SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ તર્કરહસ્યદીપિકા ખગ્રાસ યા અપૂર્ણગ્રાસ આદિરૂપે ભાવી ચન્દ્રગ્રહણનો ઉપદેશ અતીન્દ્રિયજ્ઞાન વિના થઈ શકતો નથી. જે પુરુષ જે ભાવી વિષયનો શાસ્ત્ર યા લિંગની સહાયતા વિના અવિસંવાદી ઉપદેશ દે છે તે પુરુષ તે વિષયનો સાક્ષાત્કાર કરનારો હોય છે, જેમ કે કોઈ ઘટ આદિને પ્રત્યક્ષ જોઈ તેનું યથાવતું વર્ણન કરનાર આપણે લોકો. કોઈ શાસ્ત્રની સહાયતા વિના તથા અનુમાન કરનાર હેતુઓની મદદ વિના ભાવી ચન્દ્રગ્રહણ આદિનો દિવસ કલાક મિનિટના ચોક્કસ સમય સાથે ખગ્રાસ આદિનો નિયતરૂપે ઉપદેશ દેનારો કોઈ આત્મા આ જગતમાં છે, તેથી તે તે ભાવી અતીન્દ્રિય પદાર્થોનો સાક્ષાત્કાર અવશ્ય કરે છે. ભાવી આકાશી ઘટનાઓનો સાક્ષાત્ ઉપદેશ દેનાર સૌ પ્રથમ જિનેન્દ્રદેવ છે, તેથી તે અતીન્દ્રિય પદાર્થોને પ્રત્યક્ષ જોનાર સર્વજ્ઞ છે જ. આ અનુમાનથી પણ સર્વજ્ઞ સિદ્ધ થાય છે. 62. यच्चोक्तं 'प्रमाणपञ्चकाप्रवृत्तेः सर्वज्ञस्याभावप्रमाणगोचरत्वम् तदपि वाङ् मात्रम्; प्रमाणपञ्चकाप्रवृत्तेरसंभवात् । सा हि बाधसद्भावत्वेन स्यात्, न च सर्वज्ञे बाधकसंभवः । तथाहि-तबाधकं प्रत्यक्षम्, अनुमानम्, आगमः, उपमानम् अर्थापत्तिर्वा । तत्राद्यः पक्षो न श्रेयान्; यतो यदि प्रत्यक्षं वस्तुनः कारणं व्यापकं वा स्यात्, तदा तन्निवृत्तौ वस्तुनोऽपि निवृत्तियुक्तिमती, वढ्यादिकारणवृक्षत्वादिव्यापकनिवृत्तौ धूमत्वादिशिशपात्वादिनिवृत्तिवत् । न चार्थस्याध्यक्षं कारणम्, तदभावेऽपि देशादिव्यवधानेऽर्थस्य भावात् । नापि व्यापकम् तन्निवृत्तावपि देशादिविप्रकृष्टवस्तूनामनिवर्तमानत्वात् । न चाकारणाव्यापकनिवृत्तावप्यकार्याव्याप्यनिवृत्तिरुपपन्ना, अतिप्रसक्तेरिति । 62. આપ મીમાંસકોએ પહેલાં જે કહ્યું હતું કે – “સર્વજ્ઞને પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણો ગ્રહણ કરતાં નથી, સિદ્ધ કરતાં નથી, તેથી અભાવપ્રમાણ દ્વારા સર્વજ્ઞનો અભાવ જ સિદ્ધ થાય છે તે તર્કહીન છે, કેવળ પ્રલાપમાત્ર છે કેમ કે જ્યારે પાંચે પ્રમાણ સર્વજ્ઞની સત્તા જોરશોરથી સિદ્ધ કરે છે ત્યારે સર્વજ્ઞને ગ્રહણ કરવામાં પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોની અપ્રવૃત્તિ કેવી રીતે કહેવાય? પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોની અપ્રવૃત્તિ અહીં સંભવતી નથી. પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોની અપ્રવૃત્તિ તો તે પદાર્થમાં સંભવે જેમાં આ પ્રમાણો દ્વારા બાધા આવતી હોય. સર્વજ્ઞમાં તો કોઈ પણ પ્રમાણ બાધા દેનારું નથી. સર્વજ્ઞની સત્તા નિબંધ છે. આપ મીમાંસકો જ બતાવો કે ક્યું પ્રમાણ એવું છે જે સર્વજ્ઞનું બાધક હોય – પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન કે અર્થપત્તિ? “સર્વજ્ઞનું પ્રત્યક્ષ થતું નથી, એટલે પ્રત્યક્ષ જ સર્વજ્ઞનું બાધક છે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy