SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યમત ૨૧૧ कोऽस्तीत्यवगम्यते, इति त्रिविधम् । अथवा तल्लिङ्गलिङ्गिपूर्वकमित्येवानुमानलक्षणं सांख्यैः समाख्यायते । 32. આ અનુમાનનું લક્ષણ છે– [જે જ્ઞાન લિંગલિંગિજ્ઞાનપૂર્વક થાય છે તે અનુમાન છે. લિંગ એટલે વ્યાપ્ય અને લિંગી એટલે વ્યાપક. એટલે જે જ્ઞાન વ્યાપ્યવ્યાપકભાવના અર્થાત વ્યાપ્તિના જ્ઞાન દ્વારા થાય છે તે અનુમાન.] પૂર્વવત, શેખવત્ તથા સામાન્યતોદષ્ટ ભેદે ત્રણ પ્રકારનું અનુમાન છે. નદીપૂર જોઈને ઉપરવાસમાં વરસાદ થયો હોવાનું અનુમાન પૂર્વવત્ છે. સમુદ્રના એક જલબિંદુને ચાખી તે ખારું જણાતાં સમુદ્રનાં બધાં જ જલબિંદુઓ ખારાં છે એવું અનુમાન શેષવત્ છે. સગડી ઉપર મૂકેલી તપેલીમાંથી ચોખાનો એક દાણો કાઢી દબાવી જોતાં તે ચડી ગયેલો જણાતાં બધા ચોખાના દાણા ચડી ગયા છે એવું અનુમાન શેષવનું બીજું ઉદાહરણ છે. માત્ર સામાન્ય લિંગલિંગીજ્ઞાનપૂર્વક અર્થાત્ સામાન્ય વ્યક્તિના જ્ઞાનપૂર્વક (અર્થાત્ કાર્યકારણભાવ આદિ વિશેષ વ્યાપ્તિના જ્ઞાનપૂર્વક નહિ પણ કેવળ સામાન્ય વ્યાપ્તિના જ્ઞાનપૂર્વક) જે અનુમાન થાય તે સામાન્યતોદષ્ટ અનુમાન છે. અથવા લિંગ(હેતુ) અને લિંગી (સાધ્ય)ના વ્યાપ્તિસંબંધને ગ્રહણ કર્યા પછી લિંગને જોઈ લિંગીનું જે જ્ઞાન થાય છે તે અનુમાન એ પ્રમાણે સાંખ્યોએ અનુમાનનું લક્ષણ કહ્યું છે. 33. शाब्दं त्वाप्तश्रुतिवचनम्, आप्ता रागद्वेषादिरहिता ब्रह्मसनत्कुमारादयः, श्रुतिर्वेदः तेषां वचनं शाब्दम् । 33. આHવચન અને શ્રુતિવચન શબ્દ પ્રમાણ છે. રાગ-દ્વેષ આદિથી રહિત બ્રહ્મ સનકુમાર વગેરે આપ્ત છે. શ્રુતિ એટલે વેદ. તેમનાં વચન શાબ્દ પ્રમાણ છે, આગમપ્રમાણ છે. 34. अत्रानुक्तमपि किंचिदुच्यते । चिच्छक्तिविषयपरिच्छेदशून्या नार्थं जानाति, बुद्धिश्च जडा न चेतयते, सन्निधानात्तयोरन्यथा प्रतिभासनम्, प्रकृत्यात्मसंयोगात्सृष्टिरुपजायते, प्रकृतिविकारस्वरूपं कर्म, तथा त्रैगुण्यरूपं सामान्यम्, प्रमाणविषयस्तात्त्विक इति । अत्र त्रयो गुणाः सत्त्वरजस्तमांसि । ततः स्वार्थे "ण्यो नन्दादेः" इति ण्यः, यथा त्रयो लोकास्त्रैलोक्यं, षड्गुणाः षाड्गुण्यम्, ततस्वैगुण्यं रूपं स्वभावो यस्य सामान्यस्य तत् त्रैगुण्यरूपमिति । प्रमाणस्य च फलमित्थम् । पूर्वं पूर्व प्रमाणमुत्तरं तु फलमिति । 34. [વિસ્તારભયે આચાર્ય હરિભદ્રસૂરિએ ન કહેલી કેટલીક વાતો પણ ટીકામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy