SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ તર્કરહસ્યદીપિકા 56. સર્વજ્ઞ તો સમસ્ત વસ્તુઓને જેવી છે તેવી જ જાણે છે, તેનું જાણવું સાક્ષાત અનુભવરૂપ જ છે, તેથી તેને અશુચિ વસ્તુઓના રસનો આસ્વાદ કરવાની પણ આપત્તિ આવે. સિર્વમાં અશુચિ વસ્તુઓ પણ સમાવિષ્ટ છે જ.] કહ્યું પણ છે કે – “સર્વજ્ઞને માનતાં તે સર્વજ્ઞને અશુચિ પદાર્થોના રસાસ્વાદના અનુભવનો દોષ અવશ્ય આવે, તે દોષનું વારણ કરવું કઠિન છે.” 57. किंच अतीतानागतवस्तूनि स किं स्वेन स्वरूपेण जानाति किं वा वर्तमानतयैव । प्रथमपक्षे तज्ज्ञानस्याप्रत्यक्षतापत्तिः, अवर्तमानवस्तुग्राहित्वात्, स्मरणादिवत् । द्वितीये तु तज्ज्ञानस्य भ्रान्तत्वप्रसङ्गः, अन्यथास्थितस्यार्थस्यान्यथाग्रहणात्, द्विचन्द्रज्ञानादिवदिति । 57. ઉપરાંત, શું સર્વજ્ઞ અતીત વસ્તુઓને તથા અનાગત વસ્તુઓને ક્રમશઃ અતીતરૂપે અને અનાગતરૂપે જ જાણે છે કે તેમને પણ વર્તમાન વસ્તુઓની જેમ વર્તમાનરૂપે જ સાક્ષાતું જાણે છે? જો તે અતીત વસ્તુઓને અતીતરૂપે અને અનાગત વસ્તુઓને અનાગતરૂપે જ જાણતો હોય તો તેનું જ્ઞાન સાક્ષાત્કારરૂપ ન હોય અને તેથી તે જ્ઞાન પ્રત્યક્ષની શ્રેણીમાં ન આવી શકે. [પ્રત્યક્ષ તો વર્તમાન વસ્તુને સાક્ષાત સ્પષ્ટરૂપે જાણે છે.] અતીત વસ્તુને અતીતરૂપે જાણનારું જ્ઞાન તો સ્મરણ આદિ જેવું અસ્પષ્ટ અને અપ્રત્યક્ષાત્મક હોય છે. જો સર્વજ્ઞ અતીત આદિ વસ્તુઓને વર્તમાનરૂપે જાણતો હોય તો તેનું જ્ઞાન અર્થોને વિપરીત રૂપમાં અર્થાત્ જે વર્તમાન નથી તેમને વર્તમાનરૂપે જાણવાના કારણે મિથ્યાજ્ઞાન બની જશે. જેમાં એક ચંદ્રમાં બે ચંદ્રોને ગ્રહણ કરનારું જ્ઞાન અન્યથાગ્રાહી હોવાથી ભ્રાન્ત છે તેમ સર્વજ્ઞનું જ્ઞાન પણ અતીત આદિને, જે વર્તમાનરૂપ નથી તેમને, વર્તમાનરૂપે ગ્રહણ કરતું હોઈ બ્રાન્ત અને મિથ્યા જ ઠરે. આમ સર્વજ્ઞના જ્ઞાનમાં મિથ્યાત્વ યા બ્રાન્તત્વની આપત્તિ આવે. 58. ૩મત્ર પ્રતિવિધીવત્તે તત્ર વત્તાવ —તીદામ માવત્' इति साधनम् । तदसम्यक् तत्साधकानामनुमानप्रमाणानां सद्भावात् । तथाहि-ज्ञानतारतम्यं क्वचिद्विश्रान्तं तरतमशब्दवाच्यत्वात् । परिमाणवदिति । नायमसिद्धो हेतुः, प्रतिप्राणिप्रज्ञामेधादिगुणपाटवरूपस्य ज्ञानस्य तारतम्येनोपलब्धेः । ततोऽवश्यमस्य सर्वान्तिमप्रकर्षेण भाव्यं, यथा परिमाणस्याकाशे । स च ज्ञानस्य सर्ववस्तुप्रकाशकत्वरूपो यत्र विश्रान्तः स भगवान सर्वज्ञः। 58. જેન – અમે તમને ઉત્તર આપીએ છીએ. સર્વજ્ઞ નથી એ સિદ્ધ કરવા તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy