SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨૭ તેને વિષમપદવિવરણ પણ કહેવામાં આવે છે. હસ્તપ્રતો વિશે જિનરત્નકોષમાં નિર્દેશ છે. પરંતુ તેનું સંપાદન-પ્રકાશન થયું નથી. (૪) કર્મગ્રન્થઅવચૂરિ – દેવેન્દ્રસૂરિકૃત કર્મવિપાક, કર્યસ્તવ, બન્ધસ્વામિત્વ, ષડશીતિ અને શતક આ પાંચ અને ચન્દ્રર્ષિમહત્તરકત સપ્તતિકા આ છે કર્મગ્રન્થોની અવસૂરિ આચાર્ય ગુણરત્ન વિ.સં. ૧૪૫૯માં રચી છે. પ્રશસ્તિ માટે જુઓ લા. દ. વિદ્યામંદિરગત પૂજ્ય પુણ્યવિજયજીના સંગ્રહની પ્રતિ નં. ૪૫૨૩. અન્ય પ્રતિઓમાં પણ આ રચનાકાળ મળે છે. જુઓ જિનરત્નકોષના ઉલ્લેખો. આ કૃતિનું પણ સંપાદન-પ્રકાશન થયું નથી. (૫) ક્ષેત્રસમાસઅવચૂર્ણિ–આચાર્ય સોમતિલકસૂરિ પહેલાં પણ ક્ષેત્રસમાસ નામનાં પ્રકરણ જિનભદ્રમણિક્ષમાશ્રમણ આદિએ લખ્યાં હતાં. તેથી આચાર્ય સોમતિલકકૃત ક્ષેત્રસમાસને આચાર્ય ગુણરત્ન નવ્યક્ષેત્રસમાસ નામ આપી તેના ઉપર સંક્ષિપ્ત ટીકા અવચૂર્ણિ પ્રકારની લખી છે. તેની અનેક હસ્તપ્રતો મળે છે (જુઓ જિનરત્નકોષ, પૃ. ૯૯) પરંતુ હજુ સુધી તેનું સંપાદન-પ્રકાશન થયું નથી. લા. દ. વિદ્યામંદિરના પૂજય મુનિરાજ પુણ્યવિજયજીના સંગ્રહની નં. ૩૬૬૮ની પ્રતિ અનુસાર અત્તે આપેલી પ્રશસ્તિ આ પ્રમાણે છે – स्फूर्जद्गुणप्रकरवासितविष्टपानाम्, श्रीदेवसुन्दरमहत्तमसूरिराजाम् । शिष्योऽवचूर्णिमकरोद्गुणरत्नसूरिः संस्कारबोधविधये स्वपरार्थमेताम् ॥१॥ श्रीवृद्धक्षेत्रसमाससत्के विलोक्य लघुबृहवृत्ती। श्रीज्ञानसागरसूरिकृतावचूर्णिविरचितेयम् ॥२॥ इति पूज्याराध्यभट्टारकराजश्रीसोमतिलकसूरिविरचितस्य नव्यबृहत्क्षेत्रसमासस्यातिगम्भीरार्थस्य श्रीगुणरत्नसूरिकृतावचूर्णि; संपूर्णा ॥छ। सं. १४८० प्र० आषाढवदि ३ अनन्तर ४ गुरौ सर्वज्ञ ॐ श्री सीमंधरस्वामिने नमः ॥ छ । श्री ॥ छ । આ પ્રશસ્તિની બીજી કારિકા કેટલીક પ્રતિઓમાં મળે છે અને કેટલીકમાં મળતી નથી. જેમાં મળે છે તેમાં પાઠાન્તર આ પ્રમાણે છે- “સૂરિ તીવધૂળ રે રવિતેયમ્' યા ‘સૂરિવૃતી વધૂળિ વિરતિયમ્' આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગુણરત્ન આચાર્ય જ્ઞાનસાગરની અવચૂર્ણિ જોઈને પોતાની અવચૂર્ણિ રચી છે. આચાર્ય દેવસુન્દરના કેટલાય શિષ્યો આચાર્ય હતા, તેમાંના એક હતા જ્ઞાનસાગર. તેમનો જન્મ વિ.સં. ૧૪૦પમાં, દીક્ષા વિ.સં.૧૪૧૭માં, આચાર્યપદ વિ.સં. ૧૪૪૧માં અને સ્વર્ગવાસ વિ.સ.૧૪૬૦માં છે (ગુર્વાવલી શ્લોક ૩૩૫) અને આચાર્ય ગુણરત્નને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy