________________
જૈનમત
૨૭૦૯
અસર્વજ્ઞનો વિધિ શક્ય જ નથી. સર્વત્ર સર્વદા અસર્વજ્ઞના વિધિનો સંભવ માનતાં તો સર્વજ્ઞત્વની આપત્તિ આવે. જે જાણે છે કે સર્વત્ર અને સર્વદા અસર્વજ્ઞો જ છે તે સર્વજ્ઞ બની જશે અને અમારું ઇષ્ટ (સર્વજ્ઞ) સિદ્ધ થઈ જશે.
67. परम्परयापि किं तद्व्यापकविरुद्धस्य, तत्कारणविरुद्धस्य तत्कार्य-विरुद्धस्य वा विधिः सर्वज्ञाभावमाविर्भावयेत् । न तावद्व्यापकविरुद्धविधिः, स हि सर्वज्ञस्य व्यापकमखिलार्थसाक्षात्कारित्वं तेन विरूद्धं तदसाक्षात्कारित्वं नियतार्थग्राहित्वं वा तस्य च विधिः क्वचित्कदाचित्तदभावं साधयेन पुनः सर्वत्र सर्वदा वा, तुषारस्पर्शव्यापकशीतविरुद्धाग्निविधानात् क्वचित्कदाचित्तुषारस्पर्शनिषेधवत् । कारणविरुद्धविधिरपि क्वचित्कदाचिदेव सर्वज्ञाभावं साधयेत्, न सर्वत्र । सर्वज्ञत्वस्य हि कारणमशेषकर्मक्षयः, तद्विरुद्धस्य कर्माक्षयस्य च विधिः क्वचित्कदाचिदेव सर्वज्ञाभावसाधकः, रोमहर्षादिकारणशीतविरुद्धाग्निविधानात् क्वचित्कदाचिच्छीतकार्यरोमहर्षादिनिषेधवत् न पुनः साकल्येन, सकलकर्माप्रक्षयस्य साकल्येन संभवाभावात् क्वचिदप्यात्मनि तस्याग्रे प्रसाधयिष्यमाणत्वात् । नापि विरूद्धकार्यविधिः, सर्वज्ञत्वेन हि विरुद्धं किंचिज्झत्वं तत्कार्यं नियतार्थविषयं वचः तस्य विधिः स च न सामस्त्येन सर्वज्ञाभावं साधयेत् । यत्रैव हि तद्विधिस्तत्रैवास्य तदभावसाधनसमर्थत्वात्, शीतविरुद्धदहनकार्यधूमविशिष्टप्रदेश एव शीतस्पर्शनिषेधवत्, तन्न विरुद्धविधिरपि सर्वविदो बाधकः ।
67. સર્વજ્ઞના પરંપરાથી વિરોધી પદાર્થનો વિધિ કરીને પણ સર્વજ્ઞનો અભાવ સાધી શકાતો નથી. શું સર્વજ્ઞના વ્યાપક ધર્મના વિરોધીનો વિધિ કરીને સર્વજ્ઞનો અભાવ સાધશો કે સર્વજ્ઞના કારણના વિરોધીનો વિધિ કરીને કે પછી સર્વજ્ઞના કાર્યોના વિરોધીનો વિધિ કરીને ? સર્વજ્ઞના વ્યાપક ધર્મના વિરોધીનો વિધિ કરીને સર્વજ્ઞનો અત્યન્ત અભાવ સિદ્ધ કરી શકાતો નથી કેમ કે સર્વજ્ઞનો વ્યાપક ધર્મ છે સકલ પદાર્થોનો સાક્ષાત્કાર કરવો તે, તેના સીધા વિરોધી બે છે, એક વિરોધી છે સકલપદાર્થોને ન જાણવા તે અને બીજો વિરોધી છે કેટલાક પદાર્થોને જાણવા તે. આ બન્ને વિરોધીઓની વિધિ કરીને તો કોઈ ખાસ દેશમાં કે કોઈ ખાસ સમયમાં જ સર્વજ્ઞનો નિષેધ કરી શકાય. જગતના સર્વ પ્રાણીઓ ત્રણેય કાળમાં સકલ પદાર્થોને જાણતા નથી કે કેટલાક જ પદાર્થોને જ જાણે છે એવું સર્વ પ્રાણી સંબંધી ત્રૈકાલિક વિધાન કરવું અસર્વજ્ઞની શક્તિ બહાર છે. અસર્વજ્ઞ વ્યક્તિ તો પોતાના પરિચિતો વિશે જ કહી શકે કે તેઓ સકલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org