SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ તર્કરહસ્યદીપિકા च विरुध्यते इति वाच्यम् । कादाचित्कविचित्रसहकारिलाभेन कार्याणां कादाचित्कत्ववैचित्र्यसिद्धौ विरोधासंभवात् । - 15. શંકા – ઈશ્વર એકરૂપ અને નિત્ય હોતાં તેનાથી કદાચિત્ય અને વિચિત્ર કાર્યોની ઉત્પત્તિ થવામાં વિરોધ છે એમ કહેવું પડે છે. [જ્યારે ઈશ્વર નિત્ય અને એકરૂપ છે, અર્થાત તેનો સ્વભાવ સદા એકસરખો જ રહે છે ત્યારે તેનાથી ઉત્પન્ન થયેલ આ જગતમાં આ આકાશ, આ ઝગમગતા તારા, આ ચમકતી વીજળી, આ ઝરણાનું ખળખળ વહેતું પાણી, આ ભભૂકતી આગ, સુસવાટા મારતો વાયુ આ બધી વિચિત્રતા ક્યાંથી આવી? એકરૂપ કારણથી તો એક જ પ્રકારનાં કાર્યો ઉત્પન્ન થાય. વળી જયારે ઈશ્વર નિત્ય સમર્થ છે ત્યારે બધાં કાર્ય એક સાથે જ ઉત્પન્ન થાય, તેમનું ક્યારેક ક્યારેક ઉત્પન્ન થવું – અર્થાત્ વસન્તમાં આંબાને મોર આવવો, વર્ષામાં સર્વત્ર લીલાછમ ઘાસનો ગાલીચો પથરાઈ જવો, શિયાળામાં તીવ્ર ઠંડો પવન વાવો, દિવસમાં સૂર્ય તપવો આ બધું ક્યારેક ક્યારેક થવું, નિયત સમયે નિયત ઋતુમાં થવું ખોટકાઈ જાય, કેમ કે નિત્ય સમર્થ કારણથી તો બધાં કાર્યો યુગપત ઉત્પન્ન થાય છે. કાર્યોનું ક્યારેક ક્યારેક થવું તો અન્ય હેતુઓ (કારણો)ની અપેક્ષા રાખે છે. જો ઈશ્વર અન્ય કારણોની અપેક્ષા રાખતો હોય તો તે પરતત્ર બની જશે.]. સમાધાન – કાદાચિત્ય અને વિચિત્ર સહકારી કારણો આવી મળતાં કાર્યોનું કાદાચિત્કપણું અને વૈચિત્ર્ય સિદ્ધ થાય છે, એટલે વિરોધ સંભવતો નથી. એકલા ઈશ્વરથી જ આ બધાં કાર્યો ઉત્પન્ન નથી થતાં, ઈશ્વર સિવાય બીજાં સહકારી ઉત્પાદક કારણો પણ હોય છે. બધાં મળીને જ કાર્યોને ઉત્પન્ન કરે છે. ઈશ્વર તો નિયત્તા, નિર્દેશક છે. તેથી ઈશ્વર ભલે સદા એક જ રૂપમાં રહે, પરંતુ અન્ય સહકારી કારણો તો પોતાના સમય અનુસાર ક્યારેક ક્યારેક એકત્ર થઈ શકે છે, તે સહકારી કારણોમાં વિચિત્રતાઓ પણ હોય છે, તેથી જ્યારે જ્યારે જેમ જેમ સહકારી કારણો ભેગાં થતાં જાય છે ત્યારે ત્યારે તેમ તેમ ઈશ્વર તેમનો વિનિયોગ કરીને અર્થાત્ તેમનો બરાબર યથાસ્થાન ઉપયોગ કરીને વિચિત્ર કાર્યોને ઉત્પન્ન કરે છે. આમ કાર્યોની વિચિત્રતા તથા તેમનું નિયત સમયે જ ઉત્પન્ન થવું એ તો વિચિત્ર વિચિત્ર સહકારી કારણોની કૃપાનું જ ફળ છે. ઈશ્વર તો સદા તૈયાર જ હોય છે, આ સહકારી કારણો જ ધીરે ધીરે એકઠાં થાય છે.] 16. ननु क्षित्यादेर्बुद्धिमद्धेतुकत्वेऽक्रियादर्शिनोऽपि जीर्णकूपादिष्विव कृतबुद्धिरुत्पद्यते घेत] न चात्र सा उत्पद्यमाना दृष्टा, अतो दृष्टान्तदृष्टस्य हेतोर्धर्मिण्यभावादसिद्धत्वम् । तदप्ययुक्तम्; यतः प्रामाणिकमितरं वापेक्ष्ये Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy