SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૨૧ અને માન ઠેષરૂપ છે. તેઓ આ રાગ અને દ્વેષ બન્નેથી વિશેષરૂપે રહિત છે અર્થાત્ સર્વથા વીતરાગ છે. આ રાગ અને દ્વેષ અનન્ત સંસારમાં પાડનાર કારણો છે અને તેથી તે બે મુક્તિના પ્રતિબન્ધક છે. તે બે દુર્જય છે. આવી તેમની શાસ્ત્રમાં પ્રસિદ્ધિ છે. કહ્યું પણ છે કે – “જો જગતમાં રાગદ્વેષ ન હોત તો કોઈ શા કારણે દુઃખી થાત, કોઈ શા કારણે થોડુંક સુખ મળતાં વિસ્મિત થઈને પોતાની જ જાતને ભૂલી જાત, અને કોઈ શા કારણે મોક્ષ ન પ્રાપ્ત કરત? [અર્થાત્ સુખ-દુઃખ મળતાં સ્વરૂપને ભૂલી જવું અને મોક્ષની પ્રાપ્તિ ન થવી એ તો રાગ-દ્વેષની કૃપાનું જ ફળ છે.]” તેથી જિનેન્દ્રો રાગષના પરિત્યાગી છે એમ કહેવામાં આવ્યું છે. 5. तथा 'हतमोहमहामल्लः' मोहनीयकर्मोदयाद्धिसाद्यात्मकशास्त्रेभ्योऽपि मुक्तिकाङ्क्षणादि-व्यामोहो मोहः, स एव सकलजगदुर्जयत्वेन महामल्ल इव महामल्लः हतो मोहमहामल्लो येन स तथा । एतेन विशेषणद्वयेन देवस्यापायापगमातिशयो व्यञ्जितो द्रष्टव्यः, तथा रागद्वेषमहामोहरहितोऽर्हनेव देव इति ज्ञापितं च । यदुक्तम् "रागोऽङ्गनासङ्गमतोऽनुमेयो द्वेषो द्विषद्दारणहेतिगम्यः । मोहः कुवृत्तागमदोषसाध्यो નો તેવઃ સ વૈવમન " રૂતિ 5. જિનેન્દ્રો મહામોહમલ્લનો નાશ કરનારા છે. મોહનીયકર્મના ઉદયથી થનારો આત્મવિકાર વ્યામોહ અર્થાત્ સ્વરૂપવિસ્મૃતિ જ મોહ છે. [આ મોહસમસ્ત વિકારોનો જનક છે, તે દોષરૂપી સેનાનો નાયક છે. તે સકલ જગત વડે જીતાવો અત્યન્ત કઠિન છે, એટલે તે મહામલ્લ જેવો મહામલ્લ છે. આ મોહના કારણે હિંસાનું સમર્થન કરનારાં, હિંસામાં ધર્મ માનનારાં શાસ્ત્રોમાં સુશાસ્ત્રનો ભ્રમ પેદા થાય છે અને આ ભ્રમના કારણે તેમનામાં પ્રતિપાદિત અસતુ ઉપાયો વડે મોક્ષ પ્રાપ્ત કરવાનો વ્યામોહમિથ્યા અભિલાષ થાય છે. [આ મહામોહે સકલ જગત ઉપર પોતાનો જબરો પ્રભાવ જમાવ્યો છે. તેને જીતવો મહાદુષ્કર છે.] પરંતુ આ મોહમહામલ્લને જિનેન્દ્ર પોતાની વીતરાગતાથી પછાડ્યો છે, જીત્યો છે, તેનો અમૂલ નાશ કર્યો છે. રાગદ્વેષવિવર્જિત” અને “હતમોહમહામલ્લ' આ બે વિશેષણો દ્વારા જિનેન્દ્રનો અપાયાપગમરૂપ અર્થાત દોષરહિતતારૂપ અતિશય સૂચવાયો છે, તેમજ રાગ, દ્વેષ અને મોહ આ દોષત્રયનો નાશ કરનાર અહિંન્ત જ સાચા દેવ છે એ પણ સૂચવાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy