SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૮૭ तथापि यथातीतमतीतकालेऽवर्तिष्ट, यथा च भावि वर्तिष्यते तथैव तयोः साक्षात्कारित्वेन न कश्चनापि दोष इति सिद्धः सुखादिवत्सुनिश्चितासंभवद्बाधकप्रमाणत्वात् सर्वज्ञ इति । 80. તમે મીમાંસકોએ “સર્વજ્ઞ અતીત અને અનાગત પદાર્થોને અતીતરૂપે અને અનાગતરૂપે જાણે છે કે વર્તમાનરૂપે ?' એવો જે પ્રશ્ન કર્યો છે તે તો તમારું પ્રશ્નકર્તાનું અજ્ઞાન જ પ્રદર્શિત કરે છે. કેવી રીતે એ સમજાવીએ છીએ. જો કે આજની દષ્ટિએ અતીત અને અનાગત પદાર્થો અસત્ છે, વિદ્યમાન નથી તેમ છતાં અતીતકાલમાં તો અતીત પદાર્થો વિદ્યમાન હતા અને અનાગતકાળમાં અનાગત પદાર્થો વિદ્યમાન હશે, તેથી અતીત પદાર્થોને અતીતકાલમાં અસત તથા અનાગત પદાર્થોને ભાવિકાલમાં અસત્ ન કહી શકાય. સર્વજ્ઞ તો જે વસ્તુ જે સમયે જેવી હોય છે તેને તે સમયે તેવી જ સાક્ષાત્ જાણે છે. તે અતીત પદાર્થને અતીતરૂપે, અનાગત પદાર્થને અનાગતરૂપે તથા વર્તમાન પદાર્થને વર્તમાનરૂપે જાણે છે. પદાર્થની જ્યારે જે દશા હતી, છે અને થશે તે બરાબર તે જ રૂપે સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે અને આમાં કોઈ દોષ નથી. આમ સમસ્ત બાધક પ્રમાણોનું નિરાકરણ કરાતાં સારી રીતે નિશ્ચિતપણે બાધક પ્રમાણોનો અસંભવ સિદ્ધ થઈ જવાથી સર્વજ્ઞની સત્તા નિબંધપણે સિદ્ધ થઈ જાય છે, જેમ સુખી પુરુષને “હું સુખી છું” એ સ્વસંવેદનથી સુખનો નિબંધ અનુભવ થતાં સુખની સત્તા સિદ્ધ થઈ જાય છે તેમ. તિથી એ બેધડક કહી શકાય કે – “સર્વજ્ઞ છે, કેમ કે તેની સર્વજ્ઞતાનાં બાધક પ્રમાણોનો અસંભવ સારી રીતે નિશ્ચિત છે, તેની સર્વજ્ઞતા પૂર્ણતઃ નિબંધ છે, જેમ કે સુખી વ્યક્તિનું સુખ.']. [કેવળજ્ઞાનનો અર્થ સર્વજ્ઞજ્ઞાન માની શકાય? સર્વજ્ઞનો સામાન્ય રીતે જેવો અર્થ કરવામાં આવે છે તેવો અર્થ સ્વીકારી શકાય ? એ અર્થ સ્વીકારતાં કર્મસિદ્ધાન્ત અને પુરુષસ્વાતત્યનો લોપ અને ચુસ્ત નિયતિવાદની જ સ્થાપના નહિ થઈ જાય ? સર્વ દ્રવ્યોની શૈકાલિક સર્વ અવસ્થાઓના સાક્ષાત્કારરૂપ સર્વજ્ઞજ્ઞાનને માનનાર કર્મસિદ્ધાન્તને કેવી રીતે માની શકે? બન્નેનો એક સાથે સ્વીકાર શક્ય છે? આ પ્રશ્નોનો ગંભીરપણે વિચાર સ્વતન્ત્રાપણે થવો જોઈએ. જુઓ “જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન), મતિજ્ઞાન અને કેવલજ્ઞાનની વિભાવના' પુસ્તકનું કેવલજ્ઞાન ઉપરનું પ્રકરણ.] 81. ૩થ હિપેટા: પ્રદનિત-ના મવા સુનિશ્ચિતાસંમવદ્યિાધવप्रमाणत्वात्सर्वज्ञसिद्धिः । किंत्वस्य कवलाहार इति न मृष्यामहे । तथाहिकेवलिन: कवलाहारो न भवति तत्कारणाभावात्, न च कारणाभावे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy