SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ પ્રસ્તાવના જૈન, સાંખ્ય, જૈમિનીય, યોગ, વૈશેષિક અને સૌગત. આચાર્ય હરિભદ્ર તેમના પદર્શનસમુચ્ચયમાં યોગને સ્થાન આપ્યું નથી પણ તેના સ્થાને નૈયાયિકને સ્થાન આપ્યું છે જ્યારે પ્રસ્તુત ગ્રન્થમાં ન્યાયને સ્થાન આપ્યું નથી પણ તેના સ્થાને યોગને સ્થાન આપ્યું છે. યોગદર્શનનો પરિચય જે સર્વદર્શનોનો સાધારણ સાધનાચાર છે તે અષ્ટાંગયોગનો પરિચય આપીને સંપન્ન કર્યો છે. ઉક્ત બધાં દર્શનો જીવને માને છે જ્યારે નાસ્તિક તેને પણ માનતા નથી એમ કહીને ચાર્વાકોની દલીલોનો સંગ્રહ કર્યો છે અને તે દર્શનનો પરિચય અન્તમાં આપી દીધો છે. કર્તા રાજશેખર વિ.સં.૧૪૦પમાં (ઈ.સ. ૧૩૪૯માં) વિદ્યમાન હતા એ જાણકારી તેમણે રચેલા પ્રબન્ધકોશની પ્રશસ્તિમાંથી મળે છે. આ પદર્શનસમુચ્ચય યશોવિજય જૈન ગ્રન્થમાલા, બનારસથી ઈ.સ.૧૯૧૨માં પ્રકાશિત થયો છે, તેના સંપાદકો છે હરગોવિન્દદાસ અને બેચરદાસ. (૭) પદર્શનનિર્ણય – આ કૃતિના કર્તા આચાર્ય મેરૂતુંગ (ઈ.સ. ચૌદમી શતાબ્દી) છે. તેની હસ્તપ્રતિ નં. ૧૬૬૬ બોમ્બ બ્રાંચ રોયલ એશિયાટિક સોસાયટીમાં છે. તે લા. દ. વિદ્યામંદિર, અમદાવાદથી ઈ.સ. ૧૯૭૩માં પ્રકાશિત Jaina Philosophical Tracts – જૈનદાર્શનિકપ્રકરણસંગ્રહ(સંપાદક Nagin J. Shah)માં સમાવિષ્ટ છે. તેમાં આચાર્ય મેરૂતુંગે ક્રમશઃ બૌદ્ધ, મીમાંસા (વેદાન્ત સાથે), સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક અને જૈન આ છ દર્શનોનું નિરૂપણ કર્યું છે. આ કૃતિમાં તે તે દર્શન સંબંધી ખાસ કરીને દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપનું નિરૂપણ કરીને જૈનમતાનુસાર તેની સમીક્ષા કરી છે અને અત્તે જૈનસંમત દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ દર્શાવી તેવું જ સ્વરૂપ મહાભારત, પુરાણ, સ્મૃતિ આદિથી પણ સમર્થિત થાય છે એ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મેરૂતુંગની આ રચના વિ.સં. ૧૪૪૪ (ઈ.સ. ૧૩૮૮) અને વિ.સં.૧૪૪૯ (ઈ.સ. ૧૩૯૩) વચ્ચે થઈ છે એવું મો. દ. દેસાઈના જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ” (પૃ. ૪૪૨) ઉપરથી જણાય છે. (૮) પ્રસ્થાનભેદ-મધુસૂદન સરસ્વતીએ (ઈ.સ. ૧૫૪૦-૧૬૪૭) રચેલા પ્રસ્થાનભેદનો પણ દર્શનસંગ્રાહક ગ્રન્થોમાં સમાવેશ કરવામાં આવે છે. તેમાં પ્રધાન શાસ્ત્રોનું પરિગણન કરવામાં આવ્યું છે. તદનુસાર વંદના ઉપાંગોમાં પુરાણ, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્રનો સમાવેશ છે. અને તેમના મત અનુસાર વૈશેષિકદર્શનનો ન્યાયમાં, વેદાન્તનો મીમાંસામાં અને સાંખ્ય, પાતંજલ, પાશુપત તથા વૈષ્ણવ આદિનો ધર્મશાસ્ત્રમાં સમાવેશ છે. જુઓ પ્રસ્થાનભેદ, પુસ્તકાલય સે.સ.મંડલ, વડોદરા, ઈ.સ. ૧૯૩૫, પૃ.૧. અને આ બધાંને તેમણે “આસ્તિક માન્યાં છે. (પૃ.૧.) . મધુસૂદન સરસ્વતીએ નાસ્તિકોના પણ છ પ્રસ્થાનોનો ઉલ્લેખ કર્યો છે. તે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy