SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યમત ૨૧૭ - એટલે કે બધાં પ્રમાણોથી અબાધિત સ્વરૂપ હોવાથી શોભન વિચારોવાળું જૈનદર્શન છે. અર્થાત્ જૈનદર્શનનાં વચનો અવિચારિતરમણીય એટલે કે જ્યાં સુધી યુક્તિપૂર્વક વિચાર-પરીક્ષા ન કરો ત્યાં સુધી જ રમણીય લાગતાં નથી. આનાથી સૂચિત થાય છે કે અન્ય દર્શનોનો જ્યાં સુધી વિચાર કરવામાં નથી આવતો ત્યાં સુધી જ તે દર્શનો રમણીય લાગે છે, અર્થાત્ તર્કની કસોટી પર ચડતાં તેમની રમણીયતા અદશ્ય થઈ જાય છે. પરદર્શનોવાળાઓ પોતે જ કહે છે, “પુરાણ, માનવધર્મ(મનુસ્મૃતિ), વેદાંગો સહિત વેદ, ચિકિત્સાશાસ્ત્ર (આયુર્વેદ) આ ચાર આજ્ઞાસિદ્ધ છે અર્થાત્ જેવાં ને તેવાં બાબાવાક્યના રૂપમાં જ માની લેવાનાં છે, તેમને હેતુઓથી યા તર્કોથી હણવા જોઈએ નહિ.” [મનુસ્મૃતિ, ૧૨.૧૧૦] પરમતવાળાઓ પોતાના મતમાં દોષની સંભાવનાના ડરથી ડરીને પોતાના મતની વિચારણા – પરીક્ષા કરવાની વાતનો આદર કરતા નથી. કહ્યું પણ છે કે – “પોતાના દર્શનમાં કંઇક કહેવાપણું છે – તે પૂર્ણ નથી, તેમાં દોષો હશે જ – એવું સમજીને અન્ય દર્શનના અનુયાયીઓ પોતાના દર્શન અંગે વિચારવાનું – તેની પરીક્ષા કરવાનું જ છોડી દે છે. જો સોનું સો ટચનું હોય તો તેને કસોટી પર ચડવામાં ભય શાનો ? [તેની પરીક્ષા થવા દો. નિર્દોષ હશે તો દોષ કાઢી શકાશે જ નહિ.]” એટલે જ જૈનો પોતાનો જિનમત નિર્દોષ હોવાના કારણે જિનમતની પરીક્ષાથી ડર્યા વિના નિર્ભીક બનીને કહે છે – પોતાના મતનો પક્ષપાત તદૃન છોડી દઈને તટસ્થપણે બધાં દર્શનો ઉપર વારંવાર વિચાર કરો ~ પરીક્ષા કરો – અને વિચાર યા પરીક્ષા પછી જે દર્શન યુક્તિસંગત જણાય, જેમાં પૂર્વાપર વિરોધની ગન્ધ સુધ્ધાં ન હોય તેનો જ વિશારદોએ – સમજદારોએ આદર અને સ્વીકાર કરવો જોઈએ, બીજાનો નહિ. જૈનોની તો ઘોષણા છે ... “મને મહાવીર પ્રત્યે રાગ નથી કે કપિલ વગેરે પ્રત્યે દ્વેષ નથી. અમે તો સ્પષ્ટપણે માનીએ છીએ કે જેનું વચન યુક્તિયુક્ત યા તર્કસંગત હોય તેનું અનુસરણ કરવું જોઈએ.” [લોકતત્ત્વનિર્ણય, શ્લોક ૩૮]. - इति श्रीतपोगणनभोऽङ्गणदिनमणिश्रीदेवसुन्दरसूरिपादपद्मोपजीविश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयवृत्तौ सांख्यमतरहस्य प्रकाशनो नाम तृतीयोऽधिकारः ॥ તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય જેવા પ્રતાપી શ્રી દેવસુન્દરસૂરિનાં ચરણકમળના ઉપાસક શ્રી ગુણરત્નસૂરિએ રચેલી તર્કરહસ્યદીપિકા નામની ષદર્શનસમુચ્ચયની ટીકાનો સાંખ્યમતના રહસ્યને પ્રકટ કરતો ત્રીજો અધિકાર પૂર્ણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy