SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ તર્કરહસ્યદીપિકા સ્વભાવ છે. તેને ઇન્દ્રિયના વ્યાપારની કોઈ આવશ્યકતા નથી. રસાસ્વાદ જુદી ચીજ છે અને રસનું જ્ઞાન જુદી ચીજ છે. આસ્વાદન જીભના વ્યાપાર દ્વારા થાય છે. રસનું જ્ઞાન તો જીભના વ્યાપારની અપેક્ષા રાખતું નથી. સર્વજ્ઞને પોતાના અતીન્દ્રિય જ્ઞાન દ્વારા રસનું જ્ઞાન થાય છે. જે વસ્તુ જેવી છે તેને તે જ રૂપમાં તટસ્થભાવે – તેના તરફ રાગભાવ કે દ્વેષભાવ કર્યા વિના– ઇન્દ્રિયવ્યાપારનિરપેક્ષપણે સર્વજ્ઞ જાણે છે, તમારી (કે મારી) જેમ ઇન્દ્રિયના વ્યાપારની સહાયતાથી તે જાણતા નથી અને જાણતી વખતે રાગ યા દ્રષના ભાવથી કલુષિત થતા નથી. 79. યદુવાદ્રિ “વત્રતોડનાઘનન્ત સંસાર:' રૂઢિ, તણસવે युगपत्संवेदनात् । न च तदसंभवि दृष्टवात् । तथाहि- यथा स्वभ्यस्तसकलशास्त्रार्थ: सामान्येन, युगपत्प्रतिभासते एवमशेषविशेषकलितोऽपि । तथा चोक्तम् "यथा सकलशास्त्रार्थः स्वभ्यस्तः प्रतिभासते । मनस्येकक्षणेनैव तथानन्तादिवेदनम् ॥१॥" [vo વાર્તિાન. રાર૨૭] રતિ 79. “કાળ અનન્ત છે, પદાર્થો પણ અનન્ત છે, તે બધાને એક પછી એક એમ ક્રમથી જાણવા તો અનન્ત કાળમાં પણ શક્ય નથી' એવી જે શંકા તમે મીમાંસકોએ કરી તે તદ્દન ખોટી છે, અયોગ્ય છે કેમ કે અમે પેહલાં કહી જ દીધું છે કે – “સર્વજ્ઞનું જ્ઞાન ક્રમિક નથી, તે તો સર્વ વસ્તુઓને યુગપત જાણે છે. જયારે અનેક વસ્તુઓનું યુગપતુ જ્ઞાન આપણા જેવા અલ્પજ્ઞોને પણ થતું દેખાય છે ત્યારે સાવ નિરાવરણ અનન્તજ્ઞાનવાળા અનન્તવીર્યવાળા સર્વજ્ઞને સર્વ વસ્તુઓનું જ્ઞાન યુગપત થાય એમાં કંઈ બાધા નથી. જેમ સારી રીતે અભ્યસ્ત સકલશાસ્ત્રાર્થ સામાન્યપણે શિષ્યના જ્ઞાનમાં યુગપત પ્રતિભાસિત થાય છે તેમ બધા જ વિશેષો સર્વજ્ઞના જ્ઞાનમાં યુગપતું પ્રતિભાસિત થાય છે. કહ્યું પણ છે કે- “જેમ જે શાસ્ત્રોનો સારી રીતે તલસ્પર્શી અભ્યાસ કર્યો છે તે શાસ્ત્રોના બધા પદાર્થો બરાબર ધ્યાન દેવાથી – ચિત્ત લગાવવાથી મનમાં એક સાથે એક ક્ષણે પ્રતિભાસિત થાય છે – ઉપસ્થિત થાય છે તેમ અનન્તશક્તિશાળી સર્વજ્ઞ જ્ઞાનમાં અનન્ત પદાર્થ એક સાથે પ્રતિભાસિત થાય છે.” [પ્રમાણવાર્તિકાલંકાર, ૨.૨૨૭]. 80. यच्चोक्तं 'अतीतानागत' इत्यादि; तदपि स्वप्रणेतुरज्ञानित्वमेव ज्ञापयति, यतो यद्यपीदानींतनकालापेक्षया तेऽतीतानागतवस्तुनी असती Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy