SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ તર્કરહસ્યદીપિકા અસમર્થ થઈ જાય છે ત્યારે તે વસ્તુનો અભાવ જાણવા માટે અભાવ પ્રમાણ છે અર્થાત્ તે વસ્તુનો અભાવ અભાવપ્રમાણ સિદ્ધ કરે છે.' [મીમાંસાલ્લો કવાર્તિક, અભાવપ્રમાણ, શ્લોક ૧]. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – “સર્વજ્ઞ નથી કેમ કે તે પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોથી ગૃહીત થતો નથી, જેમ કે ગધેડાનાં શિગડાં.' 53. किंच, यथाऽनादेरपि सुवर्णमलस्य क्षारमृत्पुटपाकादिप्रक्रियया विशोध्यमानस्य निर्मलत्वम्, एवमात्मनोऽपि निरन्तरं ज्ञानाद्यभ्यासेन विगतमलत्वात्सर्वज्ञत्वं किं न भवेदिति मतिस्तदपि न, अभ्यासेन हि शुद्धस्तारतम्यमेव भवेन्न परमः प्रकर्षः, न हि नरस्य लङ्घनमभ्यासतस्तारतम्यवदप्युपलभ्यमानं सकललोकविषयमुपलभ्यते । उक्तं च - "दशहस्तान्तरं व्योम्नो यो नामोत्प्लुत्य गच्छति । न योजनशतं गन्तुं शक्तोऽभ्यासशतैरपि ॥१॥ इति । 53. જૈન-જેમ અનાદિ કાળથી ખાણમાં રહેલા મલયુક્ત સુવર્ણને શુદ્ધિકર ક્ષાર સાથે મૂસયા ક્રસિબલમાં મૂકી અગ્નિમાં તપાવવામાં આવતાં તે પ્રક્રિયાથી મેલ દૂર થઈ જવાથી સુવર્ણ નિર્મલ યા શુદ્ધ બની જાય છે તેમ અનાદિ કાળથી કર્મમલથી આવરિત આત્મા અલ્પ જ્ઞાનવાળો યા અજ્ઞાની છે પરંતુ સતત જ્ઞાનાદિના અભ્યાસથી કર્મમલનું આવરણ દૂર થવાથી તે પણ પૂર્ણજ્ઞાની યા સર્વજ્ઞ કેમ ન બની શકે? મીમાંસક- તમારી જૈનોની વાત બરાબર નથી. [અભ્યાસ દ્વારા સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાની વાત અનુભવહીનતાની સૂચક છે.] અભ્યાસથી શુદ્ધતામાં તરતમભાવ આવે પરંતુ તેનાથી શુદ્ધિની પરમ કોટિએ ન પહોંચી શકાય. [અભ્યાસથી ફરક તો પડી શકે છે, જે આત્મા સાવ અજ્ઞાની હોય તે કાલે ચાર અક્ષરનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. પરંતુ અભ્યાસમાં એટલી તાકાત નથી કે તે વસ્તુના સ્વભાવનું આમૂલ પરિવર્તન કરી શકે. મૂલ વસ્તુમાં થોડોઘણો અતિશય અભ્યાસ લાવી શકે. તેથી અભ્યાસ દ્વારા શુદ્ધિમાં થોડોઘણો વધારો તો થઈ શકે પરંતુ સર્વજ્ઞતાને પેદા કરનારી સંપૂર્ણ શુદ્ધિ ન થઈ શકે.] કોઈ પુરુષ પ્રતિદિન ઊંચે કૂદવાનો અભ્યાસ કરે તો એ સંભવ છે કે જ્યાં સામાન્ય પુરુષ ચારપાંચ હાથ કુદી શકતો હોય ત્યાં તે સાતઆઠ હાથ કે વધુમાં વધુ દસ હાથ કુદી જાય. પરંતુ ગમે તેટલો અભ્યાસ તે કેમ ન કરે તે કદી એક સો યોજન ઊંચો કૂદકો મારી ન શકે કે ન તો તેનામાં લોકને લાંઘવાની શક્તિ આવી શકે. કહ્યું પણ છે કે – “જે પુરુષ અભ્યાસ કરવાના કારણે આકાશમાં દસ હાથ ઊંચો કૂદકો મારી શકે છે, શું તે સેંકડો વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી પણ સો યોજન ઊંચો કૂદકો મારી શકે ?” [કહેવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy