SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા ગુણરત્નને આચાર્યપદ વિ.સં. ૧૪૪માં મળ્યું એ તથ્યના આધારે તેમના જીવનના પ્રારંભિક સમયનો અને તેમની અન્તિમ અવધિનો વિચાર કરવામાં આવે તો ઉલ્લેખો અનુસાર તેમણે વિ.સં. ૧૪૫૭માં કલ્પાન્તર્વાથ્યની, વિ.સં. ૧૪૫૯માં કર્મગ્રન્થઅવચૂરિની અને વિ.સં.૧૪૬૬માં ક્રિયારત્નસમુચ્ચયની રચના કરી અને ૧૪૬૯માં બિકાનેરમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. આ ઉપરથી અનુમાન કરી શકા કે આચાર્ય ગુણરત્ન પ્રાયઃ વિ.સં.૧૪૦૦ થી ૧૪૭૫ સુધી વિદ્યમાન હતા. તેથી તેમનો સમય ઈ.સ. ૧૩૪૪ થી ઈ.સ. ૧૪૧૯ માની શકાય. આ સમય એ આધાર પર સ્થિર કરી શકાય કે તેમને જ્યારે આચાર્યપદ મળ્યું ત્યારે તેમની ઉંમર ૪૨ વર્ષની હશે. જો આયુમાં હાનિવૃદ્ધિ કોઈ પ્રમાણથી થાય તો તદનુસાર તેમનો સમય પણ ઘોડોક આમતેમ આઘોપાછો થઈ શકે છે. આચાર્ય ગુણરત્નની રચનાઓ આચાર્ય ગુણરત્નની કૃતિઓ વિવિધ વિષયની અને વિવિધ પ્રકારની છે. તેમની કોઈ કાવ્યસાહિત્યની કૃતિ નથી. બધી કૃતિઓ શાસ્ત્રીય યા આગમિક છે. તેમની કૃતિઓનો પરિચય નીચે આપીએ છીએ. (૧) કલ્પાન્તર્વાચ્ય-આચાર્ય ગુણરત્ન આની રચના વિ.સં.૧૪૫૭માં કરી છે. આજ સુધી તેનું સંપાદન-પ્રકાશન થયું નથી. તેમાં પ્રારંભે પર્યુષણ પર્વના મહિમાનું વર્ણન છે, પછી કલ્પસૂત્રના શ્રવણનો મહિમા વર્ણવ્યો છે, પછી કહ્યશ્રવણની વિધિ દર્શાવી છે. આ પ્રસંગે કથાઓ પણ આપી છે. તેના પછી કલ્પસૂત્રના જિનચરિત આદિ વિષયોની ચર્ચા કરવામાં આવી છે. (૨) ક્રિયારત્નસમુચ્ચય – આચાર્ય હેમચન્દ્રના શબ્દાનુશાસના આધારે ધાતુઓનું સંકલન કરીને આચાર્ય ગુણરત્ન આ ગ્રન્થની રચના કરી છે. પ્રશસ્તિમાં જણાવ્યું છે કે આ ગ્રન્થની રચના વિ.સં. ૧૪૬૬માં (ઈ.સ. ૧૪૧૦માં) પૂર્ણ થઈ હતી. તેમાં બધા કાળનાં ધાતુરૂપો કેવી રીતે થાય છે એ પ્રયોગોનાં ઉદાહરણો આપી દર્શાવ્યું છે. સૌપ્રથમ કાલના વિભાગનું સ્પષ્ટીકરણ કરીને ગ્વાદિગણના ક્રમે ગણોના ધાતુઓનાં રૂપોનો નિર્દેશ કર્યો છે. પછી સૌત્રધાતુ અને નામધાતુનાં રૂપો આપ્યાં છે. અને પ્રશસ્તિમાં ગુરુપર્યક્રમમાં સુધર્માથી લઈને પોતાના ગુરુ આચાર્ય દેવસુન્દરનો કાવ્યમય પરિચય આપ્યો છે. આ ગ્રન્થ યશોવિજય જૈન ગ્રન્થમાલામાં તેના દસમાં પુષ્પ તરીકે કાશીથી વીર સં. ૨૪૩૪માં (ઈ.સ. ૧૯૦૭માં) પ્રકાશિત થયો છે. (૩) ચતુ શરણાદિપ્રકીર્ણકાવચૂરિ – ચતુદશરણ, આતુરપ્રત્યાખ્યાન, સસ્તારક અને ભક્તપરિજ્ઞા આ ચાર પ્રકીર્ણકોની અવચૂરિ આચાર્ય ગુણરત્ન લખી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy