SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૭૧ હેતુ આપ્યો છે કે “કારણ કે તેનું ગ્રાહક કોઈ પ્રમાણ નથી, પરંતુ તમારો હેતુ યોગ્ય નથી, સાચો નથી. એનું કારણ એ છે કે સર્વજ્ઞને સિદ્ધ કરનારા અનેક અનુમાનપ્રમાણો મોજૂદ છે. તે નીચે પ્રમાણે છે – જ્ઞાનનો તરતમભાવ યા ક્રમિક વિકાસ તેની ઉત્કૃષ્ટ કોટિને પ્રાપ્ત કરે છે, કારણ કે તે ‘તરત’ શબ્દવાચ્ય ઉત્તરોત્તર વિકાસ છે. જેમ પરિમાણ પરમાણુમાં સૌથી નાનું છે જે ઉત્તરોત્તર વિકાસ કરતું કરતું આકાશમાં પોતાની પૂર્ણતાને પ્રાપ્ત કરે છે અર્થાત્ મહત્પરિમાણ બની જાય છે તેમ જ્ઞાનનો ક્રમિક વિકાસ થતાં ક્યાંક ને ક્યાંક તે પૂર્ણતાની અવસ્થાને પામે છે. જ્ઞાનની આ પૂર્ણ અવસ્થા જ સર્વજ્ઞતા છે. જ્ઞાનનો તરતમભાવ યા ક્રમિક વિકાસ (હનુ) અસિદ્ધ નથી. જગતમાં પ્રત્યેક પ્રાણીમાં પ્રજ્ઞા -નવીન પદાર્થોની તર્કણા કરનારી પ્રતિભા - તથા મેધા અર્થાત્ ધારણશક્તિ આદિ ગુણોની પટુતારૂપ જ્ઞાનનું તારતમ્ય યા ક્રમિક વિકાસ આપણે જોઈએ છીએ. જયારે આપણે જ્ઞાનનો આ રીતનો ક્રમિક વિકાસ પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ ત્યારે અવશ્યપણે જ્ઞાન વિકસતું વિકસતું કોઈ આત્મામાં પોતાનો ચરમ વિકાસ સાધી લેશે જેમ કે પરિમાણ વધતું વધતું આકાશમાં પોતાની ચરમ સીમાએ પહોંચીને મહત્પરિમાણ બની જાય છે. જ્ઞાનની આ ચરમ વિકાસની અવસ્થા જ સર્વજ્ઞતા કહેવાય છે. જ્ઞાનનો આ ચરમ વિકાસ જે આત્મામાં થયો હોય તે આત્મા 3 સર્વ વસ્તુઓને યથાવત્ જાણનારો સર્વજ્ઞ ભગવાન છે. 59. નનુ સંતાથમાનાથ મૌwથતી રતચ્ચે સત્યપ સંક્તિમવદ્વિરૂપतापत्तिरूपप्रकर्षादर्शनाव्यभिचार्ययं हेतुरिति चेत्, न; यतो यो द्रव्यस्य सहजो धर्मो न तु सहकारिसव्यपेक्षः, सहजोऽपि च यः स्वाश्रये विशेषमारभते, सोऽभ्यासक्रमेण प्रकर्षपर्यन्तमासादयति, यथा कलधौतस्य पुटपाकप्रबन्धाहिता विशुद्धिः । न च पाथसस्तापः सहजो धर्मः, किं त्वग्न्यादिसहकारिसव्यपेक्षः । तत्कथं तत्र तापोऽभ्यस्यमानः परां काष्ठां गच्छेत् । अत्यन्ततापे प्रत्युत पाथसः परिक्षयात् । ज्ञानं तु जीवस्य सहजो धर्मः स्वाश्रये च विशेषमाधत्ते । तेन तस्य निरन्तराभ्यासाहिताधिकोत्तरोत्तरविशेषाधानात् प्रकर्षपर्यन्तप्राप्ति युक्ता । एतेन 'लङ्घनाभ्यास' इत्यादि निरस्तं, लङ्घनस्यासहजधर्मत्वात्, स्वाश्रये च विशेषानाधानात्, प्रत्युत तेन सामर्थ्यपरिक्षयादिति । 59. મીમાંસક – જ્યારે ચૂલા ઉપર પાણી ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં ઉષ્ણતાની તરતમતા યા ક્રમિક વૃદ્ધિ તો દેખાય છે પરંતુ પાણી ગમે તેટલો સમય કેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy