________________
જૈનમત
૨૧૯ દમન કરે છે અર્થાત્ ઇન્દ્રિયોને વિષયો ભણી જવા દેતા નથી. જેમ ભ્રમર ફૂલોને હાનિ પહોંચાડ્યા વિના જ તેમનામાંથી રસ લે છે તેમ તેઓ માધુકરીવૃત્તિથી ગૃહસ્થોને કષ્ટ પહોંચાડ્યા વિના જ નિત્ય આહાર ગ્રહણ કરે છે, જે આહાર મન, વચન અને કાયા એ ત્રણને કૃત, કારિત અને અનુમોદિત એ ત્રણ વડે ગુણવાથી ફલિત થતી નવ કોટિઓથી વિશુદ્ધ હોય છે. શુદ્ધ સંયમના નિર્વાહ (પાલન) માટે જ તેઓ વસ્ત્ર અને પાત્રને ગ્રહણ કરે છે. જ્યારે કોઈ તેમને વંદન કરે છે ત્યારે તેઓ આશીર્વાદના રૂપમાં ધર્મલાભ' શબ્દ ઉચ્ચારે છે.
2. વિર: પુનસિક પપિટિશ ા તે વાઘ ઝાલमूलसङ्घ-माथुरसङ्घ-गोप्यसङ्घभेदात् । काष्ठासङ्के चमरीबालैः पिच्छिका, मूलसङ्ग्रे मायूरपिच्छैः पिच्छिका, माथुरसङ्के मूलतोऽपि पिच्छिका नादृता, गोप्या मायूरपिच्छिका । आद्यास्त्रयोऽपि सङ्घा वन्द्यमाना धर्मवृद्धि भणन्ति, स्त्रीणां मुक्तिं केवलिनां भुक्तिं सव्रतस्यापि सचीवरस्य मुक्तिं च न मन्वते, गोप्यास्तु वन्द्यमाना धर्मलाभं भणन्ति, स्त्रीणां मुक्ति केवलिनां भुक्तिं च मन्यन्ते । गोप्या यापनीया इत्यप्युच्यन्ते । सर्वेषां च भिक्षाटने भोजने च द्वात्रिंशदन्तराया मलाश्च चतुर्दश वर्जनीयाः । शेषमाचारे गुरौ च देवे च सर्वं श्वेताम्बरैस्तुल्यम्, नास्ति तेषां मिथः शास्त्रेषु तर्केष्वपरो भेदः ॥४४॥
2. દિગમ્બર મુનિઓનું લિંગ યા ચિહ્ન નગ્નતા છે. તેઓ કરપાત્રમાં આહારપાણી લે છે અર્થાત્ ખાવા-પીવા માટે કોઈ પાત્ર રાખતા નથી. દિગમ્બરોના ચાર ભેદ છે – કાઠાસંઘ, મૂલસંઘ, માથુરસંઘ અને ગોપ્યસંઘ. કાષ્ઠાસંઘમાં ચમરી ગાયના વાળની પિચ્છિકા અર્થાત્ પીંછી રાખવામાં આવે છે. મૂલસંઘમાં તથા ગોપ્યસંઘમાં મોરનાં પીંછાની પીંછી રાખવામાં આવે છે. પરંતુ માથુરસંઘમાં કોઈ પણ જાતની પીંછી રાખવામાં આવતી નથી. કાઠાસંઘ, મૂલસંઘ અને માથુરસંઘના સાધુઓ વંદન કરવામાં આવતાં આશીર્વાદના રૂપમાં ધર્મવૃદ્ધિ શબ્દ ઉચ્ચારે છે. તેઓ સ્ત્રીઓને તે જ ભવમાં અર્થાત્ સ્ત્રીરૂપમાં મુક્તિ માનતા નથી, તેઓ કેવલીઓ કવલાહાર કરે છે એવું સ્વીકારતા નથી તથા વસ્ત્રધારી સદ્ગતી હોય તો પણ તેની મુક્તિને માનતા નથી. ગોપ્યસંઘના સાધુઓ વંદન કરવામાં આવતાં “ધર્મલાભ” શબ્દ ઉચ્ચારી આશીર્વાદ આપે છે અને સ્ત્રીમુક્તિમાં માને છે અને કેવલી કવલાહારી છે એમ પણ સ્વીકારે છે. ગોપ્યસંઘવાળા યાપનીય પણ કહેવાય છે. આ બધા દિગમ્બર સાધુઓ ભિક્ષા માટે જતી વખતે તેમજ ભોજન કરતી વખતે બત્રીસ અન્તરાયો અને ચૌદ મલદોષોને વર્જ છે, ટાળે છે. આ થોડાક મામૂલી મતભેદોને બાદ કરતાં દિગંબરોના આચાર, ગુરુનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org