________________
૩૧૬
તર્કરહસ્યદીપિકા જયારે બહુ જાડા શરીરવાળા પહેલવાન મહાલઢ તો મૂર્ખશિરોમણિ જોવામાં આવ્યા છે. તેથી શરીર સાથે ચેતનાનો અન્વય-વ્યતિરેક ન હોવાથી ચૈતન્યને શરીરનું કાર્ય ન ગણાય.
ii3. વિ, નાદ વૈતન્યસ્થ મૂતાર્યત્વે વિક્રમ પ્રમાણમુનિમામદ तथाहि- न तावत्प्रत्यक्षम्, अतीन्द्रियविषये तदप्रवर्तनात् । नयुत्पन्नमनुत्पन्नं वा चैतन्यं भूतानां कार्यमिति प्रत्यक्षव्यापारमुपैति, तस्य स्वयोग्यसंनिहितार्थग्रहणरूपत्वात्, चैतन्यस्य चामूर्त्तत्वेन तदयोग्यत्वात् । न च भूतानामहं कार्यम्' इत्येवमात्मविषयं भूतकार्यत्वं प्रत्यक्षमवगन्तुमलम्, कार्यकारणभावस्यान्वयव्यतिरेकसमधिगम्यत्वात् । न च भूतचैतन्यातिरिक्तः कश्चिदन्वयी तदुभयान्वयव्यतिरेकज्ञाताभ्युपगम्यते, आत्मसिद्धिप्रसङ्गात् ।
ii3. ઉપરાંત, “પૃથ્વી આદિ ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. તમારા આ વિચિત્ર સિદ્ધાન્તને સિદ્ધ કરનારું કોઈ પ્રમાણ મળતું નથી. પ્રત્યક્ષ તો ચૈતન્યને ભૂતોનું કાર્ય સિદ્ધ કરી શકે નહિ કેમ કે પ્રત્યક્ષ તો રૂપ, રસ આદિ ભૌતિક ગુણોવાળા અર્થાત મૂર્ત પદાર્થોને જ ગ્રહણ કરી શકે છે, તે રૂપ, રસ આદિ ગુણો ન ધરાવતા અમૂર્ત અને તેથી અતીન્દ્રિય પદાર્થોમાં પ્રવૃત્ત થઈ શકતું નથી જ્યારે ચૈતન્ય તો સ્વભાવત: અમૂર્ત (રૂપ, રસ, આદિ ભૌતિક ગુણોથી રહિત) અને તેથી અતીન્દ્રિય છે. ચૈતન્ય, ઉત્પન્ન હો કે અનુત્પન્ન કોઈ પણ હાલતમાં, પ્રત્યક્ષનો વિષય બનતું નથી, પ્રત્યક્ષ વ્યાપારની ચૈતન્યને ગ્રહણ કરવામાં પહોંચ નથી કારણ કે ચૈતન્ય ભૂતોનું કાર્ય નથી, ભૂતોનું કાર્ય હોત તો તેને પ્રત્યક્ષ ગ્રહણ કરી શકત. પ્રત્યક્ષ ચૈતન્યને ગ્રહણ કરી શકતું નથી કારણ કે પ્રત્યક્ષ તો પ્રત્યક્ષ વડે ગ્રહાવા યોગ્ય (અર્થાત્ મૂર્તી અને સન્નિહિત અર્થને જ ગ્રહણ કરવાના સ્વભાવવાળું છે, જ્યારે ચૈતન્ય તો અમૂર્ત (રૂપ, રસ આદિ ભૌતિક ગુણોથી રહિત) હોવાથી પ્રત્યક્ષ વડે ગ્રહાવા યોગ્ય જ નથી. પ્રત્યક્ષ પોતે જ “હું ભૂતોનું કાર્ય છું એમ પોતાની જ ભૂતકાર્યતાને જાણી શકતું નથી કેમ કે કાર્યકારણભાવને જાણવાનો સીધો અને સરળ માર્ગ છે અન્વય-વ્યતિરેકનું જ્ઞાન. ભૂત અને ચૈતન્યને છોડી કોઈ ત્રીજો અન્વયી પદાર્થ તે બેના કાર્યકારણભાવને જાણનારો ઉપલબ્ધ થતો નથી કે જે તે બેને જાણી તે બેના અન્વયવ્યતિરેકને જાણે. એવો કોઈ જ્ઞાતા છે એમ તમે માનો તો તમારે. ચાર્વાકોએ આત્માની સિદ્ધિ સ્વીકારવાની આપત્તિ આવે, કેમ કે એવો જ્ઞાતા તો આત્મા જ હોઈ શકે. તેથી ચૈતન્યની ભૂતકાર્યતાનું પરિજ્ઞાન પણ આત્માને માન્યા વિના થઈ શકતું નથી એ વાતનો સ્વીકાર તો ચાર્વાકોએ પણ કરવો પડે.
14. તથા નાનુમાન ચૈતન્યસ્થ ભૂતાર્યવં પ્રતીયો, તસ્યાખ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org