________________
૨૮૦
તર્કરહસ્યદીપિકા
પદાર્થોને જાણતા નથી કે કેટલાક પદાર્થોને જાણે છે. તેથી જે સ્થળ અને જે કાળ માટે આ બન્ને વિરોધીઓની વિધિ કરવામાં આવે તે સ્થળ અને તે કાળ પૂરતો જ સર્વજ્ઞનો નિષેધ થઈ શકે, અન્ય સ્થળ અને અન્ય કાળમાં નહિ અર્થાત્ સર્વત્ર અને સર્વદા નહિ. ઉદાહરણાર્થ, તુષારનો (યા તુષારસ્પર્શનો) વ્યાપક ધર્મ છે ઠંડક, આ ઠંડકનો સાક્ષાત્ વિરોધી અગ્નિ જ્યારે અને જ્યાં સળગાવવામાં આવે ત્યારે અને ત્યાં જ તુષાર તથા તેની ઠંડકનો અભાવ થઈ શકે અન્યત્ર અને અન્ય કાળે નહિ. આવી જ રીતે સર્વજ્ઞના કારણના વિરોધીનો વિધિ કરીને પણ સર્વજ્ઞનો ક્યાંક અને કોઈ ખાસ સમયમાં જ નિષેધ કરી શકાય સદા અને સર્વત્ર નહિ. સર્વજ્ઞતાનું કારણ છે સર્વજ્ઞતાને રુંધનાર જ્ઞાનાવરણ આદિ કર્મોનો સર્વથા નાશ, તેનો સાક્ષાત્ વિરોધી છે કર્મોનો સદ્ભાવ. એટલે જ્ઞાન ક૨ણ આદિ કર્મોના સદ્ભાવનો વિધિ પણ જે આત્માને વિશે જે સમયે કરવામાં આવે તે જ આત્મા તે જ સમયે સર્વજ્ઞતાથી રહિત ગણાય અને નહિ કે બધા આત્માઓ સદાકાળ. ‘સર્વ આત્માઓમાં કર્મોનો સદ્ભાવ સદા રહેશે' આ વિધાન તો સર્વજ્ઞ જ કરી શકે, આપણા જેવા અસર્વજ્ઞો નહિ. ઠંડીને કારણે થતા ઠંડીના કાર્યભૂત રોમાંચનો નિષેધ તો ઠંડીના વિરોધી અગ્નિના વિધિથી ક્યારેક કોઈક સ્થાને થઈ શકે, સદા સર્વત્ર નહિ. અમે હવે પછી સિદ્ધ કરીશું કે કેટલાક વિશિષ્ટ આત્માઓ પોતાના આત્મબળથી (યોગબળથી) બધાં કર્મબન્ધનો તોડી અર્થાત્ બધાં કર્મોનો આત્યંતિક ક્ષય કરી નિરાવરણ બની જાય છે. આવી જ રીતે સર્વજ્ઞના સાક્ષાત્ વિરોધી અસર્વજ્ઞના કાર્યનો વિધિ કરીને પણ સર્વજ્ઞનો સર્વથા સર્વદા તથા સર્વત્ર નિષેધ કરી શકાતો નથી. સર્વજ્ઞતાનો સાક્ષાત્ વિરોધિની અલ્પજ્ઞતા છે. અલ્પજ્ઞતાનું કાર્ય છે નિયત પદાર્થોના સ્વરૂપનું પ્રતિપાદન કરનારાં વચન. આ વચનોનો વિધિ પણ જે આત્માની બાબતમાં જ્યારે કરવામાં આવે ત્યારે જ તે જ આત્માને સર્વજ્ઞતાથી રહિત ગણી શકાય, બધા આત્માઓને સદા માટે સર્વજ્ઞતાથી રહિત ન ગણાય. આગ થતાં જ ઠંડક નાશ પામે છે, એટલે જ્યાં અને જ્યારે આગનું કાર્ય ધૂમ હોય ત્યાં અને ત્યારે જ ઠંડકનો નિષેધ કરી શકાય, સર્વત્ર અને સર્વ કાળે ઠંડકનો નિષેધ ન કરી શકાય. આમ વિરુદ્ધવિધિનો કોઈપણ પ્રકાર સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરી શકતો નથી. એટલે વિરુદ્ધવિધિ પણ સર્વજ્ઞનો બાધક નથી.
68. नापि वक्तृत्वादिकम्, सर्वज्ञसत्त्वानभ्युपगमे तस्यानुपपत्त्या - सिद्धत्वात् तदुपपत्तौ च स्ववचनविरोधो 'नास्ति सर्वज्ञो वक्तृत्वादिधर्मोपेत--- श्चेति' तत्र सर्वज्ञस्यासत्त्वं कुतोऽपि हेतोः साधयितुं शक्यम् ।
8. વતૃત્વ હેતુ પણ સર્વજ્ઞનો બાધક નથી. સર્વજ્ઞનું અસ્તિત્વ સ્વીકાર્યા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org