SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨ ૨૯ કરવાને યોગ્ય હોઈ શકે જ નહિ. તિથી આ સમસ્ત વિચિત્ર વિશ્વના લાયક સર્જકને સર્વજ્ઞ માનવો જ જોઈએ.] 13. તે તરીયજ્ઞાનાયો નિત્યા, લુનાનાવિજ્ઞાનવિષ્યો વિક્ષવિા ! 13. આ ઈશ્વર કુંભાર આદિથી વિલક્ષણ પ્રકારનો કર્તા છે, તેથી તેનાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન નિત્ય છે, સદા હોય છે. એથી ઊલટું કુંભાર આદિનાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન અનિત્ય છે. __14. एकत्वं च क्षित्यादिकर्तुरनेककतृणामेकाधिष्ठातृनियमितानां प्रवृत्त्युपपत्तेः सिद्धम् । प्रसिद्धा हि स्थपत्यादीनामेकसूत्रधारपरतन्त्राणां महाप्रासादादिकार्यकरणे प्रवृत्तिः । 14. એક અધિષ્ઠાતાથી નિયત્રિત અનેક કર્તાઓની પ્રવૃત્તિ ઘટતી હોવાથી પૃથ્વી વગેરેનો અધિષ્ઠાતારૂપ કર્તા તો એક જ છે એ સિદ્ધ થાય છે. એક સૂત્રધારને અધીન રહીને સ્થપતિ વગેરે અનેક કર્તાઓની રાજમહેલ આદિ કાર્યનું નિર્માણ કરવામાં થતી પ્રવૃત્તિ જગપ્રસિદ્ધ છે. જેમ ઘણા બધા નાનામોટા કાર્યકર્તા પોતાના પ્રધાન સંચાલકને અધીન રહી પ્રવૃત્તિ કરે છે, જેમ નાનામોટા અનેક રાજામહારાજાઓ સમ્રાટ યા ચક્રવર્તીના ઈશારે ચાલે છે અર્થાતુ પ્રવૃત્તિ કરે છે અને જેમ અનેક દેવ આદિ એક ઈન્દ્રની આજ્ઞાનુસાર પ્રવૃત્ત થાય છે તેમ વિશ્વના સમસ્ત ચક્રવર્તી, ઈન્દ્ર આદિ એક મહાન વિભૂતિરૂપ ઈશ્વરથી નિયત્રિત થઈને પોતાની પ્રવૃત્તિ કરે છે. અર્થાત તેઓ ઈશ્વરેચ્છાને અધીન થઈ પ્રવૃત્તિ કરે છે. ઈશ્વરની ઇચ્છા વિના તો એક પાંદડું પણ હલતું નથી. ઈશ્વર જ સર્વશ્રેષ્ઠ, સર્વશક્તિશાળી અન્તિમ અધિષ્ઠાતા છે. તેથી તે એક જ હોઈ શકે. એકથી વધુ નાયકો યા નેતાઓ માનતાં તો કાર્યોત્પત્તિમાં બાધા ઊભી થાય. તે અનેક નાયકોમાં મતભેદ ઊભો થતાં કાર્યોની ઉત્પત્તિ યા કાર્યોનું નિર્માણ જ અટકી જાય. તેથી જ બધાનો નિયન્તા ઈશ્વર એક જ માનવો જોઈએ જેથી મતભેદની સંભાવના જ ન રહે. એ તો જગજાહેર છે કે નાનામોટા મજૂરો, કારીગરો વગેરે એક મુખ્ય ઇજનેરની આજ્ઞામાં રહીને જ મોટા મોટા રાજમહેલ બનાવવામાં પ્રવૃત્ત થાય છે. મુખ્ય ઇજનેર જ તે બધાને દિશા દેખાડી, માર્ગદર્શન આપી, તેમનું નિયંત્રણ કરે છે. તેવી જ રીતે આ વિશ્વનો પ્રધાન કુશલ ઇજનેર ઈશ્વર છે અને તે એક અને નિત્ય છે.] 15. न च ईश्वरस्यैकरूपत्वे नित्यत्वे च कार्याणां कादाचित्कत्वं वैचित्र्यं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy