પરાકાષ્ઠા છે. - આવા દર્શનની ત્રણ ભૂમિકાઓ છે– શ્રવણ, મનન અને નિદિધ્યાન, આત્મા વા રે દ્રષ્ટઃ શ્રોતવ્યો મન્તવ્યો વિવિધ્યાસ: | બૃહદારણ્યક ઉપનિષદ્ ૨.૪.૫. શ્રવણ એટલે તત્ત્વો વિશે સાંભળવું તે. મનન એટલે જે સાંભળ્યું હોય તેના ઉપર ચિંતન કરવું તે. નિદિધ્યાસન એટલે સાંભળી અને ચિંતન કરી જે સત્યની ઝાંખી થઈ હોય તેને ધ્યાનાભ્યાસથી વિશદ અને દઢ કરવી તે. આ ક્રમે છેવટે તત્ત્વદર્શન યા તત્ત્વસાક્ષાત્કાર થાય છે. આમ શ્રત, મીમાંસા અને યોગ ત્રણ દર્શનના ઉપાયો છે. એટલે તેમને પણ ઉપચારથી દર્શન ગણવાનો રિવાજ છે. પ્રચલિત સાંખ્ય વગેરે દર્શનો આ ઔપચારિક અર્થમાં દર્શન છે. ખરેખર મુખ્ય અર્થમાં તો તે બધાં દર્શનો મીમાંસા છે, કારણ કે તેમનામાં મોટા ભાગનું નિરૂપણ મનન કોટિનું છે. તેથી જ તેઓ એકબીજાની સમાલોચના કરતાં દેખાય છે. | દર્શનશાસ્ત્રો માટે પ્રાચીન સંસ્કૃત વાડ્મયમાં “મીમાંસા' શબ્દનો પ્રયોગ થયેલો છે. વેદના બે વિભાગ કર્મકાંડ (બ્રાહ્મણગ્રન્થો) અને જ્ઞાનકાંડ (ઉપનિષદો) ઉપર આશ્રિત દર્શનોને “પૂર્વમીમાંસા' અને “ઉત્તરમીમાંસા' એ બે શબ્દોથી ઓળખવામાં આવતા હતા. આ “મીમાંસા' શબ્દ પણ મનન અર્થનો સૂચક છે. કૌટિલ્ય પોતાના અર્થશાસ્ત્રમાં દર્શન માટે “આન્વીક્ષિકી' શબ્દ પસંદ કરે છે. આન્વીક્ષિકીનો ચિન્તન-મનન અર્થ પ્રકટ છે. પ્રત્યક્ષીકામાખ્યા ક્ષતસ્ય અર્થચ અન્વીક્ષન્ ત ગાન્ધીક્ષા આ આન્વીક્ષિકી સર્વવિદ્યાઓના હાર્દને પ્રગટ કરે છે. તેના વિશે કહ્યું છે કે – “વીપ: સર્વવિદ્યાનામ્ રૂપાયઃ સર્વશર્મણ- ૩છયઃ સર્વધર્માનાં શ્વત્ કન્વીસી મતા I" શ્લોક કૌટિલ્ય પ્રાચીન સ્રોતમાંથી ઉદ્ધત કરે છે. | દર્શનસંગ્રાહક ગ્રન્થોના કર્તાઓને દર્શનનો અર્થ દષ્ટિ (View) કે મત અભિપ્રેત છે. આ કારણે જ હરિભદ્રસૂરિ પોતાની કૃતિનું નામ પદર્શનસમુચ્ચય રાખે છે પણ કૃતિમાં શ્લોકોમાં કહે છે કે “અમુક મતનું નિરૂપણ પૂરું થયું અથવા હવે અમુક મતનું નિરૂપણ કરીશ.” એક કર્તાએ તો પોતાની કૃતિનું નામ જ “સર્વમતસંગ્રહ' રાખ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy