SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ મુનિસુન્દરસૂરિની ગુર્વાવલીમાં કરવામાં આવેલી ગુણરત્નની પ્રશંસા અકારણ નથી એ તો આચાર્ય ગુણરત્નના ગ્રન્થોના અભ્યાસીઓ સહજપણે સ્વીકારશે. તેમના વ્યાકરણના જ્ઞાનનું પ્રમાણ તેમનો ક્રિયારત્નસમુચ્ચય ગ્રન્થ છે અને તેમના સર્વદર્શનવિદ્યાના જ્ઞાનનું પ્રમાણ તો પ્રસ્તુત તર્કરહસ્યદીપિકા આપણી સમક્ષ મોજૂદ છે. અનેક અવચૂર્ણિ તેમના આગમજ્ઞાનની સાક્ષી પૂરે છે. વાદવિદ્યાની તેમની કુશલતાનું પ્રમાણ છે તેમની કૃતિ અંચલમતનિરાકરણ તથા પ્રસ્તુત ટીકા તર્કરહસ્યદીપિકા. તેથી મુનિસુન્દરસૂરિએ કંઈ પણ ખોટું કહ્યું હોય એમ લતું નથી. પ્રસ્તાવના આચાર્ય ગુણરત્નનું વિહારક્ષેત્ર ગુજરાત-રાજસ્થાન રહ્યું છે. રાજસ્થાનમાં તેમણે જૈનપ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ કરાવી હતી એ વાતની જાણકારી આપણને ‘બીકાનેર જૈન લેખ સંગ્રહ'માંથી મળે છે. બીકાનેરના ચિન્તામણિજીના મંદિરમાં બે પ્રતિમાઓ પર લેખ છે (નં. ૬૪૫ તથા ૬૫૧), તેમાંથી જાણવા મળે છે કે વિ.સં. ૧૪૬૯માં શ્રી આદિનાથના બિંબોની પ્રતિષ્ઠા આચાર્ય ગુણરત્ને કરી હતી. આ બન્ને બિંબોને પ્રાગ્ધાટ જ્ઞાતિના શ્રેષ્ઠિ તાલ્યાના શ્રેયાર્થે તેમના પુત્રાદિ પરિવારે નિર્માણ કરાવ્યાં હતાં. સમય આચાર્ય ગુણરત્નના જન્મ વિશે ગુર્વાવલીમાં ઉલ્લેખ નથી પરંતુ તેમના આચાર્યપદનો મહોત્સવ લખમસિંહે કર્યો હતો એનો સ્પષ્ટ ઉલ્લેખ ગુર્વાવલીમાં (૩૭૪) કુલમંડનના સૂરિપદમહોત્સવપ્રસંગમાં છે, અને ગુર્વાવલીમાં જ લમંડનને વિ.સં. ૧૪૪૨માં સૂરિપદ મળ્યાનો ઉલ્લેખ છે (શ્લોક ૩૬૮). વિ.સં. ૧૪૪૨માં ગુણરત્નના સૂરિપદનો મહોત્સવ થયાનો ઉલ્લેખ પંચાશકવૃત્તિની વિ.સં. ૧૪૪૨માં જ કરવામાં આવેલી પ્રતિલિપિની પ્રશસ્તિમાં છે. જુઓ જૈનપુસ્તકપ્રશસ્તિ, સિંધી જૈનગ્રન્થમાલા, ઈ.સ. ૧૯૪૩, પૃ. ૪૩. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગુણરત્નનો સૂરિપદમહોત્સવ વિ.સં. ૧૪૪૨ (ઈ.સ. ૧૩૮૬)માં થયો હતો. ઉક્ત જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહમાં ઉદ્ધૃત એક પ્રશસ્તિમાં (પૃ. ૪૦) ગુણરત્નને દેવસુન્દરસૂરિના જ્ઞાનસાગર આદિ સૂરિઓની સાથે સૂરિરૂપે દર્શાવ્યા છે. આ પ્રશસ્તિને સંપાદક શ્રી આચાર્ય જિનવિજયજીએ વિ.સં. ૧૪૩૬માં લિખિત માની છે, તેથી તદનુસાર એ માનવું પડશે કે ગુરુએ ગુણરત્નને વિ.સં.૧૪૩૬ પૂર્વે સૂરિપદ આપ્યું હતું પણ સૂરિપદનો મહોત્સવ કુલમંડનના સૂરિપદના મહોત્સવની સાથે વિ.સં. ૧૪૪૨માં થયો. અથવા, એમ પણ માની શકાય કે જે પ્રતિ ઉપરથી આ પ્રશસ્તિ મુદ્રિત થઈ છે તે પ્રતિવિ.સં.૧૪૩૬માં લખાયેલી પ્રતિને આદર્શભૂત માનીને પ્રતિલિપિરૂપે લખાયેલી છે. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy