SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૭૫ પ્રત્યક્ષને બાધક ગણવું યોગ્ય નથી કેમ કે જો પ્રત્યક્ષ સર્વજ્ઞનું કારણ યા સર્વજ્ઞનું વ્યાપક હોત તો તેની નિવૃત્તિ દ્વારા સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થાત. ધૂમનું કારણ અગ્નિ છે એટલે અગ્નિની નિવૃત્તિ થતાં ધૂમનો અભાવ થાય છે. વૃક્ષત્વ શિંશપા, લીમડો વગેરે બધાં વિશેષ વૃક્ષોમાં હોવાથી શિંશપા, લીમડો વગેરેનું વ્યાપક છે, એટલે વૃક્ષત્વરૂપ વ્યાપક ધર્મના અભાવમાં શિશપા, લીમડો વગેરે વૃક્ષવિશેષોનો અભાવ હોય છે. તેવી જ રીતે પ્રત્યક્ષ સર્વજ્ઞનું વ્યાપકયા કારણ હોત તો અવશ્ય સર્વજ્ઞનું પ્રત્યક્ષ નહોતાં સર્વજ્ઞનો અભાવ થાત પરંતુ પ્રત્યક્ષ ન તો સર્વજ્ઞનું કારણ છે કે ન તો વ્યાપક. પ્રત્યક્ષના અભાવમાં પણ દૂર દેશમાં વસ્તુનો સદ્ભાવ હોય છે, તેથી પ્રત્યક્ષ તે વસ્તુનું કારણ નથી. તથા પ્રત્યક્ષની નિવૃત્તિ થવા છતાં પણ દૂરદેશવર્તી વસ્તુની નિવૃત્તિ થતી નથી એટલે પ્રત્યક્ષ તે વસ્તુનું વ્યાપક પણ નથી. જ્યારે પ્રત્યક્ષ સર્વજ્ઞનું કારણ યા વ્યાપક નથી ત્યારે પ્રત્યક્ષની નિવૃત્તિથી અર્થાત સર્વજ્ઞનું પ્રત્યક્ષ થતું ન હોવાથી સર્વજ્ઞનો અભાવ કેવી રીતે માની શકાય? જે વસ્તુ કારણ યા વ્યાપક નથી તે વસ્તુની નિવૃત્તિથી જે વસ્તુ કાર્યયા વ્યાપ્ય નથી તેની નિવૃત્તિ માનવામાં આવે તો અતિપ્રસંગ દોષ અર્થાત્ અવ્યવસ્થાદોષ આવે. [એટલે કે ઘટની નિવૃત્તિ (અભાવ) થતાં સુમેરુપર્વતની પણ નિવૃત્તિ (અભાવ) થવી જોઈએ.] 63. नाप्यनुमानं तद्बाधकम् धर्मिसाध्यधर्मसाधनानां स्वरूपासिद्धेः । तत्र हि धर्मित्वेन किं सर्वज्ञोऽभिप्रेतः, सुगतादिः, सर्वपुरुषा वा । यदि सर्वज्ञः, तदा किं तत्र साध्यमसत्त्वम्, असर्वज्ञत्वं वा ? यद्यसत्त्वम् किं तत्र साधनमनुपलम्भः, विरुद्धविधिः, वक्तृत्वादिकं वा । यद्यनुपलम्भः किं सर्वज्ञस्य, उत तत्कारणस्य, तत्कार्यस्य, तद्व्यापकस्य वा । यदि सर्वज्ञस्य; सोऽपि किं स्वसंबन्धी सर्वसंबन्धी वा । स्वसंबन्धी चेन्निविशेषणः, उत उपलब्धिलक्षणप्राप्तत्वविशेषणो वा । आद्ये परचित्तविशेषादिभिरनैकान्तिकः 'अनुपलम्भात्' इति हेतुः, तेषामनुपलम्भेऽप्यसत्त्वानभ्युपगमात् । नाप्युपलब्धिलक्षणप्राप्तत्वविशेषणः; सर्वत्र सर्वदा च सर्वज्ञाभावसाधनस्याभावप्रसङ्गात् । न हि सर्वथाप्यसत उपलब्धिलक्षणप्राप्तत्वं घटते, क्वचित्कदाचित्सत्त्वोपलम्भाविनाभावित्वात्तस्य । एतेन सर्वसंबन्धिपक्षोऽपि प्रत्याख्यातः । किंच असिद्धः सर्वसंबध्यनुपलम्भः, असर्वविदा प्रतिपत्तुमशक्यत्वात् । न खलु सर्वात्मनां तज्ज्ञानानां चाप्रतिपत्तौ तत्संबन्धी सर्वज्ञानुपलम्भः प्रतिपत्तुं शक्यः । नापि कारणानुपलम्भः तत्कारणस्य ज्ञानावरणदिकर्मप्रक्षयस्यानुमानेनोपलम्भात् । एतत्साधकं चानुमान, युक्तयश्चाग्रे वक्ष्यन्ते । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy